Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:3 - પવિત્ર બાઇબલ C.L.

3 યર્મિયા જે સંદેશ પ્રગટ કરતો હતો તે સંદેશ તે શા માટે પ્રગટ કરે છે એવા આક્ષેપસર યહૂદિયાના રાજા સિદકિયાએ તેને કેદ કર્યો હતો. યર્મિયાનો સંદેશ આવો હતો. આ પ્રભુનો સંદેશ છે: “હું આ નગરને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દઈશ અને તે તેને જીતી લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે યહૂદિયાના રાજા સિદકિયાએ તેને એમ કહીને કેદ કરી રાખ્યો હતો, “તું એવું ભવિષ્ય શા માટે કહે છે કે, યહોવા કહે છે કે, જુઓ, આ નગર હું બાબિલના રાજાના હાથમાં સોંપીશ, ને તે તેને લેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહૂદાના રાજા સિદકિયાએ તેને એમ કહીને કેદ કરી રાખ્યો હતો કે, “તું એવું ભવિષ્યવચન શા માટે કહે છે કે, ‘યહોવાહ કહે છે કે; જુઓ, આ નગર હું બાબિલના રાજાના હાથમાં સોંપીશ. અને તે તેને જીતી લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 સિદકિયા રાજાએ યર્મિયાને કેદ કર્યો હતો, કારણ કે તેણે ભવિષ્યવચન કહેવાનું સતત ચાલું રાખ્યું હતું કે, “‘બાબિલનો રાજા નગરને જીતી લેશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:3
23 Iomraidhean Croise  

આહાઝ રાજા પોતાના સંકટના સમયમાં પણ પ્રભુ વિરુદ્ધ વધારે ને વધારે પાપ કરતો રહ્યો.


પણ ઇજિપ્તના રાજાએ મોશે અને આરોનને કહ્યું, “તમે શા માટે લોકોને તેમનું કામ કરવા દેતા નથી? જાઓ, તમે તમારા કામે લાગી જાઓ.


મેં તારાં સંતાનોને શિક્ષા કરી તે વ્યર્થ થઈ છે; તેમણે મારી શિક્ષા ગણકારી નથી. ભૂખ્યા સિંહની જેમ તમારી જ તલવારોએ તમારા સંદેશવાહકોનો સંહાર કર્યો છે.


તેથી યર્મિયાએ તેમને કહ્યું, “તમે સિદકિયાને આ પ્રમાણે જણાવજો, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે:


પણ જો કોઈ પ્રજા અથવા દેશ તેની સત્તાને આધીન નહિ થાય અને બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા નહિ દે તો હું તે રાજાને બેબિલોનના રાજાના તાબામાં સોંપી ન દઉં ત્યાં સુધી તેને યુદ્ધ, ભૂખમરા અને રોગચાળાથી સતાવીશ.


બેબિલોનના રાજાના લશ્કરે અત્યારે તો ઘેરો ઉઠાવી લીધો છે પણ પછી તે આક્રમણ કરશે. ત્યારે હું યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના અધિકારીઓને તેમની હત્યા કરવા ટાંપી રહેલા દુશ્મનોના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઈશ.


યહૂદિયાના રાજા યહોયાકીમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે કે બેબિલોનનો રાજા આવીને આ દેશનો વિનાશ કરશે અને લોકોનો તથા પ્રાણીઓનો સંહાર કરશે એવું શા માટે લખ્યું છે એમ કહીને યહૂદિયાના રાજા યહોયાકીમે જાતે જ વીંટો બાળી નાખવાની હિંમત કરી છે.


હજુ યર્મિયાને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો અને તેથી તે લોકો મધ્યે અવરજવર કરી શક્તો હતો.


પણ જો તું શરણાગતિ નહિ સ્વીકારે તો પછી આ યરુશાલેમ નગરને ખાલદીઓના લશ્કરના હાથમાં સોંપી દેવાશે. તેઓ તેને સળગાવીને ભસ્મીભૂત કરી દેશે અને તું પોતે પણ તેમના સકંજામાંથી છટકી શકશે નહિ.”


પછી એ અધિકારીઓએ રાજા પાસે જઈને કહ્યું, “આ માણસને ખતમ કરો. આવા સંદેશા આપીને તે આપણા સૈનિકોને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત કરી દે છે. કારણ, આ માણસ લોકોનું કલ્યાણ નહિ, પણ તેમનું નુક્સાન ઇચ્છે છે.”


ત્યારે એબેદ-મેલેખે મહેલમાંથી ત્યાં જઈને રાજાને કહ્યું,


પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.”


“તેમણે મારાં બધાં પાપ લક્ષમાં લીધાં અને તેમને એક સાથે બાંધ્યાં. પછી તેમણે તે મારી ગરદન પર લટકાવ્યાં અને તેના ભારથી હું નિર્બળ થઈ ગઈ. પ્રભુએ મને મારા શત્રુઓના હાથમાં સોંપી દીધી અને હું નિ:સહાય બની ગઈ.


અહીં બેથેલમાં હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, કારણ, આ તો રાજાનું પૂજાસ્થાન - રાજમંદિર છે.”


અને તેમણે કહ્યું, “કયા અધિકારથી તમે આ બધું કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો?”


Lean sinn:

Sanasan


Sanasan