Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 33:12 - પવિત્ર બાઇબલ C.L.

12 સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “આ દેશ વેરાન અને માણસ કે પ્રાણીની વસ્તી વગરનો લાગે છે પણ ફરીથી તેનાં નગરોમાં ઘેટાંપાલકો માટે ચરાણનાં મેદાનો હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “વસતિહીન તથા પશુહીન થઈને ઉજજડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેનાં સર્વ નગરોમાં, [ઘેટાંનાં] ટોળાં બેસાડનારા ભરવાડોનું રહેણાણ ફરી થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સૈન્યોના યહોવાહ કહે છે કે; વસ્તી વગરના અને પશુ વગરના ઉજ્જડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેના નગરોમાં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતાં ભરવાડોનું આશ્રયસ્થાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “આ જગ્યામાં એનાં માનવ કે પશુની વસ્તી વગરનાં ખંડેર ગામોં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતા ભરવાડોનું આશ્રયસ્થાન થશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 33:12
17 Iomraidhean Croise  

હે મારા પ્રીતમ, તું તારાં ટોળાં કઈ જગ્યાએ ચરાવે છે, તે મને જણાવ; ભરબપોરે તું તેમને કઈ જગ્યાએ વિસામો આપે છે તે કહે. શા માટે મારે બીજા ભરવાડોનાં ટોળામાં તારી શોધ કરવી પડે?


મને ભજનારા મારા લોકના હક્ક માં શારોન ઘેટાંબકરાંનાં ટોળાં માટેનું ચરિયાણ અને આખોરની ખીણ ઢોરઢાંકના વિસામાનું સ્થળ બની રહેશે.


યહૂદિયાનાં નગરોમાંથી, યરુશાલેમની આસપાસના વિસ્તારોમાંથી, બિન્યામીનના પ્રદેશમાંથી, નીચાણના પ્રદેશમાંથી તેમજ ઉચ્ચ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણના નેગેબ પ્રદેશમાંથી લોકો આવશે. તેઓ મારા મંદિરમાં દહનબલિ તથા બલિદાનો, ધાન્યઅર્પણો, ધૂપ તથા આભારબલિ લાવશે.


તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ.


યહૂદિયાનાં બધાં નગરોમાં લોકો, ખેડૂતો અને ઘેટાબકરાં પાળનારા સાથે વસશે.


કારણ, ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહે છે કે, ‘આ દેશમાં ફરીથી મકાનો, ખેતરો અને દ્રાક્ષવાડીઓ ખરીદવામાં આવશે.”


યહૂદિયાના રાજા યહોયાકીમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે કે બેબિલોનનો રાજા આવીને આ દેશનો વિનાશ કરશે અને લોકોનો તથા પ્રાણીઓનો સંહાર કરશે એવું શા માટે લખ્યું છે એમ કહીને યહૂદિયાના રાજા યહોયાકીમે જાતે જ વીંટો બાળી નાખવાની હિંમત કરી છે.


પ્રભુ કહે છે, “મારા લોકો તો ભરવાડોએ પર્વતો પર રઝળતા મૂકી દીધેલાં અને તેથી ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે. એક પર્વત પરથી બીજા પર્વત પર તેઓ ભટક્તા ફર્યાં છે.


પછી પ્રાર્થના કરજો, ‘હે પ્રભુ, તમે કહ્યું છે તેમ આ જગ્યાનો વિનાશ કરો; જેથી તેમાં માણસો કે પ્રાણીઓ વસે નહિ અને તે કાયમને માટે ઉજ્જડ અને વેરાન રહે.’


તેઓ કહેશે કે, જે ભૂમિ આજ સુધી વેરાન હતી તે એદનબાગ સમી બની ગઇ છે અને તોડી નાખેલા નિર્જન અને ખંડિયેર બનેલાં નગરોની આસપાસ કોટ બંધાયા છે અને તેઓ ફરી વસતીવાળાં બન્યાં છે.


“તો પછી હે મારી પ્રજા, મારું મંદિર ખંડિયેર અવસ્થામાં પડયું છે ત્યારે તમારે તમારાં સુશોભિત મકાનોમાં રહેવાનો આ સમય છે?


Lean sinn:

Sanasan


Sanasan