Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેઓ આવીને સિયોનના ઉચ્ચસ્થાન પર ગાયન કરશે, અને ધાન્ય, દ્રાક્ષારસ, તેલ ને ઘેટાંનાં તથા ઢોરનાં ટોળાંનાં બચ્ચાં એ બધાંમાં યહોવાની કૃપા પામવા માટે તેઓ ભેગા થશે; અને તેઓના જીવ બાગાયત જમીનની વાડી જેવા થશે; અને તેઓ કદી પણ ફરીથી શોક કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે. અને યહોવાહે આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ટોળાં અને જાનવરો સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સીંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઈ ગયાં હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે, અને યહોવાએ આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ઢોરઢાંખરરૂપી સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સિંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:12
35 Iomraidhean Croise  

પરંતુ તમે ક્ષમા આપનાર ઈશ્વર છો; તેથી તમારો ડર રહે છે.


કારણ, તમે તો જેનાં પાંદડાં કરમાઈ જાય છે તેવા મસ્તગીવૃક્ષ જેવા અને નિર્જળ વાડી જેવા થશો.


તેઓ આનંદથી ગાતા ગાતા સિયોનમાં પ્રવેશશે અને તેમના શિર પર સદાનો આનંદ રહેશે. તેઓ હર્ષ તથા આનંદથી ઉભરાશે અને તેમના શોક અને નિસાસા ચાલ્યા જશે.


પ્રભુએ મુક્ત કરેલા લોકો પાછા ફરશે અને આનંદથી ગાતાં ગાતાં અને હર્ષનાદ કરતાં કરતાં સિયોનમાં પહોંચશે અને આનંદ તેમના શિરનો મુગટ બની રહેશે. હર્ષ અને ઉલ્લાસ તેમને આંબી જશે અને દુ:ખ તથા નિસાસા નાસી જશે.


સાંભળ, તારા ચોકીદારો ઊંચે અવાજે એકી સાથે હર્ષના પોકાર કરે છે. તેઓ પ્રભુને સિયોનમાં પાછા આવતા નજરોનજર જોઈ રહ્યા છે!


હું પ્રભુ તને સતત દોરવણી આપતો રહીશ અને સૂક્ભઠ પ્રદેશમાં પણ તને તૃપ્ત કરીશ. હું તને તંદુરસ્ત અને મજબૂત બાંધાનો રાખીશ. તું પુષ્કળ પાણી પાયેલી વાડી જેવો અને કદી સૂકાઈ ન જાય એવા પાણીના ઝરા જેવો થઈશ.


તારા દુ:ખના દહાડા પૂરા થાય છે. કારણ, હું પ્રભુ તારે માટે કદી અસ્ત નહિ થનાર સૂર્ય અને કદી નહિ ઘટનાર ચંદ્રની જેમ સતત પ્રકાશરૂપ બની રહીશ.


હું યરુશાલેમને લીધે આનંદ પામીશ અને તેના લોકને લીધે હર્ષ પામીશ. ત્યાં ફરી કદી રુદન કે વિલાપનો સાદ સંભળાશે નહિ.


વળી, પ્રભુ કહે છે, “હે મારો ત્યાગ કરનાર લોક, પાછા ફરો. હું તમારો માલિક છું. હું તમારા નગરમાંથી એકએકને અને તમારા કુળપ્રદેશમાંથી બબ્બેને લઈને તેમને સિયોન પર્વત પર પાછા લાવીશ.


યહૂદિયાનાં બધાં નગરોમાં લોકો, ખેડૂતો અને ઘેટાબકરાં પાળનારા સાથે વસશે.


નિર્ગત જનોને હું તાજગી પમાડીશ અને નિર્બળોને હું તૃપ્ત કરીશ.”


હું તમને ફરીથી પાછા ઉઠાવીશ અને તમે ઊભા થશો; તમે ફરીથી તમારી ખંજરીઓ ઉઠાવીને આનંદથી નાચગાન કરશો.


કારણ, એવો દિવસ આવશે જ્યારે એફ્રાઈમ પ્રદેશના પર્વતો પર ચોકીદારો પોકાર કરશે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર પ્રભુ પાસે સિયોન જઈએ.”


