Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:14 - પવિત્ર બાઇબલ C.L.

14 સિદકિયા રાજાએ માણસ મોકલીને સંદેશવાહક યર્મિયાને પ્રભુમંદિરના ત્રીજા પ્રવેશદ્વાર પાસે બોલાવ્યો અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા ચાહું છું અને તેના જવાબમાં મારાથી કંઈ છુપાવીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયા પ્રબોધકને યહોવાના મંદિરના ત્રીજા [દરવાજાના] નાકામાં પોતાની પાસે બોલાવ્યો; અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક વાત પૂછું છું; મારાથી તું કંઈ પણ ગુપ્ત રાખીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી સિદકિયા રાજાએ પ્રબોધક યર્મિયાને યહોવાહના ઘરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; “મારાથી કશું છુપાવીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી રાજા સિદકિયાએ પ્રબોધક યર્મિયાને યહોવાના મંદિરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; મારાથી કશું છુપાવીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:14
11 Iomraidhean Croise  

ત્યારે રાજાએ તે સ્ત્રીને જવાબ આપ્યો, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા માગું છું. કંઈપણ છુપાવ્યા વિના સાચેસાચું બોલજે.” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, પૂછો.”


તેણે જમણમાં પીરસાતો ખોરાક, તેના અમલદારોની વસાહતો, રાજમહેલના કર્મચારીઓની વ્યવસ્થા અને તેમનો ગણવેશ, મિજબાની વખતે તહેનાતમાં રહેતા અનુચરો અને પ્રભુના મંદિરમાં તે જે બલિદાનો ચડાવતો એ બધુ જોયું. એ જોઈને તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ.


પણ આહાબે ઉત્તર આપ્યો, “મારી સાથે યાહવેના નામે બોલતો હોય ત્યારે તારે સાચું જ કહેવું. એ મારે તને કેટલીવાર સમ દઈને કહેવાનું હોય?”


વળી, આશ્શૂરના સમ્રાટને ખુશ કરવા આહાઝે પ્રભુના મંદિરમાંથી સાબ્બાથદિન માટે રાજ્યાસનનો તખ્તો પણ ઉઠાવી લીધો અને રાજાને માટે મંદિરમાં જવાનો ગુપ્ત રસ્તો પણ બંધ કરી દીધો.


પણ આહાબે જવાબ આપ્યો, “તમે પ્રભુને નામે મને કહો છો ત્યારે તમારે સત્ય જ બોલવું જોઈએ એવું મારે તમને કેટલીવાર સોગંદ દઈને કહેવાનું હોય?”


હે પ્રભુ, જો મેં તેમના ભલા માટે તમારી સેવા કરી ન હોય, અને તેમને શત્રુઓથી બચાવવા માટે તમને વિનંતી ન કરી હોય, જો તેમના આફત અને દુ:ખના સમયે મેં તમને પ્રાર્થના ન કરી હોય, તો એ બધા શાપ મારા પર ઊતરો.


ત્યાર પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયાને બોલાવડાવ્યો અને રાજમહેલની અંદર તેને ખાનગીમાં પૂછયું, “શું પ્રભુ તરફથી કોઈ સંદેશ છે?” યર્મિયાએ ઉત્તર આપ્યો. “હા, તને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.”


તમે ભયાનક ભૂલ કરી રહ્યા છો. કારણ, તમે જાતે જ મને તમારા ઈશ્વર પ્રભુ પાસે પ્રાર્થના કરવા મોકલ્યો હતો, અને મને કહ્યું હતું કે, ‘તું અમારે માટે અમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કર. અમારા ઈશ્વર પ્રભુ શું કહે છે તે અમે જાણવા માંગીએ છીએ અને અમે તે પ્રમાણે કરીશું.’


Lean sinn:

Sanasan


Sanasan