Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 33:18 - પવિત્ર બાઇબલ C.L.

18 એ જ પ્રમાણે મારી સેવામાં દહનબલિ, ધાન્યઅર્પણ અને રોજિંદાં બલિદાનો ચડાવનાર લેવીકુળના ઉત્તરાધિકારી યજ્ઞકારોની કદી ખોટ પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તેમ જ મારી આગળ દહનીયાર્પણ ચઢાવનાર, ખાદ્યાર્પણ બાળનાર તથા નિત્ય યજ્ઞ કરનાર પુરુષની ખોટ લેવી યાજકોમાં પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેમ જ મારી સમક્ષ દહનીયાર્પણ ચઢાવનાર, ખાદ્યાર્પણ બાળનાર અને નિત્ય યજ્ઞ કરનારની ખોટ લેવી યાજકોમાં પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અને ત્યાં અર્પણ એવા બલિદાન, પ્રાણીઓના બલિદાન વગેરે માટે હવે લેવી વંશી યાજકનો અભાવ નહિ હોય.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 33:18
21 Iomraidhean Croise  

તે ઉપરાંત નિત્યનાં દહનબલિ, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વનાં અર્પણો અને સ્વૈચ્છિક અર્પણો તથા પ્રભુનાં નક્કી કરેલા સર્વ પર્વોના અર્પણો પણ પ્રભુને ચડાવ્યાં.


“હું તમને મારા પવિત્ર પર્વત સિયોનમાં લાવીશ. મારા પ્રાર્થનાના ઘરમાં તમને આનંદ પમાડીશ અને મારી વેદી પર તમારાં બલિદાનોનો સ્વીકાર કરીશ.કારણ, મારું મંદિર સર્વ પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”


પણ તમે તો ‘પ્રભુના યજ્ઞકારો’ તરીકે ઓળખાશો અને તમને ‘આપણા ઈશ્વરના સેવકો’ એવું નામ અપાશે. તમે પ્રજાઓની સંપત્તિનો ઉપભોગ કરશો. અને એ બધી સંપત્તિ તમારી જ છે એમાં તમે ગૌરવ લેશો.


પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. પ્રભુ આ પ્રમાણે કહે છે, “જો દિવસ અને રાત સાથેનો મારો કરાર તૂટે એટલે કે દિવસ અને રાત તેમના નિયત કરેલા સમયે ન થાય


આકાશના અસંખ્ય તારાઓની જેમ અને સમુદ્રતટની રેતીના અસંખ્ય કણની જેમ હું મારા સેવક દાવિદના વંશજો અને મારી સેવા કરનાર લેવીઓની સંખ્યા વધારીશ.”


તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ વચન આપું છું કે રેખાબના પુત્ર યોનાદાબના વંશમાં મારી સેવા કરનાર વંશજની કદી ખોટ પડશે નહિ.”


પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે.


બાકીનો ભાગ મંદિરમાં વિવિધ પ્રકારનાં સેવાકાર્ય કરનાર લેવીઓ માટે અલગ રાખવો. એની માલિકી લેવીઓની રહેશે, અને તેમાં તેઓ પોતાનાં નગરો વસાવશે.


પ્રભુએ મોશેને કહ્યું,


તેઓ ઈશ્વર વિષે જાણે છે પણ તેમનું ઈશ્વર તરીકે સન્માન કરતા નથી કે તેમનો આભાર માનતા નથી. તેઓ વ્યર્થ કલ્પનાઓ કરે છે અને તેમનાં સમજ વિહોણાં મન અંધકારમય થાય છે.


ઈસુ ખ્રિસ્તના સેવક તરીકે મને બિનયહૂદીઓ મયે ક્મ કરવાનો હક્ક મળેલો છે. ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરીને હું યજ્ઞકારનું ક્મ કરું છું, જેથી પવિત્ર આત્માની મારફતે ખ્રિસ્તી થયેલા બિનયહૂદીઓ ઈશ્વરને માન્ય અર્પણ થાય,


“લેવીકુળના યજ્ઞકારો સહિત લેવીકુળના સમગ્ર લોકોને ઇઝરાયલમાં જમીનનો હિસ્સો કે વારસો મળશે નહિ; એને બદલે, તેમણે પ્રભુને અર્પાયેલાં અગ્નિબલિ અને તેમના હિસ્સામાંથી ગુજરાન ચલાવવું.


“રક્તપિત્તના રોગ વિષે સાવધ રહેજો. એ રોગની બાબતમાં લેવીકુળના યજ્ઞકારોને મેં આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ તમને જે શિક્ષણ આપે તેનું ખંતથી પાલન કરજો.


લોકોને કહ્યું, “જ્યારે તમે લેવીવંશી યજ્ઞકારોને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી ઊંચકીને જતા જુઓ ત્યારે તમારી છાવણી ઉપાડી લઈને તેમની પાછળ જજો.


આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે:


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


અને જેમણે તેમના પિતા એટલે ઈશ્વરની સેવા કરવા માટે આપણને યજ્ઞકારોના રાજ્યમાં દાખલ કર્યા છે, તે ઈસુને સદાસર્વકાળ ગૌરવ અને સામર્થ્ય હોજો! આમીન!


આપણા ઈશ્વરનું ભજન કરવાને માટે તમે તેમને યજ્ઞકારોનું રાજ્ય બનાવ્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan