Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:32 - પવિત્ર બાઇબલ C.L.

32 કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકો, તેમના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો, સંદેશવાહકો તથા યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ તેમનાં દુષ્ટ આચરણથી મને ક્રોધિત કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 મને રોષ ચઢાવવા માટે જે જે દુષ્કર્મો ઇઝરાયલ તથા યહૂદિયાના પુત્રોએ, તેઓના રાજાઓએ, તેઓના સરદારોએ, તેઓના યાજકોએ, તેઓના પ્રબોધકોએ તથા યહૂદિયાના માણસોએ અને યરુશાલેમના રહેવાસીઓએ કર્યાં છે કે, જેથી હું આ નગરને મારી નજર આગળથી દૂર કરું;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 મને રોષ ચઢાવવા માટે જે દુષ્ટ કૃત્યો ઇઝરાયલના અને યહૂદિયાના દીકરાઓએ, રાજાઓ, રાજકુમારો, યાજકો, પ્રબોધકો અને યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ કર્યાં છે અને તેને કારણે હું આ નગરને મારી નજર આગળથી દૂર કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોએ તથા તેમના રાજાઓ યાજકો અને પ્રબોધકોએ અને યહૂદિયાના માણસો અને યરૂશાલેમના લોકોએ દુષ્કૃત્યો કર્યા છે, અને તેને કારણે હું એને મારી નજર આગળથી દૂર કરવા માંગુ છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:32
19 Iomraidhean Croise  

અમારા પૂર્વજોના સમયથી આજ સુધી અમે ભયંકર પાપ કર્યાં છે. અમારાં પાપને લીધે અમારા રાજાઓ અને યજ્ઞકારો પરદેશી રાજાઓની સત્તાને તાબે થઈ ગયા છે. અમારી ક્તલ કરવામાં આવી છે, અમને લૂંટી લેવામાં આવ્યા છે. અમને કેદી તરીકે લઈ જવામાં આવ્યા છે અને અમારી આબરૂ લૂંટાઈ છે. આજે પણ અમારી એ જ દશા છે.


તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી.


દર્શનની ખીણ વિષેનો આ સંદેશ છે: એવું તો શું બન્યું છે કે તમે બધા ધાબા પર ચડી ગયા છો?


પ્રભુ કહે છે, “જેમ ચોર પકડાઈ જાય ત્યારે તે ભોંઠો પડે છે, તેમ ઇઝરાયલના બધા લોકો, તેમના રાજવીઓ, અધિકારીઓ, તેમના યજ્ઞકારો અને તેમના સંદેશવાહકો શરમિંદા થશે.


કારણ, અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ, અમારા અધિકારીઓ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં એ જ પ્રમાણે કરતા હતા. ત્યારે તો અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ખોરાક હતો; અમે સમૃદ્ધ હતા અને કોઈ વિપત્તિ જોઈ ન હતી.


“તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા અધિકારીઓએ અને તમામ લોકોએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં જે ધૂપ ચડાવ્યો તેની શું પ્રભુને જાણ નહોતી કે શું તે તેમના ધ્યાન બહાર હતું એવું તમે માનો છો?


યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું શું કરે છે, એ તું જોતો નથી?


જુઓ, ઇઝરાયલના બધા રાજપુરુષો પોતાની સત્તાને જોરે ખૂનરેજી ચલાવે છે.


તમે ભૂતકાળમાં અમારું રક્ષણ કર્યું છે, એટલે હવે યરુશાલેમ પર તમારો ક્રોધ જારી રાખશો નહિ. તે તો તમારું શહેર, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપને લીધે અને અમારા પૂર્વજોની દુષ્ટતાને લીધે આસપાસના દેશોના લોકો યરુશાલેમ તથા તમારા લોકો તરફ તિરસ્કારપૂર્વક જુએ છે.


અમારા રાજાઓ, શાસકો, પૂર્વજો અને સમગ્ર પ્રજાને તમારે નામે બોધ કરનાર તમારા સેવકો એટલે સંદેશવાહકોનું અમે સાંભળ્યું નથી.


હે પ્રભુ, તમે હમેશા સાચું જ કરો છો, પણ અમે હમેશા અમારી જાતને કલંક લગાડયું છે. યહૂદિયા અને યરુશાલેમમાં વસનારા તેમ જ તમારા પ્રત્યેના અવિશ્વાસુપણાને લીધે દૂરના કે નજીકના દેશોમાં વિખેરી નંખાયેલા સર્વ ઈઝરાયલીઓ વિષે એ સાચું છે.


હે પ્રભુ, અમારા રાજાઓ, શાસકો અને પૂર્વજોએ શરમજનક કૃત્યો કરીને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan