11 પરંતુ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે દેશ પર આક્રમણ કર્યું ત્યારે બેબિલોન અને અરામના લશ્કરોથી બચવા પૂરતું અમે યરુશાલેમમાં આશ્રય લેવાનું નક્કી કર્યું હતું. અને એટલા માટે જ અત્યારે અમે યરુશાલેમમાં રહીએ છીએ.”
11 પણ જ્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર આ દેશ પર ચઢી આવ્યો, ત્યારે અમે કહ્યું, ચાલો ખાલદીઓના સૈન્યની તથા અરામીઓના સૈન્યની બીકને લીધે આપણે યરુશાલેમમાં [રહેવા] જઈએ. તેથી અમે યરુશાલેમમાં રહીએ છીએ.”
11 પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઈ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ખાલદીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમે કહ્યું, ‘ચાલો, આપણે યરુશાલેમ જતા રહીએ, તેથી અમે યરુશાલેમમાં રહીએ છીએ.”
11 પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઇ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ‘બાબિલવાસીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમારે યરૂશાલેમ ભાગી જવું.’ અને આમ અમે યરૂશાલેમમાં વસીએ છીએ.”
તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.
તે પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો, “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે. યહૂદિયાના લોકો અને યરુશાલેમના રહેવાસીઓ પાસે જઈને તેમને કહે કે પ્રભુ આમ કહે છે: આ જોઈને તમે મારો સંદેશો માનવાની શિખામણ નહિ સ્વીકારો?
લોકોએ કહ્યું, “આપણે શા માટે બેસી રહ્યા છીએ? ચાલો, આપણે એકત્ર થઈને કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મોત વહોરી લઈએ. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ આપણો નાશ નિશ્ર્વિત કર્યો છે. આપણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે તેથી તેમણે આપણને ઝેર પીવા આપ્યું છે.