Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 36:24 - પવિત્ર બાઇબલ C.L.

24 આ બધા સંદેશાઓ સાંભળ્યા પછી પણ રાજા કે તેના મંત્રીઓ એનાથી ભયભીત થયા નહિ કે પોતાનાં વસ્ત્ર ફાડીને શોક દર્શાવ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 રાજાએ તથા તેના જે સર્વ સેવકોએ આ બધાં વચનો સાંભળ્યાં તેઓ બીધા નહિ, તથ પોતાનાં વસ્ત્રો ફાડયાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આ બધું જ સાંભળ્યા પછી પણ રાજાએ કે તેના અમલદારોએ ન તો ગભરાટ વ્યકત કર્યો કે ન તો પોતાના વસ્ત્રો ફાડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 આ બધું જ સાંભળ્યા પછી પણ રાજાએ કે તેના અમલદારોએ ન તો ગભરાટ વ્યકત કર્યો કે ન તો પશ્ચાતાપમાં કપડાં ફાડ્યાં;

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 36:24
20 Iomraidhean Croise  

રૂબેને જ્યારે ખાડાની પાસે આવીને જોયું કે યોસેફ ખાડામાં નથી ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડયાં.


યાકોબે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને શોક દર્શાવવા માટે પોતાની કમરે શ્વેત અળસીરેસાનું વસ્ત્ર વીંટાળ્યું. પોતાના દીકરાને માટે તેણે ઘણા દિવસો સુધી શોક કર્યો.


દાવિદે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં. તેના બધા માણસોએ પણ તેમજ કર્યું.


એલિયા બોલી રહ્યો એટલે આહાબે પોતાનાં વ ફાડયાં, અને તેમને બદલી નાખીને અળસી રેસાનાં શ્વેત વ પહેર્યાં. તેણે ખોરાક લેવાની ના પાડી અને શણિયામાં સૂઈ રહ્યો. તે ઉદાસ થઈને શોક કરવા લાગ્યો.


પરંતુ તું તો ઈશ્વરપરાયણતાને દાબી દે છે, અને ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવને અવરોધે છે.


અપરાધ દુષ્ટના દયને પ્રેરે છે, તેની દષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહિ.


તે પોતાના મનમાં અહંકાર કરે છે કે, ન તો તેનો અપરાધ જડશે, ન તો તેનો તિરસ્કાર થશે.


તેઓ પોતાનાં કાવતરાંમાં એકબીજાને ઉત્તેજન આપે છે, અને ગુપ્ત રીતે જાળો ક્યાં બિછાવવી તેની મસલત કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જોનાર છે?”


પછી ફેરો ત્યાંથી પાછો પોતાને ઘેર ગયો. છતાં આ વાત વિષે તેણે વિચાર સરખોય કર્યો નહિ,


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


તે પછી એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને આશ્શૂરના મુખ્ય લશ્કરી અધિકારીએ કહેલી સર્વ વાતથી હિઝકિયા રાજાને વાકેફ કર્યો.


હિઝકિયા રાજાએ એ અહેવાલ સાંભળતાની સાથે જ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને શરીરે શણિયું વીંટાળીને પ્રભુના મંદિરમાં જઈ પહોંચ્યો.


તે સાંભળીને તેમણે ભયથી એકબીજા તરફ જોયું અને બારૂખને કહ્યું, “અમારે રાજાને આ વિષે જાણ કરવી જ પડશે.”


પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.”


એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો.


ન્યાયને દિવસે નિનવેહના લોકો તમને દોષિત ઠરાવશે. કારણ, યોનાનો ઉપદેશ સાંભળીને તેઓ પોતાનાં પાપથી પાછા ફર્યા હતા. પણ અહીં યોના કરતાં પણ મહાન એવો એક છે.


ઈશ્વરનો ડર રાખવાનું તેઓ શીખ્યા નથી.”


Lean sinn:

Sanasan


Sanasan