Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 36:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેથી યર્મિયાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને બારૂખે યર્મિયાને પ્રભુ તરફથી મળેલા સર્વ સંદેશાઓ યર્મિયાના લખાવ્યા પ્રમાણે તે વીંટામાં લખી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે યર્મિયાએ નેરિયાના પુત્ર બારુખને બોલાવ્યો; અને યહોવાએ જે વચનો કહ્યાં હતાં તે સર્વ, યર્મિયાના બોલવા પ્રમાણે, બારુખે ઓળિયામાં લખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી યર્મિયાએ નેરિયાના દીકરા બારુખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારુખે યહોવાહના બધા ભવિષ્યવચનો ઓળિયામાં લખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેથી યર્મિયાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારૂખે બધા ભવિષ્યવચનો લખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 36:4
22 Iomraidhean Croise  

પ્રભુએ મને કહ્યું, “હવે તું જઈને લોકો કેવા દુષ્ટ છે તે તેમની રૂબરૂમાં આ બધું એક પાટી પર લખ અને પુસ્તકમાં નોંધી લે; જેથી તે ભવિષ્યમાં કાયમી સાક્ષી તરીકે કામ લાગે.”


પ્રભુએ મને કહ્યું, “એક મોટી લેખનપાટી લઈને તે પર મોટા અક્ષરે ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ (ત્વરિત લૂંટાલૂંટ, ઝડપી લૂંટાલૂંટ) લખ.


મેં બેબિલોન દેશ વિરુદ્ધ જે જે ધમકી ઉચ્ચારી છે અને યર્મિયા બધી પ્રજાઓ વિરુદ્ધ જે બોલ્યો છે અને આ પુસ્તકમાં નોંધાયેલું છે તે પ્રમાણે હું આફતો લાવીશ.


“ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે, મેં તને જે જે સંદેશાઓ આપ્યા છે તે બધા તું એક પુસ્તકમાં લખી લે.


અને મારા ક્કાનો પુત્ર હનામએલ તથા વેચાણખત પર સાક્ષીઓ તરીકે સહીં કરનાર માણસો અને ચોકીદારોના ચોકમાં જે યહૂદીઓ હાજર હતા તેમની રૂબરૂમાં એ વેચાણખત માઅસેયાના પૌત્ર અને નેરિયાના પુત્ર બારૂખના હાથમાં આપ્યું.


પછી મંત્રીઓએ યેહૂદીને (જે નથાન્યાનો પુત્ર, શેલેમ્યાનો પૌત્ર અને કૂશીનો પ્રયૌત્ર હતો) બારૂખ પાસે મોકલીને કહેવડાવ્યું. “જે ચર્મપત્રોના વીંટામાંથી તેં લોકોને વાંચી સંભળાવ્યું તે લઈને અહીં આવ” તેથી નેરિયાનો પુત્ર બારૂખ વીંટો લઈને તેમની પાસે ગયો.


રાજાએ યેહૂદીને તે વીંટો લઈ આવવા મોકલ્યો અને તે એલિશામાના ખંડમાંથી તે લઈ આવ્યો અને યેહૂદીએ રાજા અને તેની આસપાસ ઊભા રહેલા મંત્રીઓ સમક્ષ તે વાંચી સંભળાવ્યો.


યેહૂદી ત્રણ કે ચાર પૃષ્ઠ વાંચતો કે રાજા તરત જ તે વાંચેલો ભાગ ચપ્પુથી કાપીને સગડીના અગ્નિમાં ફેંક્તો એમ આખો વીંટો સગડીના અગ્નિમાં બાળી નાખવામાં આવ્યો.


એને બદલે, રાજાએ રાજકુમાર યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને લહિયા બારૂખની અને સંદેશવાહક યર્મિયાની ધરપકડ કરવાનો હુકમ કર્યો; પરંતુ પ્રભુએ તેમને સંતાડી રાખ્યા.


યર્મિયાએ લખાવ્યા પ્રમાણે બારૂખે લખેલા સંદેશાઓનો વીંટો રાજાએ બાળી નાખ્યો તે પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો.


બીજો વીંટો લે અને યહોયાકીમ રાજાએ બાળી નાખેલા પ્રથમ વીંટામાં જે લખેલું હતું તે બધું જ તેના પર લખાવ:


પછી યર્મિયાએ ચર્મપત્રનો બીજો વીંટો લીધો અને લહિયા બારૂખને આપ્યો. યહોયાકીમ રાજાએ બાળી નાખેલા વીંટામાં હતા તે બધા સંદેશાઓ તેણે યર્મિયાના લખાવ્યા પ્રમાણે તેમાં લખ્યા. વળી, એ પ્રકારના બીજા સંદેશાઓ પણ તેમાં ઉમેરવામાં આવ્યા.


માટે તું મંદિરમાં જઈને મેં તને વીંટામાં લખાવેલા પ્રભુના સંદેશાઓ પ્રભુના મંદિરમાં ઉપવાસને દિવસે લોકોની આગળ અને યહૂદિયાનાં જુદાં જુદાં નગરોમાંથી આવનાર લોકોની આગળ વાંચી સંભળાવ.


આ તો નેરિયાના પુત્ર બારૂખે તને અમારી વિરુદ્ધ ઉશ્કેર્યો છે; જેથી અમે ખાલદીઓના હાથમાં આવી પડીએ, અને તેઓ અમને મારી નાખે અથવા અમને બેબિલોન દેશમાં દેશનિકાલ કરે.”


માહસેયાનો પૌત્ર અને નેરિયાનો પુત્ર સરાયા, સિદકિયા રાજાનો અંગત મંત્રી હતો. યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના ચોથા વર્ષે સરાયા રાજાની સાથે બેબિલોન ગયો. ત્યારે યર્મિયાએ તેને અમુક કામગીરી સોંપી હતી.


યર્મિયાએ બેબિલોન પર આવી પડનાર વિનાશ વિષેના સંદેશા તથા બેબિલોન વિષેની અન્ય બધી વાતો એક પુસ્તકમાં લખી નાખી.


ત્યારે મેં મારા તરફ એક હાથ લંબાતો જોયો. તે હાથમાં પુસ્તકનો એક વીંટો હતો.


બેબિલોનના રાજા બેલ્શાસ્સારના અમલના પ્રથમ વર્ષે મને સ્વપ્ન આવ્યું અને તે રાત્રે મને દર્શન થયું.


મેં ફરીથી નજર કરી તો આ વખતે મેં આકાશમાં ઊડતું ઓળિયું જોયું.


આ પત્રને લખી આપનાર હું તેર્તિયસ તમને પ્રભુમાં શુભેચ્છા પાઠવું છું.


Lean sinn:

Sanasan


Sanasan