Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:41 - પવિત્ર બાઇબલ C.L.

41 તેમનું કલ્યાણ કરવામાં હું આનંદ માનીશ અને મારા પૂરા દયથી અને સંપૂર્ણ દિલથી હું તેમને આ દેશમાં કાયમને માટે સંસ્થાપિત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 હા, હું તેઓનું હિત કરવામાં આનંદ માનીશ, ને હું મારા પૂર્ણ હ્રદયથી તથા ખરા જિગરથી તેઓને આ દેશમાં ખરેખર રોપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તેઓનું હિત કરવામાં મને આનંદ આવશે અને હું વિશ્વાસુપણાથી તેઓને પૂર્ણ હૃદયથી આ ભૂમિ પર ફરીથી સ્થાપિત કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 એમનું કલ્યાણ કરવામાં મને આનંદ આવશે અને હું તેમને પૂર્ણ હૃદયથી આ ભૂમિ પર ફરીથી સુસ્થાપિત કરીશ.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:41
16 Iomraidhean Croise  

તમે ઇજિપ્તમાંથી એક દ્રાક્ષવેલો કાઢી લાવ્યા, અને તમે બીજી પ્રજાઓને હાંકી કાઢીને તેમની ભૂમિમાં તેને રોપ્યો.


તારા બધા લોકો પ્રામાણિકપણે ચાલશે અને સદાસર્વકાળ દેશનું વતન પામશે. કારણ, મારો મહિમા પ્રગટ કરવા માટે તેઓ મારા રોપેલા રોપ અને મારે હાથે ઘડેલાં પાત્રો છે.


તું ફરીથી ‘અઝુબા’ ચત્યક્તધૃકહેવાશે નહિ, તેમ જ તારો દેશ ‘શમામા’ ચવેરાનૃકહેવાશે નહિ; પણ તું ‘હેફસીબા’ ચમારો આનંદૃકહેવાશે અને તારો દેશ ‘બેઉલા’ ચપરિણીતધૃકહેવાશે. કારણ, પ્રભુ તારા પર પ્રસન્‍ન છે, અને તારા દેશને માટે તે પતિ જેવા બની રહેશે.


જેમ જુવાન કુંવારી સાથે લગ્ન કરે તે જ પ્રમાણે તારો બાંધનાર તારી સાથે લગ્ન સંબંધ બાંધશે. જેમ વર પોતાની કન્યાથી હર્ષ પામે તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે.


હું યરુશાલેમને લીધે આનંદ પામીશ અને તેના લોકને લીધે હર્ષ પામીશ. ત્યાં ફરી કદી રુદન કે વિલાપનો સાદ સંભળાશે નહિ.


એ જ પ્રમાણે કોઈ વાર કોઈ પ્રજા કે રાષ્ટ્રને સ્થાપિત કે દઢ કરવાનો ઈરાદો રાખું,


હું તેમના પર મારી કૃપાદષ્ટિ રાખીશ અને આ દેશમાં તેમને પાછા લાવીશ. હું તેમને તોડી પાડીશ નહિ, પણ તેમને બાંધીશ; અને તેમને ઉખેડી નાખીશ નહિ, પણ તેમને રોપીશ.


એક વેળાએ હું તેમને ઉખેડી નાખવા, તોડી નાખવા, ઉથલાવી પાડવા, નાશ કરવા અને દુ:ખ દેવા સજાગ હતો તેમ હવે હું તેમને બાંધવા અને રોપવા માટે સજાગ રહીશ. હું પ્રભુ આ બોલું છું.


તમારી આસપાસની બાકી રહેલી પ્રજાઓ જાણશે કે મેં, પ્રભુએ, ખંડેર બનેલાં નગરોને ફરી બાંધ્યાં છે અને વેરાન બનેલી ભૂમિમાં ફરી વાવેતર કર્યું છે. મેં, પ્રભુએ, તે કરવાનું વચન આપ્યું છે અને હવે હું એ પાળીશ.”


હું ઇઝરાયલી લોકો માટે ઝાકળરૂપ બનીશ અને તેઓ પોયણાંની માફક ખીલી ઊઠશે. લબાનોનનાં વૃક્ષોની જેમ તેમનાં મૂળ ઊંડાં જશે.


હું મારા લોકને તેમના વતનમાં રોપીશ અને તેમને ફરીથી ક્યારેય ઉખેડી નાખવામાં આવશે નહિ.”


તમારા જેવા ઈશ્વર કોણ છે? કારણ, તમે તો પાપ ક્ષમા કરો છો. તમારા વારસાના એટલે કે તમારા લોકના બચી ગયેલા માણસોના અપરાધ તમે વિસારે પાડો છો. તમે તમારો ક્રોધ હંમેશાં રાખતા નથી, કારણ, દયા કરવામાં તમને આનંદ આવે છે.


તારા ઈશ્વર પ્રભુ તારી મધ્યે છે. તે પોતાના સામર્થ્યથી તારો બચાવ કરનાર છે. પ્રભુ તારામાં હર્ષ પામશે અને તેમના પ્રેમમાં તે તને નવજીવન બક્ષશે.


જેમ પ્રભુ તમારું કલ્યાણ કરવામાં અને તમારી વૃધિ કરવામાં આનંદ પામતા હતા તેમ હવે પ્રભુ તમારો વિનાશ કરવામાં અને તમારું નિકંદન કાઢવામાં આનંદ પામશે, અને તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાંથી તમારો ઉચ્છેદ કરી નંખાશે.”


પ્રભુ તમારા હિતાર્થે તમારા હાથનાં સર્વ કાર્યોમાં સફળતા બક્ષશે. તમારી સંતતિ અને તમારાં ઢોરઢાંક વધારશે અને તમારાં ખેતરો મબલક પાક ઉપજાવશે. કારણ, જેમ પ્રભુ તમારા પૂર્વજો પર પ્રસન્‍ન હતા તેમ તે તમારા પર પણ પ્રસન્‍ન થઈને તમને સમૃધ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan