Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:2 - પવિત્ર બાઇબલ C.L.

2 વળી, હું પ્રભુ એ પણ કહું છું કે જે લોકો તલવારથી બચી ગયા તેમના પર રણપ્રદેશમાં મેં દયા દર્શાવી હતી. જ્યારે ઇઝરાયલ પ્રજા વિસામો શોધતી હતી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 વળી યહોવા કહે છે, “જ્યારે હું ઇઝરાયલને વિશ્રાંતિ આપવા ગયો, ત્યારે તરવારથી બચેલા લોકો વગડામાં કૃપા પામ્યા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જ્યારે હું ઇઝરાયલને વિશ્રાંતિ આપવા ગયો ત્યારે જે લોકો તલવારથી બચી ગયા છે, તેઓ અરણ્યમાં કૃપા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અને યહોવા કહે છે, “જ્યારે ઇસ્રાએલે રાહત શોધી ત્યારે જે લોકો તરવારથી બચી ગયા છે, તેઓને અરણ્યમાં કૃપા મળી.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:2
32 Iomraidhean Croise  

પછી પાલક ઘેટાંને દોરે તેમ તે પોતાના લોકને કાઢી લાવ્યા અને વેરાનપ્રદેશમાં તેમને ટોળાંની પેઠે દોરી ગયા.


તેથી મેં મારા ક્રોધમાં શપથ લીધા કે તેઓ મારા વિશ્રામના દેશમાં પ્રવેશશે નહિ.”


“તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા જાઓ ત્યારે પ્રસવ સમયે તેમનું ધ્યાન રાખો. જો તેમને પુત્ર જન્મે તો તમારે તેને મારી નાખવો, પણ જો પુત્રી જન્મે તો તેને જીવતી રહેવા દેવી.”


છેવટે ફેરોએ પોતાના બધા લોકોને હુકમ કર્યો કે હિબ્રૂઓને ત્યાં જન્મેલા પ્રત્યેક છોકરાને તમારે નદીમાં ફેંકી દેવો, પણ છોકરીઓ જન્મે તો તેમને રહેવા દેવી.


ઇઝરાયલી લોકો રામસેસથી સુક્કોથ જવા પગપાળા ચાલી નીકળ્યા. સ્ત્રીઓ અને બાળકો સિવાય તેઓ આશરે છ લાખ પુરુષો હતા.


ઘણાં વરસો પછી ઇજિપ્તનો રાજા મૃત્યુ પામ્યો. ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા અને મદદને માટે વિલાપ કરતા હતા.


પ્રભુએ કહ્યું, “હું તારી સાથે આવીશ અને તને વિજયી બનાવીશ.”


ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.”


“જા અને યરુશાલેમના લોકો સાંભળે તેમ પોકારીને કહે, પ્રભુ કહે છે: યુવાનીના સમયની તારી નિષ્ઠા અને કન્યા તરીકેનો તારો પ્રેમ મને યાદ છે. વેરાન અને પડતર પ્રદેશમાં તું મને અનુસરતી હતી. ઓ ઇઝરાયલ, તું મને સમર્પિત હતી;


હું તમને પરદેશીઓના રણપ્રદેશમાં લાવીશ અને ત્યાં તમારી સાથે મોઢામોઢ વિવાદ કરીશ.


મમતા અને પ્રેમથી મેં તેમને મારી તરફ ખેંચ્યા. મેં તેમને ઉઠાવીને ગાલસરસા ચાંપ્યા અને તેમને લળી લળીને ખવડાવ્યું.


પ્રભુના પવિત્ર પર્વત સિનાઈથી તેઓ ચાલી નીકળ્યા અને ત્રણ દિવસ સુધી મુસાફરી કરી. પ્રભુની કરારપેટી તેમને માટે વિશ્રામનું સ્થાન શોધવા માટે તેમની આગળ રહેતી.


પ્રભુએ જવાબ આપ્યો, “તારી વિનંતી પ્રમાણે હું તેમને માફ કરું છું.


ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો, અને હું તમને આરામ આપીશ.


તમારા ઈશ્વર પ્રભુ તમારી મોખરે ચાલે છે અને તે તમારે માટે યુધ કરશે, અને તમારી સમક્ષ તેમણે ઇજિપ્તમાં અને રણપ્રદેશમાં જેવાં કાર્યો કર્યાં તેવાં કાર્યો તે કરશે.”


જો કે પ્રભુ તો તમારે ક્યાં છાવણી નાખવી તે શોધવા અને તમારે કયે માર્ગે જવું તે બતાવવા રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે હંમેશા તમારી મોખરે ચાલતા હતા.


કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમને આપવાના છે તે વિશ્રામ અને વારસાના દેશમાં તમે હજુ પહોંચ્યા નથી.


કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપ્યો છે અને આ વિશાળ રણપ્રદેશમાં તમારા રઝળપાટ દરમ્યાન તેમણે તમારી સંભાળ લીધી છે અને ચાલીસ વર્ષ સુધી તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહ્યા છે અને તમને કશાની ખોટ પડી નથી.’


તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા તે માન્‍નાથી તમને રણપ્રદેશમાં પોષ્યા છે; અને છેવટે તમારું હિત થાય તે માટે તમારી પરખ કરવા હાડમારીઓથી તમને શિસ્તમાં રાખ્યા છે.


પ્રભુના સેવક મોશેએ તમને આપેલી આ આજ્ઞા યાદ કરો કે, ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને વસવાટ માટે આ પ્રદેશ આપ્યો છે.’


Lean sinn:

Sanasan


Sanasan