Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 37:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેઓ યર્મિયા પર ક્રોધે ભરાયા અને તેને ફટકા મરાવ્યા. પછી તેમણે તેને રાજ્યમંત્રી યોનાથાનના ઘરમાં કેદી તરીકે પૂરી દીધો; કારણ, તે ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો, ને યહોનાથાન ચિટનીસના ઘરમાં તેને કેદ કર્યો, કેમ કે તે [મકાન] ને તેઓએ કેદખાનું બનાવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો. અને તેને યહોનાથાન લહિયાના ઘરમાં કેદ કર્યો. કેમ કે તે મકાન તેઓનું કેદખાનું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેમણે તેને ચાબુક મરાવી તેને મંત્રી યહોનાથાનના ઘરમાં કેદ પૂરી દીધો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 37:15
27 Iomraidhean Croise  

તેણે યોસેફની ધરપકડ કરાવી અને જ્યાં રાજાના કેદીઓ રખાતા હતા ત્યાં તેને જેલમાં પૂરી દીધો, અને યોસેફ ત્યાં જેલમાં જ રહ્યો.


એનાથી સંદેશવાહક પર આસાને એટલો ક્રોધ ચઢયો કે તેણે તેને સાંકળોમાં કેદ પૂર્યો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર અસહ્ય જુલમ વર્તાવ્યો.


તેમને કહો કે રાજાએ મિખાયાને કેદમાં પૂરી દેવાનો હુકમ કર્યો છે અને હું સહીસલામત પાછો આવું ત્યાં સુધી તેને માત્ર સૂકી રોટલી અને પાણી પર રાખજો.”


પણ હે પ્રભુ, મને મારી નાખવાનું તેમનું કાવતરું તમે બરાબર જાણો છો; માટે તેમના અપરાધોની ક્ષમા કરશો નહિ, અથવા તમારી નજર આગળથી તેમનાં પાપ ભૂંસી નાખશો નહિ. તમારી સમક્ષ તેમને ઊંધા પછાડો, અને તમે ક્રોધમાં હો ત્યારે જ તેમને સજા કરો!”


પછી અધિકારીઓએ અને સર્વ લોકોએ યજ્ઞકારોને તથા સંદેશવાહકોને કહ્યું, “આ માણસ દેહાંતદંડને પાત્ર નથી. કારણ, તેણે આપણા ઈશ્વર પ્રભુને નામે આપણને ઉપદેશ કર્યો છે.”


એ સમયે બેબિલોનના રાજાના લશ્કરે યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો અને યર્મિયાને રાજમહેલના ચોકીદારોના ચોકમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો.


હે રાજા, મારા સ્વામી, હું તને વિનંતી કરું છું કે મને ફરીથી રાજમંત્રી યોનાથાનના ઘરના કેદખાનામાં પૂરશો નહિ, નહિ તો હું ત્યાં મૃત્યુ પામીશ”


હજુ યર્મિયાને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો અને તેથી તે લોકો મધ્યે અવરજવર કરી શક્તો હતો.


ત્યારે તારે તેમને એટલું જ કહેવું કે, ‘હું રાજાને આગ્રહથી અરજ કરતો હતો કે મને કેદી તરીકે યોનાથાનના ઘરના કેદખાનામાં મરવા મોકલશો નહિ.’


તેથી તેઓએ યર્મિયાને પકડી લીધો અને તેને ચોકીદારોના ચોકમાં રાજકુમાર માલ્ખીયાના તાબા હેઠળના ટાંકામાં દોરડાં વડે ઉતારીને અંદર નાખી દીધો. ટાંકામાં પાણી નહોતું; ફક્ત ક્દવ હતો અને તેથી યર્મિયા ક્દવમાં ખૂંપી ગયો.


યર્મિયા ચોકીદારોના ચોકમાં રખાયો હતો ત્યારે તેને પ્રભુનો સંદેશ મળ્યો.


ખેડૂતોએ એ નોકરોને પકડયા. કોઈને માર માર્યો, તો કોઈને મારી નાખ્યો, તો કોઈને પથ્થરે માર્યો.


તેથી હું તમારી મધ્યે સંદેશવાહકો, જ્ઞાનીઓ અને શિક્ષકો મોકલીશ. તેમાંના કેટલાકનું તમે ખૂન કરશો, કેટલાકને ક્રૂસે જડાવશો, જ્યારે કેટલાકને ભજનસ્થાનોમાં ચાબખા મરાવશો અને તેમને સતાવી સતાવીને એક ામથી બીજે ામ રઝળાવશો.


તેમણે તેમની આંખો ઉપર પાટો બાંધ્યો અને તેમને પૂછયું, “કહે જોઈએ, તને કોણે માર્યો?”


ઈસુએ એ કહ્યું ત્યારે ત્યાં ઊભેલા એક સંરક્ષકે તેમને તમાચો મારીને કહ્યું, “પ્રમુખ યજ્ઞકાર સાથે તું આવું બોલવાની હિંમત કરે છે!”


તેમણે પ્રેષિતોની ધરપકડ કરીને તેમને જેલમાં પૂર્યા.


“એ માણસને નામે શિક્ષણ નહિ આપવાની અમે તમને સખત આજ્ઞા આપી નહોતી? પણ તમે શું કર્યું? તમે તમારું શિક્ષણ આખા યરુશાલેમમાં ફેલાવ્યું છે, અને તેના ખૂન માટે તમે અમને જવાબદાર ઠરાવવા માગો છો!”


તેમણે પ્રેષિતોને અંદર બોલાવ્યા, તેમને ચાબખા મરાવ્યા, અને ઉપદેશ કરતાં ઈસુનું નામ લેવું નહિ એવી આજ્ઞા કરીને છોડી મૂક્યા.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan