Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 30:24 - પવિત્ર બાઇબલ C.L.

24 પ્રભુનો સંકલ્પ પાર પડે નહિ, ત્યાં સુધી પ્રભુનો ઉગ્ર કોપ શમશે નહિ. ભવિષ્યમાં એ તમને સમજાશે.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 યહોવા પોતાના હ્રદયના સંકલ્પો અમલમાં લાવે અને પૂરા કરે ત્યાં સુધી તેમનો ઉગ્ર કોપ સમશે નહિ. પાછલા દિવસોમાં તેમને એ વિષેની સમજ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 યહોવાહની યોજના અમલમાં આવે છે. તેઓ સિદ્ધ કરે નહિ ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થાય તેમ નથી, ભવિષ્યમાં તે તમને સમજાશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 યહોવાની યોજના પ્રમાણે ભયંકર વિનાશ પ્રવર્તશે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થાય તેમ નથી, હું જે તમને કહી રહ્યો છું તે ભવિષ્યમાં તમને સમજાશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 30:24
24 Iomraidhean Croise  

પછી યાકોબે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, “તમે બધા એકત્ર થાઓ એટલે તમારા પર ભવિષ્યમાં શું શું વીતશે તે હું તમને જાહેર કરું:


સર્વસમર્થ પ્રભુએ સમ ખાધા છે: “મારી જ યોજના પૂર્ણ થશે અને મારો જ ઈરાદો ફળીભૂત થશે.


હું પૂર્વમાંથી તરાપ મારતા શિકારી બાજને એટલે, દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર માણસને બોલાવું છું. હું તે બોલ્યો છું, અને તે જ હું પાર પાડીશ.”


પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.


પ્રભુના મનસૂબા પાર ન પડે ત્યાં સુધી પ્રભુનો કોપ શાંત પડશે નહિ. આવનાર દિવસોમાં તમને આ વાત બરાબર સમજાશે:


એને લીધે પૃથ્વી વિલાપ કરશે અને આકાશ અંધકારમય બની જશે. પ્રભુ બોલ્યા છે અને તે પોતાનું મન બદલશે નહિ. પ્રભુએ નિર્ણય કર્યો છે અને તે તેમાંથી ફરશે નહિ.


તેથી શોક પ્રદર્શિત કરવા કંતાન પહેરો, વિલાપ કરો અને પોક મૂકીને રડો; કારણ, પ્રભુનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.


પરંતુ અંત સમયે હું મોઆબને ફરીથી આબાદ બનાવીશ હું પ્રભુ આ બોલું છું.”


હું એલામના લોકોને તેમનો જીવ લેવા ઇચ્છનાર તેમના શત્રુઓથી ભયભીત કરી દઈશ. હું મારા ઉગ્ર ક્રોધમાં એલામના લોકો પર આફત લાવીશ અને તેમનો વિનાશ ન થાય ત્યાં સુધી યુદ્ધ તેમનો પીછો કરે એવું કરીશ.


આખરે હું એલામને ફરીથી આબાદ બનાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


માર્ગે જતા આવતા દરેકને તે પોકારે છે: “મારા તરફ જુઓ. મારા જેવું દુ:ખ કોઈને કદી પડયું નથી. પ્રભુએ પોતાના કોપમાં મને એ દુ:ખ દીધું છે.


આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”


તારા લોક પર ભવિષ્યમાં શું વીતશે તે સમજાવવા હું આવ્યો છું. આ દર્શન દૂરના ભવિષ્યનું છે.”


પણ આકાશમાં એક ઈશ્વર છે જે રહસ્યો ખોલે છે. ભવિષ્યમાં જે બનવાનું છે તે તેમણે આપને જણાવ્યું છે. તમે નિદ્રાધીન હતા ત્યારે સ્વપ્નમાં તમને જે દર્શન થયેલું તે હવે હું તમને કહીશ.


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


પણ ભવિષ્યમાં એવા દિવસો આવે છે જ્યારે પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતો કરતાં ઊંચો કરાશે. ત્યાં ઘણી પ્રજાઓનાં ટોળેટોળાં ચાલ્યાં આવશે.


બલામે બાલાકને કહ્યું, “હું તો ઘેર મારા લોક મધ્યે પાછો જઉં છું. પણ જતાં પહેલાં આ ઇઝરાયલીઓ ભવિષ્યમાં તારા મોઆબી લોકના કેવા હાલ કરશે તે જાણી લે.”


કારણ, મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે તદ્દન ભ્રષ્ટ થઈ જશો અને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી ગેરમાર્ગે ચડી જશો, અને ભવિષ્યમાં તમારા પર આપત્તિ આવી પડશે. કારણ, પ્રભુની દૃષ્ટિમાં જે અધમ છે તેવાં તમારાં દુરાચરણથી તમે તેમને કોપાયમાન કરશો.”


જ્યારે તમે સંકટમાં આવી પડો અને આ બધી વિપત્તિઓ તમારા પર આવી પડશે, ત્યારે આખરે તમે તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરીને તેમને આધીન થશો.


એ દિવસે એલીના કુટુંબ વિરુદ્ધની મારી સર્વ ધમકીઓ તેમના આરંભથી અંત સુધી હું અમલમાં મૂકીશ.


Lean sinn:

Sanasan


Sanasan