Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 35:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હું યહોવાના મંદિરમાં લાવ્યો; સરદારોના ઓરડાની પાસે દરવાન શાલુમના પુત્ર માસેયાના ઓરડા ઉપર, ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં મેં તેઓને ભેગા કર્યા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું યહોવાહના ઘરમાં લાવ્યો. સરદારોના ઓરડાઓ પાસે દરવાન શાલ્લુમના દીકરા માસેયાના ઓરડાની ઉપર ઈશ્વરના પુરુષ ગદાલ્યાના દીકરા હનાનના દીકરાના ઓરડામાં મેં તેઓને ભેગા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મંદિરમાં તેઓને ગદાલ્યાના પુત્ર હનાન પ્રબોધકના પુત્રોને આપવામાં આવેલા ઓરડામાં લઇ આવ્યો. આ ઓરડો મહેલના અધિકારીના ઓરડા પાસે તથા મંદિરના દરવાન શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડાની બરોબર પર હતો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 35:4
35 Iomraidhean Croise  

પણ ઈશ્વરે પોતાના સંદેશવાહક શમાયાને બિન્યામીનનાં કુળોના સર્વ લોકોને આ પ્રમાણેનો સંદેશો આપવા જણાવ્યું.


પ્રભુ તરફથી સંદેશ મળતાં યહૂદિયામાંથી એક ઈશ્વરભક્ત બેથેલ ગયો ને યરોબામ બલિનું દહન કરવા વેદી આગળ ઊભો હતો ત્યાં પહોંચી ગયો.


વૃદ્ધ સંદેશવાહકે એ સાંભળતાં કહ્યું, “એ તો પ્રભુની આજ્ઞા ઉથાપનાર ઈશ્વરભક્ત છે! પ્રભુએ કહ્યું હતું તેમ તેમણે જ સિંહને તેના પર હુમલો કરી તેને મારી નાખવા મોકલ્યો.


વિધવાએ એલિયાને કહ્યું, “ઓ ઈશ્વરભક્ત, તમે મને આમ કેમ કર્યું? તમે અહીં ઈશ્વરને મારાં પાપની યાદ દેવડાવવા અને મારા પુત્રનું મરણ નિપજાવવા આવ્યા હતા?”


તેણે કહ્યું, “હવે હું જાણું છું કે તમે ઈશ્વરભક્ત છો અને પ્રભુ સાચે જ તમારી મારફતે બોલે છે.”


એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.”


પછી તેણે એલિયાને પકડી લાવવા એક અધિકારીને તેના પચાસ માણસો લઈને મોકલ્યો. અધિકારીને એલિયા એક ટેકરીની ટોચ પર બેઠેલો મળી આવ્યો એટલે તેણે કહ્યું, “ઈશ્વરભક્ત, તમે નીચે ઊતરી આવો એવો રાજાનો હુકમ છે.”


પછી યહોયાદાએ એક પેટી લીધી અને તેના ઢાંકણામાં છેદ પાડીને તેને પ્રભુના મંદિરમાં પ્રવેશતાં જમણી તરફ વેદી પાસે મૂકી. પ્રવેશદ્વારે સંરક્ષણ સેવા બજાવતા યજ્ઞકારો ભજનિકોએ આપેલાં બધાં નાણાં એ પેટીમાં નાખતા.


વળી, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને તેના પછીના દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ મહત્ત્વના દ્વારપાળ યજ્ઞકારોને લઈ ગયો.


તેથી નામાને યર્દનમાં જઈને ઈશ્વરભક્ત એલિશાએ આપેલી સૂચના પ્રમાણે સાતવાર ડૂબકી મારી અને તે સંપૂર્ણ સાજો થઈ ગયો. તેનું માંસ બાળકના માંસ જેવું તંદુરસ્ત અને નીરોગી થઈ ગયું.


એવામાં ઈશ્વરભક્ત એલિશાના સેવક ગેહજીએ પોતાના મનમાં કહ્યું, “મારા ગુરુએ નામાનને તેની પાસેથી બદલામાં કશું લીધા વિના જવા દીધો! એ અરામી તેમને જે આપતો હતો તે તેમણે સ્વીકારી લેવાની જરૂર હતી. પ્રભુના જીવના સમ હું તેની પાછળ દોડીશ અને તેની પાસેથી કંઈક મેળવીશ.”


તેથી ઈશ્વરભક્તની ચેતવણી પ્રમાણે ઇઝરાયલના રાજાએ એ જગ્યામાં રહેતા તેના માણસોને ચેતવીને સાવધ કરી દીધા. આવું તો અનેકવાર બન્યું.


હવે એવું બન્યું કે ઇઝરાયલના રાજાએ નગરના દરવાજાનો હવાલો તેના અંગરક્ષકને સોંપ્યો હતો. રાજા એલિશાને મળવા ગયો હતો ત્યારે ઈશ્વરભક્ત એલિશાએ ભવિષ્ય ભાખ્યું હતું તેમ એ અંગરક્ષક લોકોના પગ નીચે ચગદાઈને મરણ પામ્યો.


રાજાના અંગરક્ષકે ઈશ્વરભક્ત એલિશાને કહ્યું, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય તેવું બને ખરું?” એલિશાએ જવાબ આપ્યો, “એવું બનેલું તું જોશે પણ તું પોતે એ ખોરાક ખાવા પામશે નહિ.”


તેઓ મંદિરની પાસે રહેતા; કારણ, મંદિરના રક્ષણની અને રોજ સવારે દરવાજા ખોલવાની જવાબદારી તેમની હતી.


પોતાના પિતા દાવિદે નક્કી કરેલા નિયમો પ્રમાણે તેણે યજ્ઞકારોની તથા સ્તોત્ર ગાવાનાં અને ન્યાય કામોમાં મદદ કરવા લેવીઓની દૈનિક કામગીરીની વ્યવસ્થા ગોઠવી. ઈશ્વરભક્ત દાવિદની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક દરવાજા પર રોજની ફરજ બજાવવા માટે તેણે મંદિરના રક્ષકોની ટુકડીઓની વ્યવસ્થા કરી.


તમારા આંગણામાં એક દિવસ રહેવું તે મારી પસંદગીના કોઈપણ સ્થળે હજાર દિવસ રહેવા કરતાં શ્રેષ્ઠ છે. ધનિક દુષ્ટોના નિવાસોમાં વસવા કરતાં મારા ઈશ્વરના મંદિરને ઉંબરે ઊભા રહેવું મને વધુ પસંદ છે.


યહૂદિયાના રાજા સિદકિયાએ માલ્કિયાના પુત્ર પાશહૂર અને માસૈયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને યર્મિયા પાસે આવી વિનંતી કરવા મોકલ્યા:


પરંતુ યહૂદિયાના અધિકારીઓ આ બનાવ વિષે સાંભળીને રાજમહેલમાંથી મંદિરમાં ઉતાવળે આવ્યા અને મંદિરના નવા દરવાજાના પ્રાંગણમાં બિરાજ્યા. ત્યારે યજ્ઞકારોએ અને સંદેશવાહકોએ અધિકારીઓ અને લોકોને કહ્યું, “આ માણસને દેહાંતદંડની સજા થવી જોઈએ! કારણ, આ માણસે આપણાં નગરની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર્યો છે અને તે તમે બધાએ તમારા કાને સાંભળ્યો છે.”


તેથી હું હબાસીન્યાના પૌત્ર અને યર્મિયાના પુત્ર યાઝાન્યાને, તેના ભાઈઓને અને તેના બધા પુત્રોને અને રેખાબી ગોત્રના તમામ લોકોને પ્રભુના મંદિરમાં લાવ્યો.


તે ઉપરાંત, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને, તેનાથી બીજા દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ દ્વારપાળ યજ્ઞકારોને પણ લઈ ગયો.


બહારના ચોકમાં અંદરના દરવાજાને અડોઅડ એક નાની ઓરડી હતી. તેમાં થઇને દરવાજાના પ્રવેશમાર્ગમાં જવાતું હતું. અહીં દહનબલિ માટેનાં પશુઓના મૃતદેહો ધોવામાં આવતા હતા.


એ રાજાઓએ મારા ઉંબર સામે તેમના ઉંબર અને મારી બારસાખ સામે તેમના મહેલની બારસાખ ઊભાં કર્યાં હતાં. જેથી મારી અને તેમની વચ્ચે માત્ર એક દીવાલ જ હતી. તેમણે પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો વડે મારા પવિત્ર નામને કલંક લગાડયું હતું અને તેથી મારા રોષમાં મેં તેમનો સંહાર કર્યો હતો.


ઈશ્વરભક્ત મોશેએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલી લોકોને જે આશીર્વાદો આપ્યા તે આ પ્રમાણે છે:


પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.


આમ, ઈશ્વરની સેવા કરનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે યોગ્ય બને છે અને સર્વ સારાં કાર્યો કરવાને શક્તિમાન થાય છે.


એક દિવસે યહૂદાકુળના કેટલાક લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યા. તેમનામાંથી કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબે તેને કહ્યું, “ઈશ્વરભક્ત મોશેને પ્રભુએ કાદેશ-બાર્નિયામાં તારે અને મારે વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.


ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “પ્રભુ કહે છે કે, તારા પૂર્વજનું કુટુંબ ઇજિપ્તના રાજા અને તેના લોકની ગુલામીમાં હતું ત્યારે હું તેની આગળ પ્રગટ થયો.


Lean sinn:

Sanasan


Sanasan