Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 37:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પણ તે અને તેના અધિકારીઓ અને જમીનદાર વર્ગના લોકો યર્મિયા મારફતે પ્રભુએ પાઠવેલા સંદેશાઓને આધીન થયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પણ યહોવાએ જે વચનો યર્મિયા પ્રબોધકની મારફતે કહેવડાવ્યાં હતાં, તે તેણે તથા તેના સેવકોએ તથા દેશના લોકોએ સાંભળ્યાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પણ યહોવાહે યર્મિયા પ્રબોધક દ્વારા જે વચનો કહેવડાવ્યાં હતાં તે સિદકિયા રાજાએ તથા તેના અધિકારીઓએ તથા દેશમાં બાકી રહેલા લોકોએ સાંભળ્યાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યહોવાએ યર્મિયા દ્વારા જે વચનો કહેવડાવ્યા હતાં તે રાજા સિદકિયાએ તથા તેના અધિકારીઓએ તથા દેશમાં બાકી રહેલા લોકોએ સાંભળ્યાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 37:2
15 Iomraidhean Croise  

દાવિદ રાજાએ કહ્યું, “હાનૂનના પિતા નાહાશે મારા પ્રત્યે જેવો સદ્ભાવ દાખવ્યો હતો તેવો જ સદ્ભાવ હું હાનૂન પ્રત્યે દાખવીશ.” દાવિદે તેના પિતાના મૃત્યુ સંબંધી તેને દિલાસો દેવા રાજદૂત મોકલ્યા.


પ્રભુએ નાથાન સંદેશવાહક દ્વારા આપેલી સૂચના પ્રમાણે તેણે તેનું નામ યદીદયા, એટલે ‘યાહનો વહાલો’ પાડયું.


પ્રભુએ પોતાના સેવક સંદેશવાહક અહિયા મારફતે સંદેશ આપ્યો હતો તેમ ઇઝરાયલના લોકોએ તેને દફનાવ્યો અને તેને માટે શોક કર્યો.


બાશાએ પ્રભુની વિરુદ્ધ કરેલાં પાપોને લીધે સંદેશવાહક યેહૂ દ્વારા બાશા અને તેના કુટુંબ વિરુદ્ધ પ્રભુનો એ સંદેશો આવ્યો હતો. તેણે યરોબામની જેમ મૂર્તિઓની પૂજા કરીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. વળી, તેણે યરોબામ રાજાના આખા કુટુંબનો સંહાર કર્યો તેથી તેના પર પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો.


સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષની ઉંમરનો હતો, અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું:


પણ મોશેએ કહ્યું, “હે મારા પ્રભુ, એ માટે કૃપા કરી કોઈ બીજાને મોકલો.”


મૂર્ખને હાથે સંદેશો મોકલનાર જાણે પોતાનો જ પગ કાપે છે; તે પોતાનું જ નુક્સાન વહોરી લે છે.


જો શાસનર્ક્તા અફવાઓ પર લક્ષ આપશે, તો તેના અધિકારીઓ નિ:શંક દુષ્ટ બનશે.


“હું ઇઝરાયલનો ઈશ્વર તને આ આજ્ઞા આપું છું: જા, અને યહૂદિયાના રાજા સિદકિયાને જઈને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: હું આ નગરને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દઈશ; તે તેને જીતી લેશે અને પછી આગ ચાંપીને બાળી નાખશે.


દુષ્ટ અને અપવિત્ર શાસક, તારો અંત આવી ગયો છે. તારી આખરી શિક્ષાનો દિવસ આવી પહોંચ્યો છે.


“હું સંદેશવાહકો સાથે બોલ્યો અને તેમને ઘણાં દર્શનો આપ્યાં. સંદેશવાહકો દ્વારા મારા લોકોને મેં ચેતવ્યા છે.


તેથી આરોન અને તેના પુત્રોએ મોશેની મારફતે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે સમગ્ર વિધિ પૂર્ણ કર્યો.


તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan