Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 36:31 - પવિત્ર બાઇબલ C.L.

31 હું રાજાને તથા તેના વંશજોને અને મંત્રીઓને તેમના અપરાધો માટે સજા કરીશ; કારણ, જે બધી વિપત્તિ તેમના પર લાવવાની મેં તેમને ચેતવણી આપી હતી તેની અવગણના કરીને તેમણે તે વિપત્તિઓ પોતાના પર, યરુશાલેમના રહેવાસીઓ પર અને યહૂદિયાના લોકો પર તેમણે વહોરી લીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 હું તેને, તેનાં સંતાનને તથા તેના સેવકોને તેઓનાં દુષ્કર્મોને લીધે શિક્ષા કરીશ; અને તેઓનાં પર જે વિપત્તિ લાવવા વિષે હું બોલ્યો છું, ને તેઓએ સાંભળ્યું નહિ, તે સર્વ વિપત્તિઓ હું તેઓ પર, યરુશાલેમના રહેવાસીઓ પર તથા યહૂદિયાના માણસો પર લાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 હું તને, તારા વંશજોને તથા તારા અમલદારોને તેઓનાં દુષ્કૃત્યો માટે સજા કરીશ. અને તમારા પર, યરુશાલેમના રહેવાસીઓ પર અને યહૂદિયાના લોકો પર મેં જે વિપત્તિ લાવવા વિષે કહ્યું હતું તે તમારી પર લાવીશ. મેં તમને ચેતવ્યા, પણ તમે સાંભળ્યું નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 હું તને, તારા વંશજોને તથા તારા અમલદારોને તેમનાં દુષ્કૃત્યો માટે સજા કરીશ, અને તમારા પર, યરૂશાલેમના વતનીઓ પર અને યહૂદિયાના લોકો પર મેં જે જે અનિષ્ટ લાવવાની ધમકી આપી હતી તે તમારી પર અવશ્ય ત્રાટકશે, મેં તેઓને ધમકી આપી હતી પણ તેમણે સાંભળ્યું નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 36:31
16 Iomraidhean Croise  

દુષ્ટોના અન્યાય માટે ઈશ્વર તેમને સજા કરશે અને તેમની દુષ્ટતા માટે તેમનો સંહાર કરશે; પ્રભુ, આપણા ઈશ્વર તેમનો વિનાશ કરશે.


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


છતાં તેઓ આધીન થયા નહિ, કે ધ્યાન આપ્યું નહિ, પણ એને બદલે તેઓ સૌ પોતાના દયના દુરાગ્રહને અનુસર્યા. મેં તેમને આજ્ઞા આપી હતી પણ તેમણે કરારની શરતો પાળી નહિ. તેથી એ બધી શરતો મુજબની સજા હું તેમના પર લાવ્યો છું.”


મારો પીછો કરનારા ભલે શરમાય, પણ હું લજ્જિત ન થાઉ; તેઓ ભલે ભયભીત થાય, પણ હું ભયભીત ન થાઉ. તેમના પર આફત મોકલી આપો, અને તેમનો સદંતર નાશ કરો.


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ નગર અને તેની આસપાસનાં સર્વ નગરો પર હું મારા કહ્યા પ્રમાણે નાશ લાવીશ. કારણ, તેમણે જક્કી બનીને મારો સંદેશ સાંભળ્યો નથી.”


સંદેશવાહક, યજ્ઞકાર કે લોકમાંથી કોઈ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ વાપરશે તો હું તેને અને તેના કુટુંબને પણ સજા કરીશ.


તેથી હું પ્રભુ તેને વિષે આ પ્રમાણે કહું છું: હું શમાયાને અને તેનાં સંતાનોને સજા કરીશ. તેના વંશમાં કોઈ વ્યક્તિ આ પ્રજામાં બચશે નહિ અને હું મારા લોકને જે સુખશાંતિના દિવસો આપીશ તે જોવા તે જીવતો રહેશે નહિ; કારણ, તેણે મારા લોકને મારી વિરુદ્ધ બંડ કરવા ઉશ્કેર્યા છે. હું પ્રભુ આ બોલું છું.”


તેથી હવે હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહું છું કે હું યહૂદિયા અને યરુશાલેમના બધા લોકો પર મારી ચેતવણી અનુસાર બધી આફતો લાવીશ; કારણ, મેં તેમને કહ્યા કર્યું પણ તેમણે સાંભળ્યું નથી અને મેં તેમને બોલાવ્યા ત્યારે તેમણે ઉત્તર આપ્યો નથી.”


યહોયાકીમ રાજાની જેમ સિદકિયા રાજાએ પણ પ્રભુની દષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


હવે થોડી જ વારમાં હું મારો કોપ તમારા પર રેડી દઈશ અને મારો રોષ તમારા પર ઠાલવીશ. તમારા દુરાચાર અનુસાર તમારો ન્યાય કરીશ અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ.


હું તમારી દયા ખાઈશ નહિ કે તમને જોઈને છોડી દઈશ નહિ. હું તમારાં આચરણ અનુસાર અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ ત્યારે તમે જાણશો કે તમને સજા કરનાર તો હું પ્રભુ છું.


પ્રભુએ કહ્યું, “જો તમે મારું કહ્યું નહિ સાંભળો, અને મારી આજ્ઞાઓને આધીન નહિ થાઓ;


ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan