Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:19 - પવિત્ર બાઇબલ C.L.

19 પણ સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “જે યહૂદીઓએ ખાલદીઓની શરણાગતિ સ્વીકારી લીધી છે તેમનો મને ડર છે. કદાચ મને તેમના હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મને રીબાવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ત્યારે સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “જે યહૂદીઓ ખાલદીઓની પાસે જતા રહ્યા છે તેઓથી હું બીહું છું, રખેને તેઓના હાથમાં તેઓ મને સોંપે, ને તેઓ મારી મશ્કરી કરે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 એટલે સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “પણ જે યહૂદીઓ ખાલદીઓ પાસે જતા રહ્યા છે તેઓની મને બીક લાગે છે. કદાચ મને તેઓનાં હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મારી મશ્કરી કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 એટલે રાજા સિદકિયાએ યર્મિયાને કહ્યું, “મને યહૂદિયાના લોકોથી ડર લાગે છે, જેમણે બાબિલના સૈન્યની શરણાગતિ સ્વીકારી છે, મને તેમની બીક લાગે છે. કદાચ મને તેમનાં હાથમાં સોંપી દેવામાં આવે, તેઓ મારી સાથે કેવી રીતે વર્તશે તેની કોને ખબર?”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:19
17 Iomraidhean Croise  

સંદેશકો એફ્રાઈમ અને મનાશ્શાના પ્રદેશોનાં સઘળાં નગરોમાં અને ઉત્તરમાં છેક ઝબુલૂન કુળના પ્રાંત સુધી ગયા, પણ લોકોએ તેમને હસી કાઢયા અને તેમનો તિરસ્કાર કર્યો.


અમે યહૂદીઓ ફરીથી કોટ બાંધવા લાગ્યા છીએ એવું જ્યારે સાનબાલ્લાટે સાંભળ્યું ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠયો, અને તેણે અમારી મશ્કરી કરવા માંડી.


જો કે હુલ્લડખોરોના બૂમબરાડાનો મને ભય હતો, અને ધાંધલિયા સમુદાયની નફરતનો ડર હતો તો પણ હું કોઈ પ્રવાસી માણસને તેમની પાસે બહાર લાવ્યો નથી.


તું કોનાથી ગભરાય છે ને ડરે છે કે તું મારી સાથે કપટથી વર્તે છે, અને મને સંભારતીય નથી કે મારો વિચાર સરખોય કરતી નથી? મેં લાંબા સમયથી મૌન સેવ્યું છે એટલે તને મારો ડર લાગતો નથી?


હે પ્રભુ, તમે મને લલચાવ્યો અને હું લલચાઈ ગયો, તમે મને ભીંસમાં લઈને વશ કરી દીધો. આખો દિવસ હું મજાકનું પાત્ર lબન્યો છું, અને બધા લોકો મારી મશ્કરી ઉડાવે છે.


મેં જોયું કે યહૂદિયાના રાજમહેલમાં બાકી રહેલી બધી સ્ત્રીઓને બેબિલોનના રાજાના સેનાપતિઓ પાસે લઈ જવાતી હતી. તેઓ જતાં જતાં આ પ્રમાણે કહેતી હતી; ‘રાજાના દિલોજાન મિત્રોએ તેને ખોટી દોરવણી આપી, તેમણે તેની પાસે પોતાનું ધાર્યું કરાવ્યું; અને હવે જ્યારે તેના પગ ક્દવમાં ખૂંપી ગયા, ત્યારે તેઓ તેને તજીને જતા રહ્યા છે!”


ત્યારે સિદકિયા રાજાએ જવાબ આપ્યો, “ભલે, તે તમારા હાથમાં છે, હું તમારી સલાહ વિરુદ્ધ કશું કરી શકું નહિ”


પછી અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તથા તેમને શરણે આવેલા લોકોને કેદી તરીકે બેબિલોન લઈ ગયો.


છતાં ઘણા યહૂદી અધિકારીઓએ તેમના પર વિશ્વાસ મૂક્યો, પરંતુ ફરોશીઓ તેમનો બહિષ્કાર કરે એની બીકને લીધે તેઓ જાહેરમાં કબૂલાત કરતા નહોતા.


તરત જ તેણે પોતાના શસ્ત્રવાહકને બોલાવીને કહ્યું, “તારી તલવાર તાણીને મને મારી નાખ. મને એક સ્ત્રીએ મારી નાખ્યો એવું કહેવાય તેમ હું ઇચ્છતો નથી.” તેથી પેલો શસ્ત્રવાહક તેના પર તૂટી પડયો અને તે મરી ગયો.


શાઉલે જવાબ આપ્યો, “મેં પાપ કર્યું છે. પ્રભુની આજ્ઞા અને તમારી સૂચનાઓનું મેં પાલન કર્યું નથી. મારા માણસોથી ગભરાઈને તેમની ઈચ્છા પ્રમાણે મેં કર્યું.


તેથી તેણે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર ખેંચીને મને મારી નાખ. જેથી આ વિધર્મી પલિસ્તીઓ મારું અપમાન ન કરે અને મને મારી નાખે નહિ.” પણ શસ્ત્રવાહક એમ કરતા ઘણો ગભરાયો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની પર પડયો.


Lean sinn:

Sanasan


Sanasan