Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:23 - પવિત્ર બાઇબલ C.L.

23 ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને દેશનિકાલમાંથી પાછા લાવીને તેમના વતનમાં પુન: વસાવીશ ત્યારે યહૂદિયામાં અને તેનાં નગરોમાં આવો આશીર્વાદ ઉચ્ચારાશે: ‘હે ન્યાયના નિવાસસ્થાન સમા પવિત્ર પર્વત, પ્રભુ તને આશિષ આપો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ત્યારે યહૂદિયાના દેશમાં તથા તેનાં નગરોમાં લોકો ફરીથી આ આશીર્વચન કહેશે, ‘હે ન્યાયનિકેતન, હે પવિત્ર પર્વત, યહોવા તને આશીર્વાદ આપો.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; “જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ ત્યારે યહૂદિયા દેશમાં અને તેના નગરોમાં લોકો આ વચન ઉચ્ચારશે કે, ન્યાયનિકેતન હે પવિત્રપર્વત, ‘યહોવાહ આશીર્વાદિત કરો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “હું યહૂદિયાં અને તેના નગરોનું ભાગ્ય ફેરવી નાખીશ અને તેથી તેઓ ફરીથી આ વચનો ઉચ્ચારશે કે, ‘નીતિવંતોનું રહેઠાણ એવો પવિત્રપર્વત, યહોવા તમને આશીર્વાદિત કરો!’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:23
23 Iomraidhean Croise  

પ્રભુ પોતાના નિવાસ સિયોનમાંથી તને આશિષ આપો. તું તારા આયુષ્યના સર્વ દિવસો દરમ્યાન યરુશાલેમની આબાદી જોવા પામશે;


એવા ઘાસની કાપણી કરનારને રાહદારીઓ “પ્રભુની આશિષ તમારા પર ઊતરો,” એવી શુભેચ્છા પાઠવતા નથી, અને એ કાપણી કરનારા પણ પ્રત્યુત્તરમાં “અમે ય તમને યાહવેને નામે આશિષ આપીએ છીએ,” એવું કહેતા નથી.


આકાશ અને પૃથ્વીના સર્જનહાર પ્રભુ તમને સિયોનમાંથી આશિષ આપો.


હે પ્રભુ, તમારા લોકોને ઉગારો, અને તમારા વારસાને આશિષ આપો; તમે તેમનું પાલન કરો અને સાચવો.


એક સમયની પતિવ્રતા નારી જેવી નગરી આજે વેશ્યા જેવી બની ગઈ છે! એક વખતે તેમાં સદાચારીઓ રહેતા હતા, પણ હવે ખૂનીઓ જ બાકી રહ્યા છે.


વર્ષો પૂર્વે તારી પાસે હતા તેવા રાજર્ક્તાઓ અને સલાહકારો હું તને આપીશ. ત્યાર પછી યરુશાલેમ ન્યાયી અને પતિવ્રતા નારી જેવી નગરી તરીકે ઓળખાશે.


ઈશ્વરના પવિત્ર પર્વત સિયોન પર નુક્સાન કે વિનાશ કરનાર કંઈ હશે નહિ. જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ પૃથ્વી પ્રભુના જ્ઞાનથી ભરપૂર થશે.


રણપ્રદેશ હોય કે ફળદ્રુપ પ્રદેશ હોય પણ સમગ્ર દેશમાં ન્યાયનીતિ પ્રવર્તશે.


પ્રભુ સર્વોપરી છે અને તે પરમધામમાં વસે છે. સિયોનને તે ઈન્સાફ અને સદાચારથી ભરપૂર કરશે.


તારા બધા લોકો પ્રામાણિકપણે ચાલશે અને સદાસર્વકાળ દેશનું વતન પામશે. કારણ, મારો મહિમા પ્રગટ કરવા માટે તેઓ મારા રોપેલા રોપ અને મારે હાથે ઘડેલાં પાત્રો છે.


હું પ્રભુ પોતે કહું છું કે હું તમને જરૂર મળીશ; હું તમારી પરિસ્થિતિ પલટી નાખીશ, અને જે જે દેશો અને પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધામાંથી હું તમને એકત્ર કરીશ, અને જે જે સ્થળેથી મેં તમને દેશનિકાલ કર્યા હતા તે જ સ્થળે હું તમને પાછા લાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે.


બિન્યામીન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં, યહૂદિયાનાં નગરોમાં, પહાડી પ્રદેશનાં નગરોમાં, શફેલાના ખીણપ્રદેશનાં નગરોમાં, અને યહૂદિયાની દક્ષિણના નેગેબપ્રદેશનાં નગરોમાં લોકો ખેતરો ખરીદશે, તેની કિંમત ચૂકવશે, તે માટે વેચાણખત કરી સહીંસિક્કા કરશે અને સાક્ષીઓ હાજર રાખશે. કારણ, હું મારા લોકોને વતનમાં પાછા વસાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


અને તેથી પોતાનો વાડો પણ વીસરી ગયા છે. જેમને તેમનો ભેટો થઈ ગયો તેમણે તેમનો ભક્ષ કર્યો. તેમના શત્રુઓ કહે છે, ‘એમાં આપણે કશું ખોટું કરતાં નથી! કારણ, તેમણે પ્રભુ, જે તેમને માટે સાચા વાડા સમાન અને તેમના પૂર્વજોની આશા હતા, તેમની વિરુદ્ધ પાપ કર્યાં છે.


“પણ સિયોન પર્વત પર કેટલાક બચી જશે અને તે પવિત્ર સ્થાન થશે. યાકોબની પ્રજા તેના મુલક પર પોતાનો અધિકાર મેળવશે.


પણ ભવિષ્યમાં એવા દિવસો આવે છે જ્યારે પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતો કરતાં ઊંચો કરાશે. ત્યાં ઘણી પ્રજાઓનાં ટોળેટોળાં ચાલ્યાં આવશે.


મારા પવિત્ર શહેર યરુશાલેમમાં હું પાછો ફરીશ અને ત્યાં જ વસીશ. તે તો વિશ્વાસુ નગર તરીકે ગણાશે અને સર્વસમર્થ પ્રભુનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


થોડીવાર પછી બોઆઝ પોતે બેથલેહેમથી આવ્યો. લણનારાઓને શુભેચ્છા પાઠવતાં તેણે કહ્યું, “પ્રભુ તમારી સાથે રહો.” તેમણે પણ જવાબ વાળ્યો, “પ્રભુ તમને આશિષ આપો.”


Lean sinn:

Sanasan


Sanasan