Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 36:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પછી યર્મિયાએ બારૂખને આવી સૂચના આપી, “મારા પર પ્રતિબંધ છે તેથી હું પ્રભુના મંદિરમાં જઈ શકું તેમ નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યર્મિયાએ બારુખને આજ્ઞા આપી કે, હું તો કેદમાં પડયો છું. હું યહોવાના મંદિરમાં જઈ શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારબાદ યર્મિયાએ બારુખને આજ્ઞા આપી અને કહ્યું કે, “હું કેદમાં છું અને મને યહોવાહના ઘરમાં જવાનો નિષેધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યારબાદ યર્મિયાએ બારૂખને આ પ્રમાણે કહ્યું, “મને યહોવાના મંદિરમાં જવાનો નિષેધ છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 36:5
15 Iomraidhean Croise  

એ દરમિયાન હું મહેટાબએલના પુત્ર દલાયાના પુત્ર શમાયાને મળવા તેને ઘેર ગયો, કારણ, તે ઘર બહાર નીકળી શકે તેમ નહોતો. તેણે મને કહ્યું, “તું અને હું મંદિરના પવિત્રસ્થાનમાં જઈને ત્યાં સંતાઈ જઈએ અને બારણાં બંધ કરી દઈએ. કારણ, તેઓ તને મારી નાખવા આવનાર છે. ગમે તે રાતે તેઓ તને મારી નાખવા આવી ચડશે.”


તમે મને એવો રોગિષ્ટ બનાવ્યો છે કે મારા મિત્રો પણ મારાથી દૂર રહે છે; તમે મને તેઓ માટે ખૂબ ઘૃણાપાત્ર બનાવ્યો છે. હું અલાયદો રખાયો છું અને અહીંથી બહાર નીકળી શક્તો નથી.


તેથી તેણે યર્મિયાને ફટકા મરાવીને મંદિરના ઉપલા બિન્યામીન દરવાજાએ તેના પગ લાકડાની હેડમાં પૂર્યા.


અને મારા ક્કાનો પુત્ર હનામએલ તથા વેચાણખત પર સાક્ષીઓ તરીકે સહીં કરનાર માણસો અને ચોકીદારોના ચોકમાં જે યહૂદીઓ હાજર હતા તેમની રૂબરૂમાં એ વેચાણખત માઅસેયાના પૌત્ર અને નેરિયાના પુત્ર બારૂખના હાથમાં આપ્યું.


એ સમયે બેબિલોનના રાજાના લશ્કરે યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો અને યર્મિયાને રાજમહેલના ચોકીદારોના ચોકમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો.


યર્મિયા હજુ ચોકીદારોના ચોકમાં રખાયો હતો, ત્યારે પ્રભુનો સંદેશ તેને બીજીવાર મળ્યો.


તેઓ યર્મિયા પર ક્રોધે ભરાયા અને તેને ફટકા મરાવ્યા. પછી તેમણે તેને રાજ્યમંત્રી યોનાથાનના ઘરમાં કેદી તરીકે પૂરી દીધો; કારણ, તે ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું.


યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા ચોકીદારોના ચોકમાં જ રહ્યો.


તેથી તેઓએ યર્મિયાને પકડી લીધો અને તેને ચોકીદારોના ચોકમાં રાજકુમાર માલ્ખીયાના તાબા હેઠળના ટાંકામાં દોરડાં વડે ઉતારીને અંદર નાખી દીધો. ટાંકામાં પાણી નહોતું; ફક્ત ક્દવ હતો અને તેથી યર્મિયા ક્દવમાં ખૂંપી ગયો.


હવે હું તારા હાથો પરથી સાંકળો કાઢી નાખીને તને મુક્ત કરું છું. જો તારે મારી સાથે બેબિલોન આવવું હોય તો ભલે આવ. હું તારી સંભાળ રાખીશ, પણ તને બેબિલોન આવવું પસંદ ન હોય તો ન આવીશ. આખો દેશ તારે માટે ખુલ્લો છે; જે જગ્યા તને સારી અને યોગ્ય લાગે ત્યાં જઈને રહેજે.”


શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? જો કે હું પાગલ જેવો લાગું, છતાં કહીશ કે, તેમના કરતાં હું ચડિયાતો સેવક છું! મેં સખત ક્મ કર્યું છે, વધુ વખત જેલમાં રહ્યો છું, ઘણીવાર મને ફટકા પડયા છે અને ઘણીવાર હું મરણની સાવ નજીક પહોંચ્યો છું.


આ કારણથી તમ બિનયહૂદીઓને માટે ઈસુ ખ્રિસ્તનો કેદી, હું પાઉલ, ઈશ્વરને પ્રાર્થના કરું છું.


કારણ, હાલ જેલમાં સાંકળોથી બંધાયેલો હોવા છતાં હું શુભસંદેશનો રાજદૂત છું. મારે જે રીતે બોલવું જોઈએ તે રીતે હિંમતથી બોલી શકું માટે પ્રાર્થના કરો.


તે શુભસંદેશ પ્રગટ કરવાને લીધે હું દુ:ખ સહન કરું છું. હું સાંકળોથી બંધાયેલો છું, પણ પ્રભુનો સંદેશ બંધનમાં નથી.


કેટલાકની મશ્કરી કરવામાં આવી અને કોરડા મારવામાં આવ્યા, બીજા કેટલાકને બાંધીને જેલમાં પૂરવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan