Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 36:7 - પવિત્ર બાઇબલ C.L.

7-8 કદાચ તેઓ પ્રભુને વિનંતી કરે અને પોતે પોતાનાં દુષ્ટ આચરણ તજે; કારણ, પ્રભુએ ઉચ્ચારેલ કોપ અને ક્રોધ બહુ મોટો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કદાચિત તેઓ યહોવાને વિનંતી કરે, ને પોતપોતાના દુષ્ટ માર્ગોથી ફરે, કેમ કે જે કોપ તથા રોષ યહોવાએ આ લોકોની વિરુદ્ધ ઉચ્ચાર્યો છે તે મહાન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કદાચ તે લોકો યહોવાહને વિનંતી કરે અને ખોટે માગેર્થી પાછા વળે; કેમ કે, યહોવાહે એ લોકોને ભારે રોષ અને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કદાચ તે લોકો યહોવાને આજીજી કરે અને ખોટે માર્ગેથી પાછા વળે; કારણ, યહોવાએ એ લોકોને ભારે રોષ ને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 36:7
36 Iomraidhean Croise  

“આ પુસ્તકના શિક્ષણ સંબંધી મારે માટે અને યહૂદિયાના સર્વ લોકો માટે પ્રભુને પૂછો. આપણા પૂર્વજો આ પુસ્તકમાં જે લખ્યું છે તે પ્રમાણે વર્ત્યા નથી અને તેથી પ્રભુ આપણા પર કોપાયમાન થયા છે.”


કારણ, તેમણે મારો ત્યાગ કર્યો છે અને બીજા દેવોની આગળ બલિનું દહન કર્યું છે અને મૂર્તિઓ ઘડીને મને કોપાયમાન કર્યો છે. તેથી આ સ્થાન પર મારો રોષ ભભૂકી ઊઠયો છે અને તે શમી જશે નહિ.


“જાઓ, મારે માટે અને ઇઝરાયલ અને યહૂદિયામાં હજુ બાકી રહેલા લોકો માટે પ્રભુને પૂછો. આ પુસ્તકના શિક્ષણ વિષે તપાસ કરો. આપણા પૂર્વજોએ પ્રભુનો સંદેશ માન્યો નથી અને આ પુસ્તકમાં આપેલી આજ્ઞાઓ પ્રમાણે કર્યું નથી, તેથી પ્રભુ આપણા પર અત્યંત કોપાયમાન થયા છે.”


યોશિયાનો પુત્ર યહોયાકીમ રાજા હતો ત્યારે ફરીથી તેને પ્રભુનો સંદેશ મળ્યો. ત્યાર પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યકાળના અગિયારમા વર્ષ સુધી તેને પ્રભુના સંદેશાઓ મળતા રહ્યા. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.


આ બધું તું લોકોને કહેશે ત્યારે લોકો તને પૂછશે કે, ‘શા માટે પ્રભુએ આવી ભયંકર આફતો અમારા પર લાવવાનું નક્કી કર્યું છે? અમારો શો ગુનો છે? અમે અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ એવું તે શું પાપ કર્યું છે?’


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ નગર અને તેની આસપાસનાં સર્વ નગરો પર હું મારા કહ્યા પ્રમાણે નાશ લાવીશ. કારણ, તેમણે જક્કી બનીને મારો સંદેશ સાંભળ્યો નથી.”


હું જાતે જ તારી વિરુદ્ધ મારા પૂરા બાહુબળથી, ક્રોધથી, ભારે કોપથી અને રોષથી લડીશ.


તેમણે તો કહ્યું, “દરેક જણ પોતાનાં દુષ્ટ આચરણથી ફરો અને અધમ કાર્યો તજી દો અને મેં પ્રભુએ તમને તથા તમારા પૂર્વજોને પ્રાચીન સમયથી જે ભૂમિ વારસા તરીકે આપી છે તેમાં સર્વદા વાસ કરો.


કદાચ, લોકો સાંભળીને પોતાનાં દુષ્ટ આચરણ તજી દે. જો એવું બને તો તેમનાં દુષ્ટ આચરણને લીધે જે મહાન વિપત્તિ હું તેમના પર લાવવાનો હતો તે વિષેનો મારો વિચાર હું માંડી વાળીશ.


કદાચ યહૂદાના વંશજો હું તેમના પર જે વિપત્તિ લાવવા ધારું છું તે વિષે સાંભળીને તેઓ પોતે પોતાનાં દુરાચરણ તજે અને હું તેમના અપરાધો અને પાપોની ક્ષમા આપું.”


હે રાજા, મારા સ્વામી, હું તને વિનંતી કરું છું કે મને ફરીથી રાજમંત્રી યોનાથાનના ઘરના કેદખાનામાં પૂરશો નહિ, નહિ તો હું ત્યાં મૃત્યુ પામીશ”


હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ.


“અમે તને આગ્રહપૂર્વક આજીજી કરીએ છીએ કે તું તારા ઈશ્વર પ્રભુને અમારે માટે એટલે, આ સમગ્ર બચી ગયેલા શેષ સમુદાય માટે પ્રાર્થના કર. કારણ, તું જુએ છે કે ઘણામાંથી અમે થોડા જ બચ્યા છીએ.


પ્રભુએ પોતાનો ઉગ્ર કોપ પૂરેપૂરો ઉતાર્યો છે. સિયોનમાં તેમણે આગ લગાડી છે, જેનાથી તે બળીને ભસ્મીભૂત થયું છે.


તેથી હે મનુષ્યપુત્ર, દેશનિકાલ થનાર માણસની જેમ તારો સરસામાન તૈયાર કર અને તેમના દેખતાં ધોળે દિવસે બીજે સ્થળે જવા ચાલી નીકળ. આમ તો તેઓ બંડખોર તો છે, છતાં કદાચ તેઓ સમજે.


તેથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું ક્રોધે ભરાઇને વાવાઝોડું, ધોધમાર વરસાદ અને કરા મોકલીશ અને તે ભીંતને પાડી નાખીશ.


“હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને તમને ચેતવું છું કે મારો કોપ રેડી દઈને હું મારા બાહુબળ વડે અને મારી પૂરી તાક્તથી તમારા પર શાસન કરીશ.


જેમ લોકો રૂપાને, તાંબાને, લોઢાને, સીસાને અને કલાઇને ભઠ્ઠીમાં ભેગા કરીને તેમને આગથી ગાળે છે તેમ હું તમને મારા રોષમાં અને ક્રોધમાં આ શહેરમાં એકત્ર કરીને પિગાળીશ.


“એ રીતે મારો કોપ અને રોષ પૂરો થશે અને ત્યારે જ મને નિરાંત વળશે. મારો કોપ શમશે ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ મારા આવેશમાં બોલ્યો છું.


તેથી હું પણ તેમની સાથે રોષપૂર્ણ વ્યવહાર કરીશ. હું તેમના પ્રત્યે દયાદષ્ટિ રાખીશ નહિ કે તેમને બચાવીશ નહિ. તેઓ મારા કાનમાં ગમે તેટલા મોટે સાદે પોકારશે તો યે હું તેમનું સાંભળીશ નહિ.”


મોશેના નિયમશાસ્ત્રમાં લખ્યા મુજબની જ શિક્ષા અમને થઈ છે. તેમ છતાં હે પ્રભુ, અમારા ઈશ્વર, અમે હજુ સુધી અમારાં પાપથી વિમુખ થઈને અને તમારા સત્યને અનુસરીને તમને પ્રસન્‍ન કર્યા નથી.


હે ઈશ્વર, અમારું સાંભળો. અમારા તરફ દષ્ટિ કરો અને અમારું દુ:ખ તેમજ તમારા નામથી ઓળખાતા શહેરની દુર્દશા જુઓ. અમારાં કોઈ સત્કર્મોને લીધે નહિ, પણ તમારી દયાને આધારે અમે તમને વિનંતી કરીએ છીએ.


તેઓ તેમનાં પાપને લીધે પૂરેપૂરું સહન કરે અને મને શોધતા મારી પાસે આવે ત્યાં સુધી હું તેમને તજી દઈશ. કદાચ તેમનાં દુ:ખોમાં તેઓ મને શોધવાનો યત્ન કરે.”


પ્રભુ કહે છે, “હજી પણ તમે ખરા દિલથી તમારા પાપથી પાછા ફરો અને ઉપવાસ, વિલાપ અને રુદન સાથે મારી તરફ ફરો.


તમારાં ભગ્ન હૃદયોમાં શોક છે એવું દેખાવા દો, કારણ, તમે માત્ર તમારાં વસ્ત્રો ફાડો એટલું પૂરતું નથી. પ્રભુ, તમારા ઈશ્વર પાસે પાછા આવો. તે દયાળુ અને કરુણાથી ભરપૂર છે. તે ધીરજવાન છે અને પોતાનું વચન પાળે છે; તે શિક્ષા નહિ, પણ ક્ષમા કરવાને હમેશાં તત્પર છે.


સઘળા લોકો અને પશુઓએ કંતાનનાં વસ્ત્ર ધારણ કરવાં. સૌએ ઈશ્વર આગળ ખરા દિલથી પ્રાર્થના કરવી, અને પોતાના દુષ્ટ માર્ગો તથા જુલમ તજી દેવાં.


તમારા પૂર્વજો જેવા ન બનો. વર્ષો પૂર્વે સંદેશવાહકોએ તેમને દુષ્ટ જીવન ન ગાળવા અને પોતાનાં પાપનો ત્યાગ કરવાનો સંદેશ આપ્યો. પણ તેમણે મારું સાંભળ્યું નહિ કે મને આધીન થયા નહિ.


પ્રભુએ મોશેને કહ્યું, “હવે તું થોડા સમયમાં તારા પૂર્વજો સાથે પોઢી જશે. પછી આ લોકો મારી વિરુધ થઈ જશે, તેઓ મારો ત્યાગ કરશે અને મને બેવફા નીવડીને જે દેશમાં તેઓ વસવા જાય છે ત્યાંનાં અન્ય દેવદેવીઓને અનુસરશે, અને એમ તેમની સાથેનો મારો કરાર ઉથાપશે.”


એમ થશે ત્યારે મારો કોપ તેમની વિરુધ સળગી ઊઠશે. હું વિમુખ થઈને તેમનો ત્યાગ કરીશ અને તેઓ શત્રુઓનો ભક્ષ થઈ પડશે. તેમને માથે ઘણાં દુ:ખ અને સંકટ આવી પડશે. ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી સાથે નહિ હોવાને લીધે જ આ દુ:ખો આપણી પર આવી પડયાં છે.’


Lean sinn:

Sanasan


Sanasan