Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:17 - પવિત્ર બાઇબલ C.L.

17 ત્યારે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: જો તું બેબિલોનના રાજાના સેનાપતિઓની શરણાગતિ સ્વીકારી લે તો તારો જીવ બચી જશે, અને આ નગર આગથી બાળી દેવાશે નહિ. તું પોતે અને તારું કુટુંબ પણ બચી જશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યારે ય્રમિયાએ સિદકિયાને કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જો તમે બાબિલના રાજાના સરદારોને શરણે જશો, તો તમારો જીવ બચશે, ને આ નગરને આગ લગાડીને બાળી નાખવામાં આવશે નહિ. અને તમે તથા તમારા ઘરનાં માણસો જીવતાં રહેશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 એટલે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જો તમે બાબિલના રાજાના અધિકારીઓની શરણે જશો, તો તમે જીવતા રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 એટલે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં આ વચન છે: ‘જો તમે બહાર જઇને બાબિલના રાજાના શરણે જશો, તો તમે તથા તમારું કુટુંબ જીવતાં રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિં.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:17
19 Iomraidhean Croise  

માટે તું એમ કહેજે કે તું મારી બહેન છે, જેથી તારે લીધે તેઓ મારી સાથે સારી રીતે વર્તે અને મારો જીવ બચી જાય.”


યહોયાખીન રાજા તેમ જ તેની માતા, તેના પુત્રો, તેના દરબારીઓ, તેના રાજમહેલના અધિકારીઓ બેબિલોનના રાજાને શરણે ગયા. નબૂખાદનેસ્સારે પોતાના અમલના આઠમા વર્ષમાં યહોયાખીનને કેદ કરી લીધો.


યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના સતાવીસમા દિવસે બેબિલોનના રાજા એવીલ-મેરાદાખે તેના રાજ્યાભિષેકના વર્ષમાં યહોયાખીન પ્રત્યે સદ્ભાવ દાખવ્યો અને તેને કેદમાંથી મુક્ત કર્યો.


“જેથી તમારા નામનો સદાકાળ મહિમા થાય અને લોકો કહે કે, ‘સેનાધિપતિ પ્રભુ ઇઝરાયલી લોકોના ઈશ્વર છે.’ એ રીતે મારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરજો.


એ પ્રમાણે હું એમને એમ સાંજનાં બલિદાન ચડાવવાના સમય સુધી બેસી રહ્યો. દેશનિકાલમાંથી પાછા આવેલાઓએ કરેલા પાપ વિષે ઇઝરાયલના ઈશ્વરના વચનથી ગભરાયેલા બધા લોકો મારી આસપાસ એકઠા થઈ ગયા.


તે નિર્ણય લે તો કોણ બદલી શકે? તે જે ચાહે છે, તે જ તે કરે છે.


હે સેનાધિપતિ ઈશ્વર, કૃપા કરી પાછા આવો, આકાશમાંથી દષ્ટિ કરો, અને એ દ્રાક્ષવેલાની સંભાળ લો.


હે સેનાધિપતિ ઈશ્વર, અમને તમારી તરફ પાછા ફેરવો, અને અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


યહૂદિયાના રાજા સિદકિયાને પણ આ જ વાત મેં કહી; ‘બેબિલોનના રાજાની ઝૂંસરી નીચે તારી ગરદન ધર અને તેની તથા તેની પ્રજાની સેવા કર, તો તમે જીવતા રહેશો.


તેમનું સાંભળશો નહિ, પણ બેબિલોનના રાજાને આધીન થાઓ એટલે તમે જીવતા રહેશો! શા માટે આ નગર ઉજ્જડ બની જાય?


પણ જો કોઈ પ્રજા અથવા દેશ તેની સત્તાને આધીન નહિ થાય અને બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા નહિ દે તો હું તે રાજાને બેબિલોનના રાજાના તાબામાં સોંપી ન દઉં ત્યાં સુધી તેને યુદ્ધ, ભૂખમરા અને રોગચાળાથી સતાવીશ.


યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યારે બેબિલોનના રાજાના બધા સેનાનાયકોએ નગરમાં પ્રવેશ કર્યો અને નગરના વચલા દરવાજા આગળ સભામાં બિરાજમાન થયા. તેઓમાં નેર્ગાલ-શારએસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રા-સારીસ, નેર્ગોલ-શારએસેર, રાબ-માગ તથા બીજા અધિકારીઓનો સમાવેશ થતો હતો.


શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમને શપથપૂર્વક કહ્યું, “ખાલદીઓની શરણાગતિ સ્વીકારતાં ગભરાશો નહિ; આ દેશમાં વસવાટ કરો અને બેબિલોનના રાજાની સેવા કરો, એટલે તમારું ભલું થશે.


તેથી ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: “તમે પોતાની જાતને માટે એવી ભયાનક હાનિ કેમ વહોરી લો છો? શા માટે તમે તમારાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને ધાવણાઓનો નાશ કરવા માંગો છો કે જેથી કોઈ કહેતાં કોઈ બચે નહિ?


અને ત્યાં મને કબાર નદીના કિનારાના પ્રદેશમાં જેવું દર્શન થયું હતું તેવું ઇઝરાયલના ઈશ્વરના ગૌરવનું દર્શન થયું.


હું તમને દમાસ્ક્સની પેલી પાર ગુલામગીરીમાં મોકલી દઈશ.” સેનાધિપતિ ઈશ્વર જેમનું નામ છે તે યાહવે એમ કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan