Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 30:3 - પવિત્ર બાઇબલ C.L.

3 કારણ કે હું પ્રભુ પોતે કહું છું કે એવો સમય આવશે કે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના મારા લોકની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેમના પૂર્વજોને મેં જે દેશ આપ્યો હતો ત્યાં હું તેમને પાછા લાવીને ફરીથી વસાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે યહોવા કહે છે, જો, એવો સમય આવે છે કે, જ્યારે હું મારા લોકોનો એટલે ઇઝરાયલ તથા યહૂદિયા નો બંદીવાસ ફેરવી નાખીશ; અને જે દેશ મેં તેઓના પૂર્વજોને આપ્યો હતો તેમાં હું તેઓને પાછા લાવીશ, ને તે તેઓનું વતન થશે, એમ યહોવા કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 માટે જુઓ, જો એવો સમય આવી રહ્યો છે કે, ‘જ્યારે હું મારા લોકોનો એટલે ઇઝરાયલ અને યહૂદિયાનો બંદીવાસ ફેરવી નાખીશ. તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી તેમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનું વતન પ્રાપ્ત કરશે. એવું યહોવાહ કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 કારણ કે ધ્યાનથી સાંભળ, તે દિવસ આવી રહ્યો છે કે, જ્યારે હું મારા લોકોના ઇસ્રાએલના અને યહૂદિયાના લોકોની સમૃદ્ધિને ફરીથી સ્થાપીશ, તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી, એમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનો કબ્જો મેળવશે અને ફરીથી ત્યાં વસવાનું શરૂ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 30:3
45 Iomraidhean Croise  

સાતમો માસ આવતા સુધીમાં તો બધા ઈઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. તે પછી તેઓ સૌ યરુશાલેમમાં એકદિલે એકઠા થયા,


ઘણા વયોવૃદ્ધ યજ્ઞકારો, લેવીઓ અને ગોત્રોના આગેવાનોએ પ્રથમનું મંદિર જોયું હતું. તેમણે જ્યારે મંદિરનો પાયો નંખાતો જોયો ત્યારે તેમણે પોક મૂકીને વિલાપ કર્યો. પણ બીજા કેટલાકે તો હર્ષનો પોકાર પાડયો.


દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી.


જેમ નેગેવના રણપ્રદેશમાં વરસાદ સુકાં ઝરણામાં પાણી લાવે છે, તેમ હે પ્રભુ, તમે અમને દેશનિકાલમાંથી પાછા લાવ્યા છો.


સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર સત્વરે પ્રગટ થાય તો કેવું સારું! ઈશ્વર પોતાના લોકને પુન: આબાદ કરશે, ત્યારે યાકોબના વંશજો આનંદ કરશે અને ઇઝરાયલના લોકો હર્ષ પામશે.


પણ એને બદલે, ‘ઇઝરાયલીઓને ઉત્તરના દેશમાંથી અને તેમને જ્યાં વેરવિખેર કર્યા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર જીવંત પ્રભુને નામે સોગંદ લેશે. કારણ, હું તેમને તેમના વતનમાં એટલે, તેમના પૂર્વજોને આપેલા દેશમાં પાછા લાવીશ.”


પ્રભુ કહે છે, “એવો સમય આવશે કે જ્યારે હું દાવિદના વંશમાં અંકુરની જેમ ફૂટી નીકળેલ સાચા વંશજને રાજા તરીકે પસંદ કરીશ; તે ડહાપણપૂર્વક રાજ કરશે. તે સમગ્ર દેશમાં ન્યાય અને નેકી પ્રવર્તાવશે.


પણ જે દેશ બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા દેશે અને તેને આધીન થશે તેને હું તેના વતનમાં રહેવા દઈશ. દેશના એવા લોકો ખેતી કરશે અને ત્યાં વસવાટ કરશે. હું પ્રભુ આ બોલું છું.


“તે પાત્રોને બેબિલોન લઈ જવામાં આવશે. તેમને હું ફરી સંભારું નહિ ત્યાં સુધી તે ત્યાં જ રહેશે. પછી હું તેમને પાછાં લાવીને આ સ્થળે મૂકીશ. હું પ્રભુ આ બોલું છું.”


પ્રભુ આ પ્રમાણે કહે છે, બેબિલોનનાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી જ હું તમારી ખબર લઈશ અને તમને આ સ્થળે પાછા લાવવાનું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ.


હું પ્રભુ પોતે કહું છું કે હું તમને જરૂર મળીશ; હું તમારી પરિસ્થિતિ પલટી નાખીશ, અને જે જે દેશો અને પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધામાંથી હું તમને એકત્ર કરીશ, અને જે જે સ્થળેથી મેં તમને દેશનિકાલ કર્યા હતા તે જ સ્થળે હું તમને પાછા લાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


તે સમયે ઇઝરાયલના લોકો યહૂદિયાના લોકો સાથે જોડાઈ જશે અને બન્‍ને એકત્ર થઈને ઉત્તર દેશમાંથી નીકળીને તેમના પૂર્વજોને કાયમના વારસા તરીકે આપેલા વચનના દેશમાં તેઓ પાછા આવશે.


પ્રભુ કહે છે, “મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ; હે ઇઝરાયલના લોકો, ભયભીત થશો નહિ; કારણ, દૂર દેશમાંથી હું તમને છોડાવીશ, અને તમારા વારસોને હું દેશનિકાલની ધરતી પરથી પાછા લાવીશ. યાકોબના વારસો પાછા આવીને શાંતિ અને સલામતીમાં જીવશે અને કોઈ તેમને ડરાવશે નહિ.


પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે.


ઇઝરાયલ અને યહૂદિયાના લોકોને પ્રભુ કહે છે:


હું પ્રભુ તેને આ પ્રમાણે કહું છું: ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું બંધ કર, અને તારાં આંસુ સારવાનું બંધ કર. કારણ, તારું કષ્ટ વ્યર્થ જશે નહિ. તારાં સંતાનો શત્રુના દેશમાંથી તારી પાસે પાછાં આવશે.


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને દેશનિકાલમાંથી પાછા લાવીને તેમના વતનમાં પુન: વસાવીશ ત્યારે યહૂદિયામાં અને તેનાં નગરોમાં આવો આશીર્વાદ ઉચ્ચારાશે: ‘હે ન્યાયના નિવાસસ્થાન સમા પવિત્ર પર્વત, પ્રભુ તને આશિષ આપો.’


પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે ઇઝરાયલ અને યહૂદિયાના પ્રદેશોને હું જનજનાવરથી ભરચક કરી દઈશ.


પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના લોકો સાથે નવો કરાર કરીશ.


વળી, પ્રભુ કહે છે: “એવો સમય આવશે જ્યારે પ્રભુના નગર યરુશાલેમનો કોટ હનામએલના મિનારાથી પશ્ર્વિમે ખૂણાના દરવાજા સુધી ફરીથી બાંધવામાં આવશે.


મારા ક્રોધમાં અને મહાકોપમાં મેં તમને અન્ય દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હતા; પણ હવે હું તેમને ત્યાંથી એકત્ર કરીને આ સ્થળે પાછા લાવીશ અને તેમને સલામતીમાં વસાવીશ.


બિન્યામીન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં, યહૂદિયાનાં નગરોમાં, પહાડી પ્રદેશનાં નગરોમાં, શફેલાના ખીણપ્રદેશનાં નગરોમાં, અને યહૂદિયાની દક્ષિણના નેગેબપ્રદેશનાં નગરોમાં લોકો ખેતરો ખરીદશે, તેની કિંમત ચૂકવશે, તે માટે વેચાણખત કરી સહીંસિક્કા કરશે અને સાક્ષીઓ હાજર રાખશે. કારણ, હું મારા લોકોને વતનમાં પાછા વસાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


તો જ હું યાકોબના વંશજોનો અને મારા સેવક દાવિદના વંશજોનો ત્યાગ કરીશ અને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના વંશજો માટે દાવિદના વંશમાંથી ઉત્તરાધિકારી પસંદ નહિ કરું. ના, ના, હું તો મારા લોક પર દયા રાખીશ અને તેમને ફરીથી આબાદ કરીશ.


યર્મિયાએ બેબિલોન પર આવી પડનાર વિનાશ વિષેના સંદેશા તથા બેબિલોન વિષેની અન્ય બધી વાતો એક પુસ્તકમાં લખી નાખી.


વળી, હું તમને ઇઝરાયલ દેશમાં એટલે કે જે દેશ તમારા પૂર્વજોને આપવાના મેં સમ ખાધા હતા તેમાં પાછા લાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.


હું તેમને પરદેશોમાંથી અને અન્ય જાતિઓમાંથી કાઢી લાવીને એકત્ર કરીશ અને તેમને પોતાના દેશમાં પાછાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર અને ઝરણાંઓ પાસે દોરી જઇશ અને તેમને આનંદદાયક ગોચરોમાં ચરાવીશ.


હું તમને અન્ય પ્રજાઓમાંથી મુક્ત કરીને સર્વ દેશોમાંથી એકત્ર કરીશ અને તમને તમારા દેશમાં પાછા લાવીશ.


મેં તમારા પૂર્વજોને પ્રતિજ્ઞાપૂર્વક એ વચન આપ્યું હતું કે હું તેમને આ દેશ તેમના વારસા તરીકે આપીશ. હવે તમે એ ભૂમિ સરખે હિસ્સે વહેંચી લો.


પ્રભુ કહે છે, “તે સમયે હું યહૂદિયા અને યરુશાલેમની સમૃદ્ધિનું પુન: સંસ્થાપન કરીશ.


યહૂદિયાના બચી જઈને બાકી રહેલા લોક એ ભૂમિનો કબજો લેશે, તેઓ ત્યાં તેમનાં ઘેટાં ચારશે, અને રાત્રે આશ્કલોનનાં ખાલી પડેલાં ઘરોમાં સૂઈ રહેશે; પ્રભુ તેમના ઈશ્વર તેમની સાથે રહેશે. અને તેમને ફરીથી સ્વતંત્ર અને સમૃદ્ધ કરશે.


એવો સમય આવે છે જ્યારે હું તારા વેરવિખેર થઈ ગયેલા લોકોને વતનમાં પાછા લાવીશ. આખી દુનિયામાં હું તમને નામીચા કરીશ અને તમને ફરીથી સમૃદ્ધ કરીશ.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


પછી તે શિષ્યોને કહે છે, “એવો સમય આવશે કે જ્યારે તમે માનવપુત્રના સમયનો એક દિવસ પણ જોવાની ઝંખના રાખશો, પરંતુ તમે જોઈ શકશો નહિ!


કારણ, તારા પર એવા દિવસો આવશે કે જ્યારે તારા શત્રુઓ અવરોધ ઊભા કરી તને ઘેરી લેશે અને નાકાબંધી કરશે, અને ચારે બાજુએથી તને ભીંસમાં લેશે.


“તમે આ બધું જોઈ રહ્યા છો, પણ એવો સમય આવશે કે જ્યારે અહીં એક પણ પથ્થર એના સ્થાને રહેવા દેવાશે નહિ; એકેએક ફેંકી દેવાશે.”


તો તમારા ઈશ્વર પ્રભુ તમારા પર દયા કરીને તમારી દુર્દશા પલટી નાખીને તમને આબાદ કરશે. જે દેશોમાં તેમણે તમને વિખેરી નાખ્યા હતા ત્યાંથી તે તમને તમારા દેશમાં પાછા એકત્ર કરશે.


જ્યાં તમારા પૂર્વજો અગાઉ વસતા હતા તે ભૂમિનો તમે ફરીથી કબજો લેશો. તમારા પૂર્વજોના કરતાંય તમે વધારે સમૃધ અને સંખ્યાવાન થશો.


પરંતુ ઈશ્વર પોતાના લોકોનો દોષ કાઢતાં કહે છે: “પ્રભુ કહે છે: એવા દિવસો આવે છે, જ્યારે હું ઇઝરાયલ તથા યહૂદાના લોકની સાથે નવો કરાર કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan