Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:6 - પવિત્ર બાઇબલ C.L.

6 કારણ, એવો દિવસ આવશે જ્યારે એફ્રાઈમ પ્રદેશના પર્વતો પર ચોકીદારો પોકાર કરશે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર પ્રભુ પાસે સિયોન જઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે એવો સમય આવશે કે જે વખતે એફ્રાઈમ પર્વત પરના ચોકીદારો પોકારશે, ‘ઊઠો, આપણે આપણા ઈશ્વર યહોવાની પાસે સિયોન પર ચઢી જઈએ.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે એવો દિવસ આવી રહ્યો છે કે, જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી ચોકીદારો પોકાર કરશે કે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર યહોવાહની પાસે સિયોનમાં ચઢી જઈએ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એવો દિવસ જરૂર આવી રહ્યો છે. જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી પહેરેગીરો પોકાર કરશે, ‘ચાલો આપણે સિયોનની યાત્રાએ જઇએ, આપણા દેવ યહોવાને દર્શને જઇએ.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:6
23 Iomraidhean Croise  

એફ્રાઈમના પહાડીપ્રદેશમાં સૈન્યો સામસામે આવ્યાં. અબિયા રાજાએ સમારાઈમ પર્વત પર ચઢી જઈ યરોબામ અને ઇઝરાયલીઓને પડકાર કર્યો. તેણે કહ્યું, “મારું સાંભળો.


ત્યારે યહૂદા અને બિન્યામીનના કુળના ગોત્રોના આગેવાનો, યજ્ઞકારો, લેવીઓ તથા જેમના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી એવા સૌ કોઈ યરુશાલેમમાંના પ્રભુના મંદિરને ફરીથી બાંધવા માટે જવા તૈયાર થયા.


જેઓ તમારી પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે, અને જેમનાં હૃદય સિયોનના યાત્રામાર્ગો પર મંડાયેલાં છે તેમને ધન્ય છે!


તે દિવસે આશ્શૂરમાં સપડાયેલા અને ઇજિપ્તમાં દેશવટો પામેલા બધા ઇઝરાયલીઓને પાછા બોલાવવા રણશિંગડું વગાડવામાં આવશે. તેઓ પાછા આવશે અને યરુશાલેમમાં પવિત્ર પર્વત પર પ્રભુનું ભજન કરશે.


હે શુભસંદેશ લાવનાર સિયોન, ઊંચે પર્વત પર ચડી જા! હે શુભ સમાચાર પાઠવનાર યરુશાલેમ, મોટે સાદે પોકાર! ગભરાયા વિના યહૂદિયાનાં નગરોને ઊંચે સાદે પોકારીને કહે: “જુઓ! આ તમારો ઈશ્વર!”


હે યરુશાલેમ, મેં તારી દીવાલો પર ચોકીદારો મૂક્યા છે. તેઓ રાતદિવસ શાંત રહેશે નહિ, પણ પ્રભુને તેમણે આપેલાં વચનોની યાદ દેવડાવ્યા કરશે અને જંપીને બેસશે નહિ.


વળી, પ્રભુ કહે છે, “હે મારો ત્યાગ કરનાર લોક, પાછા ફરો. હું તમારો માલિક છું. હું તમારા નગરમાંથી એકએકને અને તમારા કુળપ્રદેશમાંથી બબ્બેને લઈને તેમને સિયોન પર્વત પર પાછા લાવીશ.


તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ.


અને હું ઇઝરાયલના લોકોને તેમના ગોચરસમા વતનમાં પાછો લાવીશ. તેઓ ર્કામેલ અને બાશાન પ્રદેશમાં ચરશે અને એફ્રાઇમ તથા ગિલ્યાદની ટેકરીઓ પર ધરાઈને ખાશે.


તેથી મેં તેમના પર ચોકીદારો નીમીને તેમને કહ્યું, ‘ચેતવણી માટે રણશિંગડાનો સાદ સાંભળો’, પણ તેમણે કહ્યું, ‘અમે સાંભળવા માગતા નથી.”


“હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી પ્રજા પર ચોકીદાર ઠરાવ્યો છે, તેથી હું તને જે ચેતવણીઓ આપું તે તું તેમને જણાવજે.


“હે મનુષ્યપુત્ર, તારા દેશવાસીઓને આ વાત જણાવ: હું કોઇ દેશ પર યુદ્ધ લાવું અને તે દેશના લોકો પોતાનામાંથી એક વ્યક્તિને પસંદ કરીને તેને ચોકીદાર તરીકે નીમે,


યહૂદિયાના અને ઇઝરાયલના લોકો ફરીથી એક થશે. તેઓ પોતાને માટે એક જ આગેવાન પસંદ કરશે અને તેઓ ફરીથી તેમની ભૂમિ પર સ્થાપિત થશે અને સમૃદ્ધિ મેળવશે. સાચે જ યિઝ્રએલનો દિવસ મહાન દિવસ થશે!


ઈશ્વરે એફ્રાઈમને એટલે, પોતાના લોકને ચેતવણી આપવા માટે મને સંદેશવાહક તરીકે મોકલ્યો છે. છતાં જ્યાં જ્યાં હું જઉં છું ત્યાં ત્યાં તમે મને પક્ષીની જેમ જાળમાં ફસાવવા માગો છો. ઈશ્વરના સંદેશવાહકના શત્રુઓ તેમના મંદિરમાં જ છે.


Lean sinn:

Sanasan


Sanasan