Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 33:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તે દિવસોમાં હું દાવિદવંશના નેક અંકુરને ઉગાડીશ; તે રાજા સમગ્ર દેશમાં નેકી અને ન્યાયથી રાજ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે સમયે તથા તે વેળાએ હું દાઉદને માટે ન્યાયીપણાનો અંકુર ઉગાડીશ; અને દેશમાં તે ન્યાય તથ નીતિ પ્રવર્તાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તે સમયે હું દાઉદના કુળમાં એક ન્યાયીપણાનો અંકુર ઉગાવીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 33:15
21 Iomraidhean Croise  

સત્ય, નમ્રતા અને નેકીની રક્ષા માટે તમારા પૂર્ણ પ્રતાપમાં સવાર થઈ વિજયવંત બનો; તમારો જમણો ભૂજ તમને ભવ્ય વિજયો અપાવશે.


તમને નેકી પર પ્રેમ છે અને દુષ્ટતા પર દ્વેષ છે તેથી જ ઈશ્વરે, તમારા ઈશ્વરે તમારા સૌ સાથીઓમાંથી તમને પસંદ કરી આનંદના તેલથી તમારો અભિષેક કર્યો છે.


તે દિવસે પ્રભુનો અંકુર સુંદર અને ગૌરવી બનશે. ઇઝરાયલના બચી ગયેલા લોકો માટે ભૂમિની પેદાશ અભિમાન અને ગૌરવનું કારણ બની રહેશે.


પોતાના લોકને બચાવવાના દઢ ઇરાદાથી પ્રભુએ પોતાના નિયમોને મહત્તા આપી અને તેમના લોક એ નિયમોને માન આપે એમ ઈચ્છયું.


તે તો તેમની સમક્ષ કુમળા રોપાની જેમ અને સૂકી ભૂમિમાં ઊગી નીકળતા મૂળની જેમ વૃદ્ધિ પામ્યો. તેનામાં કંઈ એવાં સૌંદર્ય કે પ્રભાવ નહોતાં કે આપણે તેના પ્રત્યે આકર્ષાઈએ. તેનામાં કંઈ લાવણ્ય નહોતું કે આપણે તેને ચાહીએ.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


તો આ નગરના દરવાજાઓમાં થઈને દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથ અને ઘોડાઓ પર સવાર થઈને પસાર થશે. તેઓ તથા તેમના અધિકારીઓ યહૂદિયાના લોકો અને યરુશાલેમના નિવાસીઓ સહિત આ દરવાજાઓમાં થઈને આવજા કરશે અને યરુશાલેમ સદા વસેલું રહેશે.


તેઓ ફરીથી પરદેશીઓની ગુલામી કરશે નહિ, પણ તેઓ મારી, તેમના ઈશ્વર પ્રભુની અને જેને રાજા બનાવું તે દાવિદના વંશજની સેવા કરશે.”


અને તેથી પોતાનો વાડો પણ વીસરી ગયા છે. જેમને તેમનો ભેટો થઈ ગયો તેમણે તેમનો ભક્ષ કર્યો. તેમના શત્રુઓ કહે છે, ‘એમાં આપણે કશું ખોટું કરતાં નથી! કારણ, તેમણે પ્રભુ, જે તેમને માટે સાચા વાડા સમાન અને તેમના પૂર્વજોની આશા હતા, તેમની વિરુદ્ધ પાપ કર્યાં છે.


તેમ હું તમારી પ્રાર્થનાઓ સાંભળીશ. તેથી હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, મારું સાંભળ! હે તેના સાથી યજ્ઞકારો, તમે પણ તેનું સાંભળો! તમે તો સારા ભાવિની નિશાનીરૂપ છો: અંકુર તરીકે ઓળખાતા મારા સેવકને હું પસંદ કરીશ.


પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan