Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 34:21 - પવિત્ર બાઇબલ C.L.

21 બેબિલોનના રાજાના લશ્કરે અત્યારે તો ઘેરો ઉઠાવી લીધો છે પણ પછી તે આક્રમણ કરશે. ત્યારે હું યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના અધિકારીઓને તેમની હત્યા કરવા ટાંપી રહેલા દુશ્મનોના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો સંહાર કરવા માગે છે તેઓના હાથમાં અને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે એ જેઓ તેઓનો સંહાર કરવા માંગે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સુપ્રત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 34:21
16 Iomraidhean Croise  

નબૂખાદનેસ્સાર રાજા ત્યારે રિબ્બા નગરમાં હતો. તેથી તેઓ સિદકિયાને ત્યાં તેની પાસે લઈ ગયા. નબૂખાદનેસ્સાર રાજાએ ત્યાં તેને સજા ફટકારી.


અને તને જેમની બીક લાગે છે અને જેઓ તને મારી નાખવા માંગે છે તેમના હાથમાં એટલે કે, બેબિલોન તથા ખાલદીઓના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઈશ.


યર્મિયા જે સંદેશ પ્રગટ કરતો હતો તે સંદેશ તે શા માટે પ્રગટ કરે છે એવા આક્ષેપસર યહૂદિયાના રાજા સિદકિયાએ તેને કેદ કર્યો હતો. યર્મિયાનો સંદેશ આવો હતો. આ પ્રભુનો સંદેશ છે: “હું આ નગરને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દઈશ અને તે તેને જીતી લેશે.


યહૂદિયાનો રાજા સિદકિયા ખાલદીઓના સકંજામાંથી છટકી શકશે નહિ, પણ તેને બેબિલોનના રાજાના હાથમાં અચૂક સોંપી દેવાશે. તે તેને નજરોનજર જોશે અને તેની સાથે રૂબરૂમાં વાત કરશે.


બેબિલોનના રાજાએ રિબ્લાહનગરમાં સિદકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નંખાવ્યા. વળી, તેણે યહૂદિયાના જુદા જુદા મંત્રીઓને પણ મારી નાખ્યા.


જેમ મેં યહૂદિયાના રાજાને તેમનો જીવ લેવા ચાહનાર તેના શત્રુ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો તે જ પ્રમાણે ઇજિપ્તના ફેરો હોફ્રાને પણ તેનો જીવ લેવા ચાહતા તેના શત્રુઓના હાથમાં સોંપી દઈશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


રિબ્લા નગરમાં બેબિલોનના રાજાએ સિદકિયાના પુત્રોને તેની નજર સામે જ મારી નંખાવ્યા, અને રિબ્લા લાવવામાં આવેલા યહૂદિયાના જુદા જુદા અધિકારીઓને પણ મારી નંખાવ્યા.


પરંતુ ખાલદીઓના સૈન્યે સિદકિયાનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો; અને તેના બધા સૈનિકો તેને છોડીને આમતેમ નાસી ગયા.


અમારા જીવનના આધાર સમો પ્રભુનો અભિષિક્ત દુશ્મનોના ફાંદામાં ફસાઈ ગયો. અમારા એ રાજા વિષે અમે તો એવું બોલતા હતા કે તેની છત્રછાયા નીચે અમે આસપાસની પ્રજાઓ મધ્યે સલામત રહીશું.


તું આ બંડખોર ઇઝરાયલીઓને પૂછ: “તમે આનો અર્થ સમજો છો? તેમને કહે કે બેબિલોનનો રાજા યરુશાલેમ આવ્યો અને એ યરુશાલેમના રાજાને અને તેના અધિકારીઓને બંદી બનાવીને પોતાની સાથે બેબિલોનમાં લઇ ગયો.


હું પ્રભુ પરમેશ્વર પોતાના સમ લઈને કહું છું કે તે રાજા બેબિલોનમાં મરણ પામશે, કારણ, તેણે લીધેલા સમ તુચ્છ ગણ્યા અને તેને રાજા બનાવનાર રાજા સાથેના સંધિકરારનો તેણે ભંગ કર્યો.


હું તેના પર મારી જાળ બિછાવીશ અને તેને મારા ફાંદામાં ફસાવી દઇશ. હું તેને બેબિલોનમાં લઇ જઇને સજા કરીશ. કારણ, તેણે મારી સાથે વિશ્વાસભંગ કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan