Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તારા ભાવિ માટે આશા છે; કારણ, તારાં બાળકો પોતાનાં વતનમાં પાછાં આવશે; હું પ્રભુ પોતે એ બોલું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તારી આખરની સ્થિતિ સારી થશે એવી આશા છે; એવું યહોવા કહે છે. તારાં છોકરાં પોતાના દેશમાં પાછાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તારા ભવિષ્ય માટે આશા છે” તારાં સંતાનો પોતાના દેશમાં પાછાં આવશે, એમ યહોવાહ કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તારા ભવિષ્ય માટે આશા છે; તારાં સંતાનો પોતાના શહેરમાં પાછાં આવશે,” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:17
19 Iomraidhean Croise  

છતાં દેશમાં દસમાંથી એક માણસ રહી જાય તો તેનો પણ નાશ થશે. પણ જેમ મસ્તગીવૃક્ષ અને ઓકવૃક્ષને કાપી નાખ્યા પછી તેના થડનું ઠૂંઠું રહી જાય છે તેમ ઈશ્વરના સમર્પિત શેષ લોક ભૂમિમાંના એવા ઠૂંઠા સમાન છે.”


હવે હું બહુ લાંબુ જીવવાનો નથી અને પ્રભુ પરની મારી આશા નષ્ટ થઈ છે.


છતાં એક વાતનો વિચાર મારામાં આશા જન્માવે છે.


તેથી તે આપણો ઉદ્ધાર કરે તે માટે ધીરજથી તેમની રાહ જોવી એ આપણે માટે ઉત્તમ છે.


આપણે આધીન થઈને નમી જવું જોઈએ, એથી કદાચ આપણે માટે આશા હોય પણ ખરી.


પછી તું તેમને કહેજે કે પ્રભુ પરમેશ્વર કહે છે: ‘જે અન્ય પ્રજાઓમાં ઇઝરાયલીઓ ગયા છે. તેઓમાંથી હું તેમને મુક્ત કરીશ, તેમને સર્વ સ્થળેથી એકઠા કરીશ ને તેમને તેમના પોતાના દેશમાં પાછા લાવીશ.


મારા સેવક યાકોબને આપેલા દેશમાં તેઓ વસશે. ત્યાં તેમના પૂર્વજો પણ રહેતા હતા. ત્યાં તેઓ અરે, તેમનાં સંતાનોનાં સંતાનો પણ તેમાં કાયમને માટે વસશે. મારા સેવક દાવિદ જેવો રાજા તેમના પર શાશ્વત શાસન કરશે.


ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું. કારણ, મેં જ તેમને બીજી પ્રજાઓમાં દેશનિકાલ કર્યા હતા અને હું જ તેમને એકત્ર કરી પોતાના દેશમાં પાછા લાવનાર છું. હું તેઓમાંના એક પણ માણસને અન્ય દેશોમાં રહેવા દેનાર નથી.


હું તેને તેની દ્રાક્ષવાડીઓ પાછી આપીશ અને ‘વિપત્તિની ખીણ’ને આશાનું દ્વાર બનાવી દઈશ. તેની યુવાવસ્થામાં એટલે કે તે ઇજિપ્તમાંથી નીકળી આવી તે દિવસોમાં તેનો જેવો હતો તેવો જ પ્રતિભાવ તે મારા પ્રત્યે દાખવશે.


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


હે દેશનિકાલ પામેલા લોકો, તમારે માટે હવે આશા છે, તમારી સલામતીની જગ્યાએ પાછા ફરો. હું તમને કહું છું કે, તમારા પર જે વીત્યું છે તેના બદલામાં હું તમને બમણી આશિષ આપીશ.


ઈશ્વરે એ વિપત્તિના દિવસોની સંખ્યા ઘટાડી ન હોત તો કોઈ ઊગરી શક્ત નહિ; પણ પોતાના પસંદ કરેલા લોકોને લીધે ઈશ્વર એ દિવસોની સંખ્યા ઘટાડશે.


Lean sinn:

Sanasan


Sanasan