Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:1 - પવિત્ર બાઇબલ C.L.

1-3 યર્મિયા સર્વ લોકોની આગળ સંદેશાઓ પ્રગટ કરતો હતો. તે કહેતો, “પ્રભુ આ પ્રમાણે કહે છે: જે કોઈ આ નગરમાં રહેશે તે યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી માર્યો જશે, પણ જે કોઈ ખાલદીઓને તાબે થશે તે જીવતો રહેશે; પોતાનો જીવ બચે એ જ યુદ્ધમાં લૂંટ મળ્યા બરાબર ગણાશે. કારણ, પ્રભુ આમ કહે છે કે આ નગર બેબિલોનના રાજાના લશ્કરના હાથમાં સોંપી દેવાશે અને તે તેને જીતી લેશે.” આ સંદેશા માત્તાનના પુત્ર શફાટયાએ, પાશહૂરના પુત્ર ગદાલ્યાએ, શેલેમ્યાના પુત્ર યુકાલે તથા માલ્ખીયાના પુત્ર પાશહૂરે સાંભળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યર્મિયાએ સર્વ લોકોની આગળ કહ્યું, “યહોવા કહે છે કે, જે આ નગરમાં રહેશે તે તરવારથી, દુકાળથી, તથા મરકીથી મરણ પામશે; પણ જે કોઈ ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે, તે તેનો જીવ લૂંટ તરીકે ગણશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આ સર્વ વચનો માત્તાનના દીકરા શફાટયાએ, પાશહૂરના દીકરા ગદાલ્યાએ, શેલેમ્યાના દીકરા યુકાલે અને માલ્કિયાના દીકરા પાશહૂરે સાંભળ્યા. યર્મિયાએ લોકોને કહ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પરંતુ જ્યારે માત્તાનનો પુત્ર શફાટયા, પાશહૂરનો પુત્ર ગદાલ્યા, શેલેમ્યાનો પુત્ર યુકાલ અને માલ્ખિયાનો પુત્ર પાશહૂરે યર્મિયા લોકોને જે કહેતો હતો તે સાંભળ્યું:

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:1
12 Iomraidhean Croise  

મિખાયેલ, બાસેયા, માલકિયા,


દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની તેમનાં કુટુંબો પ્રમાણે વંશજોની સંખ્યા નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરા — 775 પાહાથ-મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,812 એલામ — 1,254 ઝાત્તુ — 945 ઝાકક્ય — 760 બાની — 642 બેબાય — 623 આઝગાદ— 1,222 અદોનીકામ — 666 બિગ્વાય — 2,056 આદીન — 454 આટેર (હિઝકિયા) — 98 બેસાય — 323 યોરા — 112 હાશૂમ — 112 ગિબ્બાર — 95


આ ગોત્રના બધા મળીને 822 સભ્યો મંદિરમાં સેવા બજાવતા હતા. અદાયા, જે યરોહામનો પુત્ર અને પલાલ્યાનો પૌત્ર હતો; તેના પૂર્વજો અનુક્રમે આમ્ઝી, ઝખાર્યા, પાશ્હૂર અને માલકિયા હતા.


યર્મિયા સંદેશવાહકે તે સંદેશ યહૂદિયાના બધા લોકો અને યરુશાલેમના રહેવાસીઓને કહી સંભળાવ્યો.


પણ હું તે સમયે તારું રક્ષણ કરીશ અને જે માણસોની તને બીક લાગે છે તેમના હાથમાં તને સોંપવામાં આવશે નહિ. હું પ્રભુ આ બોલું છું.


“એ માણસને નામે શિક્ષણ નહિ આપવાની અમે તમને સખત આજ્ઞા આપી નહોતી? પણ તમે શું કર્યું? તમે તમારું શિક્ષણ આખા યરુશાલેમમાં ફેલાવ્યું છે, અને તેના ખૂન માટે તમે અમને જવાબદાર ઠરાવવા માગો છો!”


Lean sinn:

Sanasan


Sanasan