Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 34:8 - પવિત્ર બાઇબલ C.L.

8 સિદકિયા રાજાએ યરુશાલેમના સર્વ લોકો સાથે ગુલામોની મુક્તિની જાહેરાત કરવાનો કરાર કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યરુશાલેમમાં રહેલા લોકોને છુટકારાની જાહેરખબર આપવાનો કરાર સિદકિયા રાજાએ યરુશાલેમમાંના સર્વ લોકોની સાથે કર્યો હતો, ત્યાર પછી જે વચન યહોવાથી યર્મિયાની પાસે આવ્યું તે નીચે પ્રમાણે હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહૂદિયાના રાજા સિદકિયાએ યરુશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યર્મિયાની પાસે યહોવાહનું જે વચન આવ્યું તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહૂદિયાના રાજા સિદકિયાએ યરૂશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 34:8
18 Iomraidhean Croise  

યહોયાદા યજ્ઞકારે યોઆશ રાજા અને લોકોની પાસે પ્રભુની સાથે કરાર કરાવ્યો કે તેઓ પ્રભુના જ લોકો બની રહેશે; તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કરાવ્યો.


યહોયાદા યજ્ઞકારે યોઆશ રાજા, લોકો અને પોતાના તરફથી એવો કરાર કર્યો કે તેઓ સૌએ પ્રભુના નિષ્ઠાવાન લોક બની રહેવું.


“પ્રભુનો આપણા પરનો કોપ શમી જાય તે માટે મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સાથે કરાર કરવાનો નિર્ણય કર્યો છે.


“આ જે સઘળું બન્યું છે તેને લીધે અમે ઇઝરાયલી લોકો લેખિતમાં ગંભીર પ્રતિજ્ઞા કરીએ છીએ, અને અમારા આગેવાનો, અમારા લેવીઓ અને અમારા યજ્ઞકારો તે પર પોતાની મહોર મારે છે.”


“હું તો આવો ઉપવાસ પસંદ કરું છું: જોરજુલમનાં બંધનો તોડી નાખો, અન્યાયની ઝૂંસરીનાં દોરડાં છોડી નાખો, બોજથી દબાયેલાંઓને મુક્ત કરો, દમનની બધી ઝૂંસરીઓ ભાંગી નાખો.


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


તેથી પ્રભુ તમને આ પ્રમાણે કહે છે: “તમે મને આધીન થયા નથી અને તમારી જાતના ગુલામ ભાઈબહેનોને તથા અન્ય ગુલામોને ગુલામીમાંથી સ્વતંત્રતા આપી નથી તો હું પણ તમને યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી મરવા માટે સ્વતંત્રતા આપું છું! હું તમારી એવી દશા કરીશ કે તમને જોઈને પૃથ્વીના બધા દેશોમાં હાહાકાર મચી જશે.


આ રીતે પચાસમું વર્ષ અલગ કરી દેશના સર્વ રહેવાસીઓ માટે સ્વતંત્રતાની જાહેરાત કરવી. એ વર્ષ તમારે માટે ઋણમુક્તિનું વર્ષ બને. આ વર્ષમાં વેચાઈ ગયેલી મિલક્ત તેના મૂળ માલિકને અથવા તેના વારસોને પાછી મળે અને ગુલામ તરીકે વેચાયેલો માણસ છૂટો થઈ પોતાના કુટુંબમાં પાછો આવે.


“જો તમારામાંથી કોઈ ઈઝરાયલી પુરુષ કે સ્ત્રી તમને વેચાયેલ હોય અને તે છ વર્ષ તમારે ત્યાં કામ કરે તો પછી સાતમે વર્ષે, તમારે તેને છુટકારો આપવો.


Lean sinn:

Sanasan


Sanasan