યર્મિયા 34:10 - પવિત્ર બાઇબલ C.L.10 સર્વ લોકોએ અને તેમના આગેવાનોએ પોતાના પુરુષ અને સ્ત્રી ગુલામોને મુક્ત કરવાનો અને તેમને બંધનમાં નહિ રાખવાનો કરાર કર્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 સર્વ સરદારો તથા સર્વ લોકો એવા કરારના બંધનમાં આવ્યા હતા કે દરેક પોતાના દાસને ને પોતાની દાસીને છોડી મૂકે, ને હવે પછી તેઓની પાસે સેવા કરાવે નહિ; એ કરાર પાળીને તેઓએ તેઓને છોડી મૂક્યાં; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 બધા જ સરદારો અને લોકો એવા કરારના બંધનમાં આવ્યા હતા કે, દરેક પોતાના દાસ અને દાસીને મુકત કરે તથા તેઓને હવે ગુલામ તરીકે ન રાખવા એ કરારનું પાલન કરી તેઓએ તેઓને મુક્ત કર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ10 કરાર કરનાર બધા જ અમલદારો અને લોકો પોતાનાં સ્ત્રીપુરુષ ગુલામોને મુકત કરવા તથા તેમને હવે ગુલામ તરીકે ન રાખવા કબૂલ થયાં હતાં અને તેમણે એનું પાલન કરી તેમને છોડી મૂક્યાં. Faic an caibideil |
પરંતુ યહૂદિયાના અધિકારીઓ આ બનાવ વિષે સાંભળીને રાજમહેલમાંથી મંદિરમાં ઉતાવળે આવ્યા અને મંદિરના નવા દરવાજાના પ્રાંગણમાં બિરાજ્યા. ત્યારે યજ્ઞકારોએ અને સંદેશવાહકોએ અધિકારીઓ અને લોકોને કહ્યું, “આ માણસને દેહાંતદંડની સજા થવી જોઈએ! કારણ, આ માણસે આપણાં નગરની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર્યો છે અને તે તમે બધાએ તમારા કાને સાંભળ્યો છે.”