Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમે ફરીથી સમરૂનના ટેકરાઓ પર દ્રાક્ષાવાડીઓ રોપશો, અને એ વાડીઓ રોપનારા જ તેનાં ફળ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તું ફરી સમરૂનના પર્વતો પર દ્રાક્ષાવાડીઓ રોપીશ. રોપનારા રોપશે, ને તેઓનાં ફળ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તું ફરીથી સમરુનના પર્વતો પર દ્રાક્ષવાડીઓ રોપશે. અને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તું ફરીથી સમરૂનના ડુંગરા પર દ્રાક્ષનીવાડીઓ રોપશે, ને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:5
15 Iomraidhean Croise  

તેઓ ખેતરોમાં વાવણી કરે છે અને દ્રાક્ષવેલાઓ રોપે છે અને મબલક પાક ઉપજાવે છે.


કારણ, ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહે છે કે, ‘આ દેશમાં ફરીથી મકાનો, ખેતરો અને દ્રાક્ષવાડીઓ ખરીદવામાં આવશે.”


ત્યાં તેઓ મકાનો બાંધશે, દ્રાક્ષાવાડીઓ રોપશે અને સલામતીમાં રહેશે. તેમની ધૃણા કરનાર તેમના પડોશી દેશોને હું સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું.”


પણ હે ઇઝરાયલના પર્વતો, તમારા પરનાં વૃક્ષોની ડાળીઓ ફૂટશે અને ટૂંક સમયમાં સ્વદેશ પાછા ફરનાર મારા લોકો માટે એ વૃક્ષો ફળવંત બનશે.


હું મારા ઇઝરાયલી લોકને તેમના વતનમાં પાછા લાવીશ. તેઓ પોતાનાં ખંડિયેર બની ગયેલાં શહેરો ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષાસવ પીશે; તેઓ વાડીઓ રોપશે અને તેનાં ફળ ખાશે.


“દક્ષિણ યહૂદિયાના લોકો અદોમનો કબજો લેશે; પશ્ર્વિમના પહાડી પ્રદેશના લોકો પલિસ્તિયા કબજે કરશે. ઇઝરાયલીઓ એફ્રાઈમ અને સમરૂનના પ્રદેશ કબજે કરશે; બિન્યામીનના લોકો ગિલ્યાદને કબજે કરશે.


તેથી પ્રભુ કહે છે, “હું સમરૂનને ખુલ્લાં મેદાનોમાં ખડક્યેલાં ખંડિયેરોના જેવું અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું બનાવી દઈશ. હું તેના પથ્થરોને ખીણમાં ગબડાવી દઈશ. તેના સર્વ પાયા ઉઘાડા કરી નાખીશ.


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


તે દિવસ આવે ત્યારે તમારામાંનો પ્રત્યેક માણસ પોતાની દ્રાક્ષવાડીઓ અને અંજીરોથી મળેલ શાંતિ અને સલામતીનો ઉપભોગ કરવા પોતાના પડોશીને બોલાવશે.”


વળી, દ્રાક્ષવાડી રોપી હોય પણ તેનું ફળ ચાખવા પામ્યો ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની છૂટ છે. નહિ તો કદાચ તે યુધમાં માર્યો જાય અને બીજો માણસ તેનું ફળ ખાય.


“તમે સ્ત્રી સાથે સગપણ કરશો, પણ બીજો પુરુષ તેની સાથે સમાગમ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં કદી રહેવા પામશો નહિ. તમે દ્રાક્ષવાડી રોપશો પણ તેના ફળનો ઉપભોગ કરી શકશો નહિ.


દાવિદે જવાબ આપ્યો, “અલબત, આ ત્રણ દિવસ દરમિયાન તેઓ તેનાથી દૂર જ છે. અમે સામાન્ય કામ માટે જતા હોઈએ તો પણ મારા માણસો પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખે છે. આ ખાસ કામે નીકળ્યા છીએ ત્યારે તો તેઓ કેટલા વિશેષ શુદ્ધ હશે.”


Lean sinn:

Sanasan


Sanasan