Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 34:20 - પવિત્ર બાઇબલ C.L.

20 હું તેમને તેમનો સંહાર કરવા માગતા તેમના શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તેમનાં શબ ગીધડાં અને વનનાં હિંસક પશુઓનો આહાર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 હું તેઓના શત્રુઓના હાથમાં તથા તેઓનો જીવ શોધનારાના હાથમાં સોંપી દઈશ; અને આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં જાનવરો તેઓનાં મુડદાં ખાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 હું તેઓને તેઓના શત્રુઓના હાથમાં તથા તેઓના જીવ શોધનારના હાથમાં સોંપી દઈશ. અને તેઓનાં મૃતદેહ આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 હું તેમનો જીવ લેવા ટાંપી રહેલા તેમના શત્રુઓના હાથમાં તેમને સોંપી દઇશ. અને તેમનાં શબ આકાશનાં પંખી અને જમીનનાં પશુઓ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 34:20
25 Iomraidhean Croise  

હે યરોબામ, તારા કુટુંબમાંથી જે કોઈ નગરમાં મરી જશે તેને કૂતરાં ખાઈ જશે, અને જે કોઈ વગડામાં મરી જશે તેને ગીધ ચૂંથી ખાશે. હું પ્રભુ એ બોલ્યો છું.”


તારા કુટુંબનું જે કોઈ નગરમાં મરશે તેને કૂતરાં ફાડી ખાશે, અને જે કોઈ વગડામાં મરશે તેને ગીધો ચૂંથી ખાશે.”


તેમણે તમારા સેવકોનાં શબ ગીધડાંને, અને તમારા સંતોના દેહ જંગલી પશુઓને આહાર માટે સોંપ્યાં છે.


અનાથોથના જે લોકો મારું ખૂન કરવા માગતા હતા અને જેમણે મને ધમકી આપી હતી કે, ‘યાહવેને નામે ઉપદેશ કરવાનું ચાલુ રાખીશ તો અમે તને મારી નાખીશું’ તેમને વિષે પ્રભુ કહે છે;


શું મારી પસંદ કરેલી પ્રજા રંગબેરંગી પક્ષી જેવી છે કે શિકારી પક્ષીઓ તેની આસપાસ ઊડયા કરે છે? જાઓ, સર્વ માંસાહારી પશુઓને એકઠાં કરો, કે તેઓ તેની મિજબાની ઉડાવે!


“તેઓ જીવલેણ રોગથી મૃત્યુ પામશે. તેમને માટે કોઈ શોક કરશે નહિ કે તેમનું દફન થશે નહિ, પણ તેમનાં શબ જમીન પર ખાતરની જેમ પથરાયાં હશે. તેઓ યુદ્ધથી અને દુકાળથી મરશે અને તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ બનશે.”


આ સ્થળે યહૂદિયા અને યરુશાલેમના લોકોની યોજનાઓને હું ભાંગીને ભૂક્કો બનાવી દઈશ. હું તેમનો તેમના શત્રુઓની તલવારથી સંહાર થવા દઈશ અને તેમનો જીવ શોધનારાઓને હાથે તેમને ખતમ કરીશ. હું તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થવા આપીશ.


વળી, હું પ્રભુ જ આ કહું છું કે તે પછી હું તને સિદકિયાને, અધિકારીઓને તથા રોગ, યુદ્ધ કે દુકાળમાંથી બચી ગયેલા બાકીના લોકોને નબૂખાદનેસ્સાર રાજાના હવાલામાં સોંપી દઈશ અને તમને મારી નાખવાનો લાગ શોધનારા તમારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તે કોઈપણ જાતની દયા, દરગુજર કે કરુણા રાખ્યા વગર બધાનો સંહાર કરશે.”


અને તને જેમની બીક લાગે છે અને જેઓ તને મારી નાખવા માંગે છે તેમના હાથમાં એટલે કે, બેબિલોન તથા ખાલદીઓના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઈશ.


તેથી સિદકિયા રાજાએ ત્યાં મને ખાનગીમાં વચન આપ્યું. “આપણને જીવન બક્ષનાર જીવતા પ્રભુના સોગંદ ખાઈને કહું છું કે હું તને મારી નાખીશ નહિ; અને જેઓ તારો જીવ લેવા ઇચ્છે છે તે લોકોના હાથમાં તને સોંપી દઈશ નહિ.”


બેબિલોનના રાજાએ રિબ્લાહનગરમાં સિદકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નંખાવ્યા. વળી, તેણે યહૂદિયાના જુદા જુદા મંત્રીઓને પણ મારી નાખ્યા.


હે યરુશાલેમ, તું શું ધારે છે? તું શા માટે જાંબલી વસ્ત્રો પહેરે છે? શા માટે તું સોનાના અલંકારોથી પોતાને શણગારે છે અને તારી આંખો ક્જલ આંજી સજાવે છે? તું પોતાને શણગારે છે, પણ એ વ્યર્થ છે; કારણ, તારા પ્રેમીઓ તારી ઘૃણા કરે છે, તેઓ તો તારો જીવ લેવા ટાંપી રહ્યા છે.


જેમ મેં યહૂદિયાના રાજાને તેમનો જીવ લેવા ચાહનાર તેના શત્રુ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો તે જ પ્રમાણે ઇજિપ્તના ફેરો હોફ્રાને પણ તેનો જીવ લેવા ચાહતા તેના શત્રુઓના હાથમાં સોંપી દઈશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


હું એલામના લોકોને તેમનો જીવ લેવા ઇચ્છનાર તેમના શત્રુઓથી ભયભીત કરી દઈશ. હું મારા ઉગ્ર ક્રોધમાં એલામના લોકો પર આફત લાવીશ અને તેમનો વિનાશ ન થાય ત્યાં સુધી યુદ્ધ તેમનો પીછો કરે એવું કરીશ.


આ મૃતદેહો ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થઈ પડશે; અને તેમને હાંકી કાઢનાર કોઈ હશે નહિ!


પ્રભુ પરમેશ્વર કહે છે: “જે લોકો પ્રત્યે તને ધૃણા છે અને જેમના પરથી તારું મન ઊઠી ગયું છે તેમના હાથમાં હું તને સોંપી દઈશ.


પછી હું તને અને એ બધાં માછલાંઓને રણપ્રદેશમાં ફેંકી દઈશ. તારું શરીર ખુલ્લા મેદાનમાં પડશે. તને ત્યાંથી કોઈ હઠાવશે નહિ કે તને દફનાવશે નહિ. હું તને આકાશનાં પંખીઓ અને પૃથ્વીના પશુઓનો ભક્ષ બનાવીશ.


હું તને ખુલ્લી જમીન પર ફેંકી દઇશ. હું માંસાહારી પક્ષીઓને તારા પર બેસાડીશ અને આખી પૃથ્વીનાં પશુઓ તારા માંસથી તૃપ્ત થશે.


તમારા લોકોની લાશો ગીધો તથા જંગલી પ્રાણીઓનો ભક્ષ બનશે અને તેમને ત્યાંથી નસાડનાર કોઈ નહિ હોય!


તેણે દાવિદને પડકાર ફેંકયો, “ચાલ, આવી જા, હું તારું શરીર માંસાહારી પશુઓને અને પક્ષીઓને ખાવા માટે આપીશ.”


આજે જ પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે. હું તને હરાવીશ. તારું માથું કાપી નાખીશ અને પલિસ્તી સૈનિકોનું માંસ હિંસક પક્ષીઓ અને પશુઓને ખાવા માટે આપીશ. ત્યારે આખી દુનિયા જાણશે કે ઇઝરાયલના પ્રભુ જ ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan