Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 34:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેમણે તેમને એ રીતે મુક્ત પણ કર્યા. પરંતુ પાછળથી તેમણે વિચાર બદલ્યો અને મુક્ત કરેલા યહૂદી સ્ત્રી અને પુરુષ ગુલામોને પાછા બોલાવી લઈને તેમને બળજબરીપૂર્વક ફરીથી ગુલામ બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ ત્યાર પછી તેઓ ફરી ગયા, ને જે દાસોને તથા દાસીઓને તેઓએ છોડી દીધાં હતાં તેઓને તેઓએ પાછાં બોલાવી મંગાવ્યાં, ને દાસો તથા દાસીઓ તરીકે તેમને કબજામાં રાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ પાછળથી તેઓનાં મન બદલાઈ ગયાં અને જે દાસો અને દાસીઓને મુક્ત કર્યા હતા તેઓને તેઓએ ફરીથી પોતાના ગુલામ બનાવ્યા. અને તેઓને ગુલામો તરીકે રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પાછળથી તેઓનાં મન બદલાઇ ગયાં અને તેઓએ ફરીથી પોતાના ચાકરોને ગુલામ બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 34:11
25 Iomraidhean Croise  

જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


તેના મુખના શબ્દો નઠારા અને ઠગારા છે. તેણે ડહાપણભર્યા વર્તાવ અને ભલાઈને તિલાંજલિ આપી છે.


પણ જ્યારે ફેરોએ જોયું કે દેડકાંથી તેનો છુટકારો થયો છે ત્યારે પ્રભુએ કહ્યું હતું તેમ તેણે પોતાનું હૃદય હઠીલું કર્યું અને મોશે અને આરોનનું કહેવું માન્યું નહિ.


ત્યારે ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “તમે પ્રભુને વિનંતી કરો કે તે મારી પાસેથી તેમ જ મારી પ્રજા પાસેથી દેડકાં દૂર કરે, અને હું લોકોને પ્રભુ આગળ યજ્ઞ કરવા જવા દઈશ.”


તમે હવે પ્રભુને વિનંતી કરો; કારણ, આ કરા અને કડાકાથી તો અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ અને તમારે હવે અહીં વધારે વખત રહેવું નહિ પડે.”


જેમ કૂતરો પોતે ઓકેલું ખાવા માટે પાછો જાય છે, તેમ જ મૂર્ખ પોતાની મૂર્ખાઈનું પુનરાવર્તન કર્યા કરે છે.


દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.


સર્વ લોકોએ અને તેમના આગેવાનોએ પોતાના પુરુષ અને સ્ત્રી ગુલામોને મુક્ત કરવાનો અને તેમને બંધનમાં નહિ રાખવાનો કરાર કર્યો હતો.


એ બનાવ પછી યર્મિયાને પ્રભુ તરફથી સંદેશ મળ્યો, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે તમારા પૂર્વજોને મેં ઇજિપ્તની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા ત્યારે મેં પણ તેમની સાથે કરાર કર્યો હતો.


પણ ત્યાર પછી તમે ફરી ગયા અને દરેકે રાજીખુશીથી મુક્ત કરેલા ગુલામોને પાછા બોલાવી લીધા અને બળજબરીપૂર્વક ફરીથી પોતાના ગુલામ બનાવીને મારું અપમાન કર્યું છે.”


બેબિલોનના રાજાના લશ્કરે અત્યારે તો ઘેરો ઉઠાવી લીધો છે પણ પછી તે આક્રમણ કરશે. ત્યારે હું યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના અધિકારીઓને તેમની હત્યા કરવા ટાંપી રહેલા દુશ્મનોના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઈશ.


તે વખતે ખાલદીઓનું લશ્કર યરુશાલેમ નગરની આસપાસ ઘેરો ઘાલીને પડયું હતું; પણ જેવી તેમને જાણ થઈ કે ઇજિપ્તના રાજા ફેરોનું લશ્કર ઇજિપ્તની સરહદ વટાવી આ તરફ આવી રહ્યું છે કે તરત જ તેમણે ઘેરો ઉઠાવી લીધો.


પ્રભુ કહે છે: “હે એફ્રાઈમ અને યહૂદિયા, હું તમને શું કરું? સવારના ધૂમ્મસની જેમ તમારો પ્રેમ ઝડપથી અદશ્ય થઈ જાય છે. તે જલદી ઊડી જતા ઝાકળના જેવો છે.


તેઓ મને તરછોડીને નિર્માલ્ય દેવતાઓ પાછળ ભમ્યા કરે છે. તેઓ નિશાન ચૂકવી દે એવા વાંકા ધનુષ્ય જેવા છે. તેમના આગેવાનો તેમની ઘમંડી વાતોને લીધે ક્રૂર મોતે મરશે અને ઇજિપ્તવાસીઓ તેમની મશ્કરી ઉડાવશે.”


જેઓ મારાથી વિમુખ થઈ જઈ હવે મને અનુસરતા નથી, અને મારી પાસે આવતા નથી કે મારું માર્ગદર્શન મેળવવા માગતા નથી એવા લોકોને પણ હું નષ્ટ કરીશ.”


કોઈ માણસ કેટલીવાર તેના શત્રુને પકડીને તેને સલામત રીતે જવા દે? આજે મારા પ્રત્યે તેં દર્શાવેલ વર્તાવને બદલે પ્રભુ તને સારો બદલો આપો.


શાઉલે જવાબ આપ્યો, “મેં ખોટું કર્યું છે. મારા પુત્ર દાવિદ, પાછો આવ. હું તને ફરી કદી ઇજા નહિ પહોંચાડું. કારણ, તેં આજે રાત્રે મારો જીવ મૂલ્યવાન ગણ્યો છે. હું તો મૂર્ખાઈ કરીને ભારે ભૂલ કરી રહ્યો છું.”


Lean sinn:

Sanasan


Sanasan