Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:22 - પવિત્ર બાઇબલ C.L.

22 મેં જોયું કે યહૂદિયાના રાજમહેલમાં બાકી રહેલી બધી સ્ત્રીઓને બેબિલોનના રાજાના સેનાપતિઓ પાસે લઈ જવાતી હતી. તેઓ જતાં જતાં આ પ્રમાણે કહેતી હતી; ‘રાજાના દિલોજાન મિત્રોએ તેને ખોટી દોરવણી આપી, તેમણે તેની પાસે પોતાનું ધાર્યું કરાવ્યું; અને હવે જ્યારે તેના પગ ક્દવમાં ખૂંપી ગયા, ત્યારે તેઓ તેને તજીને જતા રહ્યા છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ‘જુઓ, યહૂદિયાના રાજમહેલમાં જે સ્ત્રીઓ બાકી રહી છે તેઓ સર્વને બાબિલના રાજાના સરદારોની પાસે પકડીને લઈ જવામાં આવશે, ને તે સ્ત્રીઓ કહેશે કે, તારા દિલોજાન મિત્રોએ તને ઠગ્યો છે, ને તેઓ તારા પર ફાવી ગયા છે, તારા પગ કાદવમાં કળી ગયા, એટલે તેઓ [તને મૂકીને] જતા રહ્યા છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહૂદિયાના રાજમહેલમાં જે સ્ત્રીઓ બાકી રહી છે તેઓને બાબિલના રાજાના સરદારો પાસે પકડીને લઈ જવામાં આવશે. તેઓ કહેશે કે, તારા મિત્રોએ તને છેતર્યો છે; તેઓ તારા પર ફાવી ગયા છે. તમારા પગ કાદવમાં ફસાઈ ગયા છે. અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યહૂદિયાના મહેલમાં રહેતી સર્વ સ્ત્રીઓને બહાર લાવવામાં આવશે. અને તેઓને બાબિલના સૈન્યના અધિકારીઓને વહેંચી દેવામાં આવશે; તેઓ જતાં જતાં ગાય છે: “તમારાં પરમમિત્રોએ તમને ખોટે રસ્તે દોર્યા છે, તેમણે તમારી પાસે પોતાનું ધાર્યું કરાવ્યું છે. તમારા પગ કાદવમાં ફસાઇ ગયા છે. અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:22
22 Iomraidhean Croise  

પરંતુ મારા મિત્રો તો સુકાઈ જતા ઝરણા જેવા ઠગારા નીવડયા છે. વરસાદ હોય ત્યારે તો તે છલકાઈ જાય છે.


અરે, મારો દિલોજાન મિત્ર, જેના પર મને ભરોસો હતો, અને જે મારી સાથે જમતો તેણે પણ મારી સામે દગાથી લાત ઉગામી છે.


મને કીચડમાંથી બહાર ખેંચી કાઢો, મને ડૂબવા ન દો; મને મારા શત્રુ, મૃત્યુથી બચાવો અને ઊંડા પાણીથી મને ઉગારો.


હું ઊંડા કીચડમાં ડૂબી રહ્યો છું, અને પગ ટેકવવા કશો આધાર નથી. હું ઊંડા પાણીમાં આવી પડયો છું, અને મારે માથે છોળો ફરી વળી છે.


મૂર્તિઓ પર ભરોસો રાખનારાઓ અને તેમને પોતાના દેવો કહેનારાઓ શરમાઈને ભાગી જશે.”


જેમને તેં તાલીમ આપીને આગેવાન બનાવ્યા હતા તેઓ જ્યારે તારા જ પર અધિકાર ચલાવે ત્યારે તું શું કરીશ? તને પ્રસૂતાના જેવી વેદના નહિ થાય?


હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’


જે સંદેશવાહકો તને સલાહ આપે છે કે બેબિલોનના રાજાને આધીન થઈશ નહિ, તેમનું સાંભળીશ નહિ, તેઓ તને જૂઠો સંદેશ આપી રહ્યા છે.


કારણ, પ્રભુ પોતે તેમના વિષે કહે છે કે, ‘મેં તેમને મોકલ્યા નથી છતાં તેઓ મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે કે જેથી હું તમને હાંકી કાઢું અને તમે તથા તમને સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહકો નાશ પામો.”


પણ સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “જે યહૂદીઓએ ખાલદીઓની શરણાગતિ સ્વીકારી લીધી છે તેમનો મને ડર છે. કદાચ મને તેમના હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મને રીબાવે.”


પણ જો હું શરણાગતિ નહિ સ્વીકારું તો શું થશે તે પ્રભુએ મને દર્શનમાં બતાવ્યું છે.


પછી ઇશ્માએલે મિસ્પામાં બાકી રહેલા લોકોને અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને ગદાલ્યાના હવાલે સોંપેલી રાજાની પુત્રીઓને કેદ કરીને એ બધાંને લઈ આમ્મોન દેશની હદ તરફ પ્રયાણ કર્યું.


આસપાસના બધા દેશોમાં નાસી છૂટેલા અને યહૂદિયામાં ફરી પાછા વસવા આવેલાં બધાં સ્ત્રી, પુરુષો અને બાળકોને અને રાજકુંવરીઓને, તેમજ અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને જે બધાં લોકોને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને સોંપ્યાં હતા તેમને સંદેશવાહક યર્મિયા અને નેરિયાના પુત્ર બારૂખ સહિત એકત્ર કર્યાં.


તેના ભાડૂતી સૈનિકો પણ વાછરડા જેવા લાચાર છે. તેઓ સામનો કરીને લડી શક્યા નહિ, બધા પીછેહઠ કરીને નાઠા છે; કારણ, તેમના પર આફતનો દિવસ અને વિનાશનો સમય આવી પહોંચ્યો છે.


પ્રભુ કહે છે, “પણ હું આ શું જોઉં છું? તેઓ તો ભયભીત થઈને ભાગે છે! તેમના યોદ્ધાઓને મારીને પાછા હઠાવવામાં આવ્યા છે. તેઓ બીકના માર્યા નાસે છે અને પાછું વળીને જોતા નથી! ચોમેર આતંક છવાયો છે. હું પ્રભુ આ બોલું છું.”


તેમનાં ઘરો અરે, તેમનાં ખેતરો અને પત્નીઓ પણ બીજાને સોંપી દેવાશે; કારણ, આ દેશના રહેવાસીઓ પર હું મારો હાથ ઉગામવાનો છું. હું પ્રભુ એ કહું છું.


તેથી તેમની પત્નીઓ બીજાઓને સોંપાશે, તેમનાં ખેતરો નવા માલિકોને સોંપવામાં આવશે. કારણ, નાનામોટા બધા જ અધમ લાભના લાલચુ બન્યા છે. અરે, સંદેશવાહકો તથા યજ્ઞકારો પણ ઠગબાજી કરે છે.


“તેમણે ઉપરથી અગ્નિ મોકલ્યો, અને એ અગ્નિ મારામાં સળગ્યા કરે છે. તેમણે મારે માટે ફાંદો ગોઠવ્યો અને મને જમીન પર પાડી નાખી. તે પછી તેમણે મને તજીને સતત દુ:ખમાં ધકેલી દીધી.


આખી રાત તે કલ્પાંત કરે છે, તેના ગાલ પરથી આંસુ દદડયા કરે છે. તેના જૂના આશકોમાંનો કોઈ તેને આશ્વાસન આપવા આવ્યો નથી. તેના સાથીઓએ તેને દગો દીધો છે, અને હવે બધા તેના દુશ્મન બન્યા છે.


સિયોન પર્વત પર અમારી સ્ત્રીઓ પર બળાત્કાર થયા છે; અને યહૂદિયાનાં દરેક ગામમાં અમારી દીકરીઓની આબરૂ લૂંટાઈ છે.


પડોશીનો વિશ્વાસ ન રાખ. વળી, તારા મિત્રનો ભરોસો ન કર. અરે, તારી સોડમાં સૂનારી તારી પત્ની સાથે ય વાત કરવામાં કાળજી રાખ.


Lean sinn:

Sanasan


Sanasan