Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:38 - પવિત્ર બાઇબલ C.L.

38 તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 તેઓ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:38
20 Iomraidhean Croise  

હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.


તમે ઇઝરાયલને સદાને માટે તમારા પોતાના લોક બનાવ્યા છે અને તમે પ્રભુ તેમના ઈશ્વર બન્યા છો.


જે પ્રજાના સંબંધમાં આ વાતો સાચી છે તે ઈશ્વરથી આશીર્વાદિત છે. જે પ્રજાના ઈશ્વર યાહવે છે તેને ધન્ય છે.


તેઓ નિરર્થક શ્રમ નહિ કરે અને બાળકોને માત્ર આફતનો ભોગ બનવા જ જન્મ આપશે નહિ. કારણ, તેઓ અને તેમનાં સંતાનો તો મેં પ્રભુએ જેમને આશિષ આપી હોય એવા લોક બની રહેશે.


હું તેમને એવું મન આપીશ કે તેઓ મને તેમના પ્રભુ તરીકે કબૂલ કરશે, તેઓ ફરી મારા લોક બનશે અને હું તેમનો ઈશ્વર થઈશ. કારણ, તેઓ પૂરા દયથી મારી તરફ વળશે.”


તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ.”


પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલના સર્વ કુળોનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.


પણ હવે પછી હું ઇઝરાયલના લોકો સાથે જે નવો કરાર કરીશ તે આ પ્રમાણે હશે. હું તેમની મધ્યે મારા નિયમની પુન: પ્રતિષ્ઠા કરીશ અને તેને તેમના દયપટ પર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.


તથાપિ તારી યુવાનીના સમયમાં મેં તારી સાથે કરેલો કરાર હું યાદ રાખીશ અને તારી સાથે શાશ્વત ટકે તેવો કરાર કરીશ.


જે દેશ તમારા પૂર્વજોને મેં આપ્યો હતો તેમાં તમે વસશો, તમે મારી પ્રજા થશો અને હું તમારો ઈશ્વર થઇશ.


હું ત્યાં તેમની સાથે વસવાટ કરીશ. હું તેમનો ઈશ્વર થઇશ અને તેઓ મારી પ્રજા થશે.


તે દિવસથી ઇઝરાયલીઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું.


ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું. કારણ, મેં જ તેમને બીજી પ્રજાઓમાં દેશનિકાલ કર્યા હતા અને હું જ તેમને એકત્ર કરી પોતાના દેશમાં પાછા લાવનાર છું. હું તેઓમાંના એક પણ માણસને અન્ય દેશોમાં રહેવા દેનાર નથી.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


પછી તમારા ઈશ્વર પ્રભુ તેમના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે ત્યાં તમારે જવું અને ત્યાં પ્રભુના સાનિધ્યમાં તમારા ધાન્યનો, તમારા દ્રાક્ષાસવનો તથા તમારા ઓલિવ તેલનો દશાંશ, તેમજ તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાબકરાંનાં પ્રથમ જન્મેલાં બચ્ચાંનું માંસ તમારે ખાવાં.


એને બદલે, તેઓ એક વધુ સારા, એટલે સ્વર્ગીય દેશની ઝંખના સેવતા હતા. તેથી ઈશ્વર પોતાને તેમના ઈશ્વર તરીકે ઓળખાવતાં શરમાતા નથી. કારણ, તેમણે તેમને માટે એક શહેર તૈયાર કર્યું છે.


હવે, આવનાર દિવસોમાં હું ઇઝરાયલી લોકો સાથે આ કરાર કરીશ એવું પ્રભુ કહે છે: હું મારા નિયમો તેમના મનમાં મૂકીશ, અને તે તેમના દયપટ પર લખીશ. “હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે.


જે વિજય પ્રાપ્ત કરશે તે મારી પાસેથી આ બધું મેળવશે. હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે.


Lean sinn:

Sanasan


Sanasan