યર્મિયા 33:11 - પવિત્ર બાઇબલ C.L.11 પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 હર્ષ તથા આનંદનો સાદ, વરવધૂનો કિલ્લોલ કરતો સાદ અને સૈન્યોના યહોવાહની સ્તુતિ કરો, કેમ કે યહોવાહ સારા છે તેમની કૃપા સદાકાળ ટકે છે,’ એવું કહેનારોનો સાદ અને યહોવાહના ઘરમાં આભારાર્થાર્પણો લાવનારોનો સાદ હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ. એમ યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે, ‘સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર’ લોકો આ પ્રમાણે કહેશે. કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ.” આ યહોવાના વચન છે. Faic an caibideil |
બિન્યામીન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં, યહૂદિયાનાં નગરોમાં, પહાડી પ્રદેશનાં નગરોમાં, શફેલાના ખીણપ્રદેશનાં નગરોમાં, અને યહૂદિયાની દક્ષિણના નેગેબપ્રદેશનાં નગરોમાં લોકો ખેતરો ખરીદશે, તેની કિંમત ચૂકવશે, તે માટે વેચાણખત કરી સહીંસિક્કા કરશે અને સાક્ષીઓ હાજર રાખશે. કારણ, હું મારા લોકોને વતનમાં પાછા વસાવીશ. હું પ્રભુ આ બોલું છું.”