યર્મિયા 32:24 - પવિત્ર બાઇબલ C.L.24 પ્રભુએ કહ્યું, “જો બેબિલોનના લશ્કરે યરુશાલેમ નગરને જીતી લેવા માટે મોરચા ઊભા કર્યા છે; ખાલદીઓએ તે પર રહીને હલ્લો ચલાવ્યો છે અને યુદ્ધ, દુકાળ અને રોગચાળાને લીધે નગર તેમના હાથમાં પડયું છે. તારો સંદેશ સાચો પડયો છે અને તે તું તારી નજરે જુએ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 આ મોચાઓ જુઓ! નગરને જીતી લેવા માટે તેની નજીક તેઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે તેઓના હાથમાં તરવાર, દુકાળ તથા મરકીને લીધે, નગર આપવામાં આવ્યું છે. તમે જે બોલ્યા છો તે થયું છે; અને જુઓ, તમે તે જુઓ છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 આ મોરચાઓ જુઓ શત્રુએ નગરને જીતી લેવા સારુ તેની નજીક તેઓને ઊભા કરવામાં આવ્યા. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે. તેઓના હાથમાં તલવાર, દુકાળ અને મરકીને કારણે નગરને જીતી લેવાશે. તમે કહ્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે, તમે તે જાતે જોઈ શકો છો. Faic an caibideilપવિત્ર બાઈબલ24 “શત્રુએ નગરનાં સામે મજબૂત મોરચાઓ બાંધ્યા છે. બાબિલનું સૈન્ય તરવાર વડે તથા નગરમાં પ્રવર્તતા દુકાળ અને મરકીને કારણે નગરને જીતી લેશે. તમે કહ્યું હતું અને તમે નક્કી કર્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે, તમે તમારી જાતે જોઇ શકો છો. Faic an caibideil |