Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 36:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પછી મંત્રીઓએ યેહૂદીને (જે નથાન્યાનો પુત્ર, શેલેમ્યાનો પૌત્ર અને કૂશીનો પ્રયૌત્ર હતો) બારૂખ પાસે મોકલીને કહેવડાવ્યું. “જે ચર્મપત્રોના વીંટામાંથી તેં લોકોને વાંચી સંભળાવ્યું તે લઈને અહીં આવ” તેથી નેરિયાનો પુત્ર બારૂખ વીંટો લઈને તેમની પાસે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેથી સર્વ સરદારોએ કૂશીના પુત્ર શેલેમ્યાના પુત્ર નથાન્યાના પુત્ર યેહૂદીને બારુખની પાસે મોકલીને કહેવડાવ્યું, “જે ઓળિયું તેં લોકની આગળ વાંચી સંભળાવ્યું તે તારા હાથમાં લઈને અહીં આવ.” તે પ્રમાણે નેરિયાનો પુત્ર બારુખ પોતાના હાથમાં તે ઓળિયું લઈને તેઓની પાસે આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી સર્વ અધિકારીઓએ કૂશીના દીકરા શેલેમ્યાના દીકરા નથાન્યાના દીકરા યેહૂદીને બારુખ પાસે મોકલીને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું તારા હાથમાં લઈને અહીં આવ.” તેથી નેરિયાના દીકરા બારુખે ઓળિયું હાથમાં લઈને અમલદારો પાસે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી અમલદારોએ કૂશીના પુત્ર, શેલેમ્યાના પુત્ર, નથાન્યાના પુત્ર યેહૂદીને મોકલી બારૂખને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું લઇને અહીં આવ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 36:14
12 Iomraidhean Croise  

યહૂદિયાના અમલદારો અને સૈનિકોમાંથી જે શરણે ગયા નહોતા તેમણે એ સાંભળ્યું. તેઓ મિસ્પામાં ગદાલ્યા સાથે જોડાયા. આ અમલદારોમાં નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, યોહાનાનનો પુત્ર કારેયા, નયેશ નગરના તાન હુમેથનો પુત્ર સરાયા અને માઅખાનો યઝાન્યા હતા.


તેમણે કહ્યું “એક ચર્મપત્રનો વીંટો લે અને તેમાં ઇઝરાયલ, યહૂદિયા અને બીજી બધી પ્રજાઓ વિષે યોશિયાના સમયથી અત્યાર સુધી મેં તને જે જે કહ્યું તે બધું તેમાં લખ.


રાજાએ યેહૂદીને તે વીંટો લઈ આવવા મોકલ્યો અને તે એલિશામાના ખંડમાંથી તે લઈ આવ્યો અને યેહૂદીએ રાજા અને તેની આસપાસ ઊભા રહેલા મંત્રીઓ સમક્ષ તે વાંચી સંભળાવ્યો.


તેથી યર્મિયાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને બારૂખે યર્મિયાને પ્રભુ તરફથી મળેલા સર્વ સંદેશાઓ યર્મિયાના લખાવ્યા પ્રમાણે તે વીંટામાં લખી લીધા.


તેથી નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હુમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો અને માઅખાથીનો વતની યઝાન્યા તથા તેના માણસો ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા.


પછી યોહાનાને અને તેની સાથેના સેનાનાયકોએ બાકી રહેલા લોકોનો કબજો સંભાળી લીધો અને તેઓ તેમને ગિબઓનથી પાછા લાવ્યા. ગદાલ્યાની હત્યા કર્યા પછી જે લોકોને ઇશ્માઈલ કેદી તરીકે લઈ ગયો હતો, તેમાં પુરૂષો, સ્ત્રીઓ, બાળકો અને રાજમહેલના અધિકારીઓનો સમાવેશ થતો હતો.


આમોનના પુત્ર યહૂદિયાના રાજા યોશિયાના અમલમાં, હિઝકિયાના પુત્ર અમાર્યાના પુત્ર ગદાલ્યાના પુત્ર કૂશીના પુત્ર સફાન્યાને પ્રભુ તરફથી મળેલો આ સંદેશો છે.


જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.


જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.


Lean sinn:

Sanasan


Sanasan