Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:34 - પવિત્ર બાઇબલ C.L.

34 એને બદલે, તેમણે તો મારે નામે ઓળખાતા મંદિરમાં તેમની ધૃણાસ્પદ મૂર્તિઓ સ્થાપીને તેને ભ્રષ્ટ કર્યું છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 પણ જે મંદિર મારા નામથી ઓળખાય છે, તેને ભ્રષ્ટ કરવા માટે તેઓએ તેમાં પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓ રાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 પણ જે ભક્તિસ્થાન મારા નામથી ઓળખાય છે. તેને ભ્રષ્ટ કરવા તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓ રાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તેઓએ મારા પોતાના મંદિરમાં તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓની પૂજા કરીને તેને પણ અપવિત્ર કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:34
15 Iomraidhean Croise  

મનાશ્શા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાર વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને પંચાવન વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ હેફસીબાહ હતું.


તેણે મંદિરમાંથી અશેરા દેવીની પ્રતિમા કઢાવી નાખી અને તેને યરુશાલેમ બહાર કિદ્રોન ખીણમાં બાળી નાખી. તેની રાખને ધૂળમાં મેળવી દઈને તેને જાહેર કબ્રસ્તાનમાં વેરી નાખી.


તેણે પ્રભુના મંદિરમાં પોતે મૂકેલાં વિધર્મી દેવો અને મૂર્તિઓને તથા મંદિરના પર્વત પરની અને યરુશાલેમમાં અન્ય સ્થળોમાં બાંધેલી વિધર્મી વેદીઓને દૂર કર્યાં. તેણે એ બધું નગર બહાર ફેંકી દીધું.


વળી, યહૂદિયાના આગેવાનો, યજ્ઞકારો અને લોકોએ મૂર્તિપૂજા કરીને તેમની આસપાસની પ્રજાઓનું અનુસરણ કર્યું. અને એમ પ્રભુએ પોતે યરુશાલેમના જે મંદિરને પવિત્ર કર્યુ હતું તેને અશુદ્ધ કર્યું.


કારણ, એ લોકોએ મારો ત્યાગ કર્યો છે અને તેઓ તથા તેમના પૂર્વજો તથા યહૂદિયાના રાજાઓ જાણતા નહોતા એવા અન્ય દેવોને ધૂપ ચડાવીને આ સ્થાનને ભ્રષ્ટ કર્યું છે. તેમણે આ સ્થળને નિર્દોષ લોકોના રક્તથી ભરી દીધું છે.


પ્રભુ કહે છે, “અરે, સંદેશવાહકો અને યજ્ઞકારો પણ ભ્રષ્ટ બન્યા છે; અરે, મારા પોતાના મંદિરમાં જ મેં તેમને દુષ્ટતા આચરતા પકડયા છે.


તમારા બધાં મિત્રરાજ્યો તમને ભૂલી ગયાં છે, તેઓ તમારી ખબર પણ પૂછતાં નથી. તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપને લીધે મેં તમને એ સજા કરી છે. મેં તમારા પર નિર્દય શત્રુની જેમ પ્રહાર કર્યો અને તમને આકરી સજા કરી છે.


થોડા દિવસ પહેલાં તમે પશ્ર્વાતાપ કર્યો હતો અને તમારા જાતભાઈને ગુલામીમાંથી મુક્ત કરવાનું મને પ્રસન્‍ન કરે એવું કાર્ય કર્યું હતું અને મારે નામે ઓળખાતા મંદિરમાં મારી સમક્ષ કરાર પણ કર્યો હતો.


જો કે તમારી મધ્યે મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને હું તમને વારંવાર આગ્રહથી કહેતો રહ્યો કે હું જેમને ધિક્કારું છું તેવાં ભૂંડાં કાર્યો કરશો નહિ.


પછી મારે નામે ઓળખાતા આ મંદિરમાં આવીને મારી સમક્ષ ઊભા રહી તમે કહો છો, ‘અમે અહીં સલામત છીએ’ અને પછી પાછા આ બધાં ઘૃણાજનક કાર્યો જારી રાખો છો.


પ્રભુ કહે છે, ‘યહૂદિયાના લોકોએ દુષ્ટ કાર્ય કર્યું છે; હું જેની સખત ઘૃણા કરું છું તેવી મૂર્તિઓને મારા મંદિરમાં સ્થાપીને તેમણે તેને અપવિત્ર કર્યું છે.


તેમણે હિન્‍નોમની ખીણમાં તોફેથ નામનું પૂજાનું ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેના પર તેઓ તેમનાં પુત્રપુત્રીઓને અગ્નિથી દહન કરીને બલિ તરીકે ચડાવી શકે. આ પ્રમાણે કરવાની મેં આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખો ય કદી આવ્યો નથી!


Lean sinn:

Sanasan


Sanasan