Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 33:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પરંતુ આખરે હું તેમના ઘા પર રૂઝ લાવીને તેમને આરોગ્ય આપીશ, હું તેમને નીરોગી કરીશ અને હું તેમને અપાર શાંતિ અને સલામતી બક્ષીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તોપણ, હું તેને આરોગ્ય તથા કુશળતા આપીશ, તેઓને નીરોગી કરીશ, અને હું તેઓને પુષ્કળ શાંતિ તથા સલામતી બક્ષીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 છતાંપણ જો હું તને આરોગ્ય તથા કુશળતા બક્ષીશ અને તેઓને નીરોગી કરીશ. હું તેઓને પૂર્ણ શાંતિ, ભરપુરી અને વિશ્વાસુપણાનો અનુભવ કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “છતાં એવો સમય આવશે ત્યારે હું તેના ઘા રૂઝાવીશ અને આરોગ્ય બક્ષીસ. હું તેના વતનીઓને સાજા કરી પૂર્ણ શાંતિને સલામતીનો અનુભવ કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 33:6
36 Iomraidhean Croise  

તે દયભંગિતોને સાજા કરે છે; તે તેમના ઘા રૂઝવે છે.


પરંતુ નમ્રજનો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, તેઓ તેની વિપુલ સમૃદ્ધિમાં રાચશે.


જેથી સર્વ પૃથ્વીવાસીઓ તમારો માર્ગ જાણે અને બધી પ્રજાઓ સમક્ષ તમારો ઉદ્ધાર પ્રગટ થાય.


તેના સમયમાં નેકી પાંગરો, અને ચંદ્ર ન રહે ત્યાં સુધી સમૃદ્ધિ ટકી રહો.


પછી પ્રભુ તેની આગળ થઈને પસાર થયા અને પોકાર્યું, “યાહવે, યાહવે, હું કૃપા તથા દયાથી ભરપૂર ઈશ્વર છું. હું મંદરોષી તથા કરુણા અને નિષ્ઠાનો ભર્યો ભંડાર છું.


ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય,


તે મહાન રાષ્ટ્રોનો ન્યાય કરશે. તે તેમના ઝઘડા પતાવશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેમાંથી હળપૂણીઓ અને પોતાના ભાલામાંથી દાતરડાં બનાવશે. પ્રજાઓ ફરીથી યુદ્ધે ચડશે નહિ, અને ફરીથી લડાઈની તાલીમ લેશે નહિ.


ચંદ્રનો પ્રકાશ સૂર્યના જેટલો થશે અને સૂર્યનો પ્રકાશ સાત દિવસના પ્રકાશ જેટલો મોટો થશે. પ્રભુ પોતાના લોકના ઘા પર પાટો બાંધશે અને તેમને પડેલા જખમ સાજા કરશે તે સમયે એવું થશે.


હિઝકિયા રાજા એ પરથી એવું સમજ્યો કે તેના પોતાના સમયમાં તો શાંતિ અને સલામતી રહેશે. તેથી તેણે જવાબ આપ્યો, “પ્રભુ તરફથી જે સંદેશો મને આપ્યો છે તે સારો છે.”


હું પ્રભુ પોતે તારા લોકને શિક્ષણ આપીશ અને તેમને પુષ્કળ સમૃદ્ધ કરીશ.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


મેં તેમનું વર્તન જોયું છે, છતાં હું તેમને સાજા કરીશ. હું તેમને દોરવણી આપીશ અને તેમને સાંત્વન આપીશ. હું શોક કરનારાઓના હોઠે સ્તુતિનાં ફળ ઉત્પન્‍ન કરીશ.


હું નજીક કે દૂરના સૌ કોઈને શાંતિ આપીશ. હું લોકને સાજા કરીશ.


ત્યારે તો ઊગતા સવારની જેમ તારું અજવાળું ઝળહળી ઊઠશે અને તને સત્વરે સાજાપણું મળશે. તારો ઉદ્ધારર્ક્તા તારો અગ્રેસર થશે અને મારી ગૌરવી સમક્ષતા તારો પીઠરક્ષક બનશે.


પ્રભુ કહે છે, “હું તેનામાં સમૃદ્ધિની નદી વહાવીશ અને છલક્તા ઝરણાની જેમ પ્રજાઓની સંપત્તિ તમારી પાસે આવશે. માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે, તેને કેડે ઊંચકી લે અને તેને ખોળામાં લાડ લડાવે એમ હું તમારું પાલનપોષણ કરીને તમારો ઉછેર કરીશ.


“હે પ્રભુ, મને સાજો કરો તો હું સાજો થઈશ. મને ઉગારો, તો હું ઉગરી જઈશ; કેમકે હું માત્ર તમારી જ સ્તુતિ કરું છું.


તમારે માટે જે યોજનાઓ મેં વિચારી છે તે વિષે હું સજાગ છું. એ યોજનાઓ ભવિષ્યમાં તમારા પર વિપત્તિ લાવવાની નહિ, પણ કલ્યાણ માટેની છે; ભાવિ વિષેની તમારી શુભ આશાઓ પરિપૂર્ણ કરવા માટેની છે. હું પ્રભુ આ બોલું છું.


હે મારો ત્યાગ કરનારા વંશજો, પાછા ફરો, અને હું તમારી બેવફાઈમાંથી તમને સુધારીશ.” લોકોએ જવાબ આપ્યો, “તમે અમારા ઈશ્વર યાહવે છો અને અમે તમારી તરફ પાછા ફરીએ છીએ.


લોકો કહે છે: “ચાલો, આપણે પ્રભુ પાસે પાછા ફરીએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા કરશે. તેમણે જ આપણને જખમી કર્યા છે અને તે જ પાટો બાંધશે.


“જ્યારે જ્યારે હું ઇઝરાયલી પ્રજાને સાજા કરવા ઇચ્છતો ત્યારે ત્યારે મેં એફાઈમની દુષ્ટતા અને સમરૂનનાં ભૂંડાં કામો જ જોયાં છે. તેઓ એકબીજાને દગો દે છે, તેઓ ઘરમાં ધૂસી જઈને ચોરી કરે છે, તેઓ લોકોને શેરીઓમાં લૂંટે છે.


તે પ્રજા પ્રજા વચ્ચેના ઝઘડાનું નિરાકરણ કરશે અને દૂરની તથા નજીકની મહાસત્તાઓનો ઇન્સાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેનાં હળ બનાવશે અને તેમના ભાલાનાં દાતરડાં બનાવશે. ત્યારે પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ યુદ્ધે ચઢશે નહિ અને લડાઈની તૈયારી સુદ્ધાં કરશે નહિ.


પ્રાચીન સમયમાં અમારા પૂર્વજો અબ્રાહમ અને યાકોબ સમક્ષ તમે સમ ખાઈને આપેલાં વચન પ્રમાણે તમારું વિશ્વાસુપણું અને તમારો અવિચળ પ્રેમ અમારા પ્રત્યે દેખાડશો.


પણ તમે જેઓ મને આધીન થાઓ છો તેમના પર તો તમને બચાવનારું મારું સામર્થ્ય સૂર્યની જેમ ઊગશે, અને સૂર્યનાં કિરણોની જેમ આરોગ્ય આપશે. કોઢમાંથી છોડેલા કૂદતા વાછરડાની જેમ તમે મુક્ત અને આનંદી થશો.


ચોર તો ફક્ત ચોરી કરવા, હત્યા અને નાશ કરવા આવે છે; પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન, હા, ભરપૂર જીવન મળે.


ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ ભાઈઓને શાંતિ અને વિશ્વાસ સહિત પ્રેમ બક્ષો.


“હવે સમજો કે હું જ એકમાત્ર ઈશ્વર છું, મારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. હું મારું છું અને હું જીવાડું છું અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ જ નથી.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, જેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્‍ન થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan