Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 37:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તમે કદાચ ખાલદીઓના સમગ્ર લશ્કરનો એવો ભારે પરાજય કરો કે જેથી તંબૂઓમાં માત્ર ઘવાયેલા માણસો જ બાકી રહે, તોપણ તેઓ ઊઠીને આ નગરને બાળી મૂકશે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જે ખાલદીઓ તમારી સાથે લડે છે તેઓના આખા સૈન્યને જો તમે મારત, ને તેથી તેઓમાંના ઘાયલ થયેલા માણસો જ બાકી રહેત, તોપણ તેઓ દરેક પોતાના તંબુમાં ઊભા થઈને આ નગરને બાળી નાખત.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જો તમે ખાલદીઓના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઈને પોતાના તંબુઓમાં રહે તોપણ તેઓ ઊઠશે અને તમને પરાજિત કરશે. અને આ નગરને બાળી નાખશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જો તમે બાબિલના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઇને પોતાના તંબુઓમાં રહે તોપણ તેઓ ઊઠશે અને તમને પરાજીત કરશે, અને આ નગરને બાળી નાખશે.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 37:10
15 Iomraidhean Croise  

તમે કાં તો લડાઈમાં માર્યા જશો કાં તો નતમસ્તકે કેદી તરીકે પકડી જવાશો. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


જે કોઈ પકડાઈ જશે તેને ખંજર હુલાવી દેવાશે અને સપડાઈ જનાર સૌ કોઈ તલવારનો ભોગ થઈ પડશે.


નકામી ડાળીની જેમ તારા શબને તિરસ્કારપૂર્વક સડવાને ફેંકી દેવાયું. યુદ્ધમાં તલવારનો ભોગ બનેલા સૈનિકોનાં ખૂંદાયેલાં અને પછી પથરાળ ખાડામાં નાખવામાં આવેલાં શબ સાથે તારું શબ છે.


દુશ્મનના એક સૈનિકની ધમકીમાત્રથી તમારામાંના હજાર નાસી જશે અને તેમના પાંચ સૈનિકોની ધમકીથી તમે બધા નાસી જશો. પર્વતની ટોચે તમારા લશ્કરી વજની રોપેલી ક્ઠી અને ટેકરી પરની વજા સિવાય કોઈ રહેશે નહિ.


કારણ, મેં આ નગરને બચાવવાનું નહિ, પણ તેનો નાશ કરવાનું નક્કી કર્યું છે. તેને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે તેને બાળીને ખાક કરી દેશે. હું પ્રભુ આ બોલું છું.”


તેના પર આક્રમણ કરનાર ખાલદીઓ નગરમાં પ્રવેશીને તેને આગ ચાંપશે અને તેને તથા જે ઘરોની અગાસીઓ પર મને રોષ ચડાવવા માટે બઆલને ધૂપ ચડાવ્યો હતો અને અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં હતાં તે બધાં ઘરો સહિત તેને બાળીને ભસ્મીભૂત કરી નાખશે.


ઇજિપ્તનું લશ્કર આવી રહ્યું હતું તેથી બેબિલોનના લશ્કરે યરુશાલેમ પરનો ઘેરો ઉઠાવી લીધો,


પછી બેબિલોનનું લશ્કર પાછું આવશે અને નગર પર આક્રમણ કરશે, તેને જીતી લેશે અને તેને આગ ચાંપશે.”


તેથી અદોમના લોકો વિરુદ્ધની મારી યોજના વિષે સાંભળો, અને તેમાન નગરના રહેવાસીઓ વિરુદ્ધના મારા ઇરાદાઓ સાંભળો: હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુઓ ઘસડી જશે અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે.


તેથી બેબિલોનના લોકો વિરુદ્ધ ઘડેલી મારી યોજના વિષે સાંભળો! અને ખાલદીઓના દેશ વિરુદ્ધ મારા ઈરાદાઓ સાંભળો! હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુ ઘસડી જશે! અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે.


તેઓ ખાલદીઓની ભૂમિ પર ક્તલ થઈને પડશે અને બેબિલોનની શેરીઓમાં વીંધાઈને પટકાશે.


“પ્રભુએ મારા સૌ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા યુવાનોનો સંહાર કરવા તેમણે સૈન્ય મોકલ્યું. દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદાય તેમ તેમણે મારા લોકને કચડી નાખ્યા છે.


પ્રભુ ગર્જનાસહિત પોતાના સૈન્યને હુકમ કરે છે. તેમને આધીન થતી લશ્કરી ટુકડીઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે. પ્રભુનો દિવસ કેવો ભયંકર છે! તેનાથી કોણ બચી શકશે? પાપથી પાછા ફરવાનો પડકાર


Lean sinn:

Sanasan


Sanasan