Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 33:26 - પવિત્ર બાઇબલ C.L.

26 તો જ હું યાકોબના વંશજોનો અને મારા સેવક દાવિદના વંશજોનો ત્યાગ કરીશ અને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના વંશજો માટે દાવિદના વંશમાંથી ઉત્તરાધિકારી પસંદ નહિ કરું. ના, ના, હું તો મારા લોક પર દયા રાખીશ અને તેમને ફરીથી આબાદ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તો જ હું યાકૂબના તથા મારા સેવક દાઉદના સંતાનનો એટલે સુધી ત્યાગ કરીશ કે હું તેના સંતાનમાંથી ઇબ્રાહીમ, ઇસહાક તથા યાકૂબના સંતાન પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહી, કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેમના પર દયા કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 ત્યારે હું યાકૂબના અને મારા સેવક દાઉદના સંતાનોનો એટલે સુધી ત્યાગ કરીશ કે, હું તેઓના સંતાનોમાંથી ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહિ. કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ અને તેઓ પર દયા કરીશ નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 એટલી ખાતરી છે કે યાકૂબના વંશજો અને મારા સેવક દાઉદ સાથેનો કરાર એ પણ એટલો જ ચોક્કસ છે. હું જરુર ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર રાજ કરવા માટે દાઉદના કોઇ વંશજને પસંદ કરીશ. હું તેઓ પર દયા દર્શાવીશ અને તેઓના ભાગ્યને બદલી નાખીશ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 33:26
17 Iomraidhean Croise  

શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


બેબિલોનથી ઘણા બધા બંદીવાસીઓ યરુશાલેમ અને યહૂદિયામાં પોતપોતાના વતનમાં પાછા ફર્યા. નબૂખાદનેસ્સાર રાજા યહૂદિયાના લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો ત્યારથી તેમનાં કુટુંબો ત્યાં વસતાં હતાં.


યજ્ઞકારો, લેવીઓ અને કેટલાક લોકો યરુશાલેમમાં કે તેની નજીકમાં વસ્યા; સંગીતકારો, મંદિરના સંરક્ષકો અને મંદિરના સેવકો નજીકના નગરોમાં વસ્યા; જ્યારે બાકીના ઇઝરાયલીઓ પોતપોતાના વતનનાં નગરોમાં જઈ વસ્યા.


જ્યારે પ્રભુ અમને દેશનિકાલમાંથી સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે તો અમે સ્વપ્ન જોતા હોઈએ એવું લાગ્યું.


પ્રભુ ફરીથી યાકોબના વંશજો પર દયા કરશે; હા, તે ઇઝરાયલને પોતાના લોક તરીકે ફરીથી પસંદ કરશે. તે તેમને ફરીથી પોતાના વતનમાં વસાવશે. પરદેશીઓ પણ ત્યાં આવીને યાકોબના વંશજોની સાથે સાથે રહેશે.


મારા ક્રોધાવેશમાં હું તારાથી ક્ષણભર વિમુખ થયો હતો પણ હું અવિરત પ્રેમથી તારા પર કરુણા દાખવીશ.” તારો ઉદ્ધાર કરનાર પ્રભુ એવું કહે છે.


તું ઉત્તરમાં જા અને ઇઝરાયલને કહે, આ પ્રભુનો સંદેશ છે: હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, મારી તરફ પાછી ફર; કારણ, હું પ્રભુ દયાળુ છું અને તેથી હું તારી સાથે અંટસ રાખીશ નહિ.


એફ્રાઈમ કુળના લોકો મારે માટે લાડીલા પુત્ર સમાન છે, તે મારે માટે પ્રિય બાળક સમાન છે. જેટલીવાર મારે તેમને ધમકી આપવી પડે છે, તેટલીવાર મને એ યાદ આવે છે. તેથી તેમને માટે મારું દિલ ઝૂરે છે, અને હું જરૂર તેમના પર રહેમ દાખવીશ. હું પ્રભુ પોતે કહું છું.


જે પ્રભુ દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યને અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને નક્ષત્રોને તેમની કક્ષામાં પરિભ્રમણ કરાવે છે, અને સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાં ગર્જી ઊઠે, તેમનું નામ સેનાધિપતિ યાહવે છે;


વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે: “જો કાઈ ઉપરનાં આકાશ માપી શકે અને પૃથ્વીની નીચેના પાયાઓ શોધી શકે તો જ હું ઇઝરાયલના વંશજોનો તેમનાં કાર્યોને લીધે ત્યાગ કરી શકું! હું પ્રભુ પોતે આ બોલું છું.”


પણ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “હવે હું યાકોબના વંશજો એટલે કે ઇઝરાયલના લોકો પ્રત્યે દયા દર્શાવીશ અને તેમની દુર્દશા પલટી નાખીને તેમને પુન: આબાદ બનાવીશ. હું મારા પવિત્ર નામનું સન્માન જાળવીશ.


પણ હું યહૂદિયાના લોકો ઉપર દયા દર્શાવીશ અને તેમનો ઉદ્ધાર કરીશ; ધનુષ્યથી, તલવારથી, ઘોડાઓથી કે ઘોડેસ્વારોથી નહિ, પણ તેમના ઈશ્વર પ્રભુ તરીકે હું જાતે તેમનો ઉદ્ધાર કરીશ.”


હું મારા લોકને તેમના દેશમાં સ્થાપિત કરીશ અને તેમને સમૃદ્ધ કરીશ. “‘લો-રૂહામા’ એટલે ‘દયાવિહોણી’ એવા નામે જેઓ ઓળખાતા હતા તેમના પર હું દયા દાખવીશ; અને ‘મારા લોક નથી’ એવા નામે જેઓ ઓળખાતા હતા તેમને હું કહીશ કે, ‘તમે મારા લોક છો,’ અને તેઓ પ્રત્યુત્તર વાળશે, ‘તમે અમારા ઈશ્વર છો.”


“હું યહૂદિયાના લોકોને બળવાન બનાવીશ, હું ઇઝરાયલના લોકોને છોડાવીશ. હું તેમના પર કરુણા કરીશ અને તેમને તેમના વતનમાં પાછા લાવીશ. મેં તેમનો જાણે ક્યારેય ત્યાગ કર્યો ન હોય તેવા તે બનશે. હું તેમનો ઈશ્વર પ્રભુ છું. હું તેમની પ્રાર્થનાઓનો જવાબ આપીશ.”


આમ, સમગ્ર માનવજાતને ઈશ્વરે નિરાધીનતાના બંધનમાં મૂક્યા છે; જેથી સમગ્ર માનવજાત પ્રત્યે તે દયા બતાવે.


Lean sinn:

Sanasan


Sanasan