પ્રભુ આ પ્રમાણે કહે છે, “યાકોબના વંશજોને લીધે આનંદથી જયજયકાર કરો, અને પ્રજાઓમાં એ સર્વશ્રેષ્ઠ લોકો માટે હર્ષના પોકાર કરો. સ્તુતિનાં ગીતો ગાઓ અને કહો, પ્રભુએ પોતાના લોકોનો ઉદ્ધાર કર્યો છે. અને બાકી રહેલાઓને બચાવી લીધા છે.


કારણ, ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહે છે કે, ‘આ દેશમાં ફરીથી મકાનો, ખેતરો અને દ્રાક્ષવાડીઓ ખરીદવામાં આવશે.”


સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “આ દેશ વેરાન અને માણસ કે પ્રાણીની વસ્તી વગરનો લાગે છે પણ ફરીથી તેનાં નગરોમાં ઘેટાંપાલકો માટે ચરાણનાં મેદાનો હશે.


પહાડીપ્રદેશના નગરોમાં, શફેલા પ્રદેશનાં નગરોમાં, દક્ષિણ યહૂદિયાના નેગેબ પ્રદેશમાં, બિન્યામિન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં અને યહૂદિયાનાં નગરોમાં ઘેટાંપાલકો હાથમાં લાકડી રાખીને ફરીથી પોતાનાં ઘેટાંની ગણતરી કરશે. હું પ્રભુ આ બોલું છું.”


હું તેને ઇઝરાયલના સૌથી ઊંચા પર્વત પર રોપીશ. એને ડાળીઓ ફૂટશે અને ફળ આવશે અને તે ગંધતરુનું વિશાળ વૃક્ષ બનશે. સર્વ જાતનાં પક્ષીઓ તેની ડાળીઓની છાયામાં નિવાસ કરશે.


હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: ઇઝરાયલ દેશમાં ઇઝરાયલી કોમના સર્વ લોકો, ઇઝરાયલના ઊંચા પર્વત, એટલે, મારા પવિત્ર પર્વત પર મારી આરાધના કરશે. ત્યાં હું તમારા પર પ્રસન્‍ન થઇશ અને તમારી પાસે સર્વ પ્રકારનાં બલિદાનો, તમારાં સર્વોત્તમ અર્પણો અને તમારી પવિત્ર ભેટો માગીશ.


હું તેમને ઇઝરાયલના પહાડો પર ઉત્તમ ચારો ચરાવીશ. પહાડોનાં ઢોળાવો પરનો ચારો તેમનો થશે. ત્યાં તેઓ ગૌચરમાં ચરશે અને ઇઝરાયલના પહાડોના ઉત્તમ ચારાથી તેમનું પોષણ થશે.


હું તમારાં વૃક્ષોનાં ફળ અને તમારાં ખેતરોની ઊપજમાં એવો વધારો કરીશ, જેથી સર્વ પ્રજાઓમાં તમે દુકાળને કારણે નિંદાપાત્ર બનશો નહિ.


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે.


વખારમાં અનાજ નથી; વાવવાનાં બી જેટલું પણ નહિ. દ્રાક્ષવેલા, અંજીરીઓ, દાડમડીઓ અને ઓલિવ વૃક્ષોને હજી ફળ આવ્યાં નથી. તોપણ આજથી હું તમને આશિષ આપીશ.”


તેઓ શાંતિમાં પાકની વાવણી કરશે. તેમના દ્રાક્ષવેલાને દ્રાક્ષો થશે. ધરતીમાંથી અનાજ પાકશે અને વરસાદ પણ પુષ્કળ પડશે; બચી ગયેલા લોકોને હું આ બધા આશીર્વાદો આપીશ.


એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ.


અથવા ઈશ્વરના માયાળુપણાનો, સહનશીલતાનો અને ધીરજનો શું તું અવળો અર્થ કરે છે? તને એટલું ભાન નથી કે તું પસ્તાવો કરવા તૈયાર થાય એટલા જ માટે ઈશ્વર દયા રાખે છે?


તેમની આંખનું એકેએક આંસુ તે લૂછી નાખશે. મૃત્યુ, વેદના, રુદન અને દુ:ખ ફરીથી આવશે નહિ. એ જૂની બાબતો જતી રહી છે.


કારણ, રાજ્યાસનના કેન્દ્રસ્થાને જે હલવાન છે તે તેમનો ઘેટાંપાળક બનશે અને તેમને જીવતા પાણીનાં ઝરણાંઓએ દોરી જશે. ઈશ્વર તેમની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan