Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 30:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે, મેં તને જે જે સંદેશાઓ આપ્યા છે તે બધા તું એક પુસ્તકમાં લખી લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જે વચનો મેં તને કહ્યાં છે તે સર્વ તું પુસ્તકમાં લખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘મેં તને જે જે કહ્યું છે તે બધું એક પુસ્તકમાં લખી લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે. “મેં તને જે જે કહ્યું છે તે બધું એક પોથીમાં નોંધી લે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 30:2
19 Iomraidhean Croise  

પછી પ્રભુએ મોશેને કહ્યું, “વિજયનો આ બનાવ યાદગીરી અર્થે પુસ્તકમાં લખી લે. વળી, યહોશુઆને કહે કે હું અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કરીશ.”


પ્રભુએ મને કહ્યું, “હવે તું જઈને લોકો કેવા દુષ્ટ છે તે તેમની રૂબરૂમાં આ બધું એક પાટી પર લખ અને પુસ્તકમાં નોંધી લે; જેથી તે ભવિષ્યમાં કાયમી સાક્ષી તરીકે કામ લાગે.”


પ્રભુએ મને કહ્યું, “એક મોટી લેખનપાટી લઈને તે પર મોટા અક્ષરે ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ (ત્વરિત લૂંટાલૂંટ, ઝડપી લૂંટાલૂંટ) લખ.


મેં બેબિલોન દેશ વિરુદ્ધ જે જે ધમકી ઉચ્ચારી છે અને યર્મિયા બધી પ્રજાઓ વિરુદ્ધ જે બોલ્યો છે અને આ પુસ્તકમાં નોંધાયેલું છે તે પ્રમાણે હું આફતો લાવીશ.


પ્રભુ તરફથી યર્મિયાને આ સંદેશ મળ્યો:


બીજો વીંટો લે અને યહોયાકીમ રાજાએ બાળી નાખેલા પ્રથમ વીંટામાં જે લખેલું હતું તે બધું જ તેના પર લખાવ:


પછી યર્મિયાએ ચર્મપત્રનો બીજો વીંટો લીધો અને લહિયા બારૂખને આપ્યો. યહોયાકીમ રાજાએ બાળી નાખેલા વીંટામાં હતા તે બધા સંદેશાઓ તેણે યર્મિયાના લખાવ્યા પ્રમાણે તેમાં લખ્યા. વળી, એ પ્રકારના બીજા સંદેશાઓ પણ તેમાં ઉમેરવામાં આવ્યા.


તેણે મને કહ્યું, “હે દાનિયેલ, હવે પુસ્તક બંધ કર અને દુનિયાના અંતના સમય સુધી તેને મુદ્રિત કર. દરમ્યાનમાં, બની રહેલા બનાવો સમજવાને ઘણાઓ વ્યર્થ પ્રયત્નો કરશે.”


શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું છે, તે તો આપણને શિક્ષણ આપવા માટે છે; જેથી શાસ્ત્રમાંથી મળતાં ધીરજ અને પ્રોત્સાહનથી આપણામાં આશા ઉત્પન્‍ન થાય.


આ બધી બાબતો બીજાઓને ઉદાહરણરૂપ થવા માટે બની અને આપણે જેઓ યુગોના અંતિમ દિવસોમાં જીવીએ છીએ તેમને ચેતવણી મળે માટે લખવામાં આવી છે.


“તેથી તું તમારે માટે આ ગીત લખી લે; તું ઇઝરાયલીઓને એ ગીત શીખવ, અને તેમને મુખપાઠ કરાવ; જેથી તે તેમની વિરુધ મારે માટે સાક્ષીરૂપ થાય.


કારણ, કોઈ પણ ભવિષ્યકથન માનવી ઇચ્છા પ્રમાણે આવ્યું નથી; પણ ઈશ્વરના પવિત્ર સંદેશવાહકો પવિત્ર આત્માની પ્રેરણાથી એ બોલ્યા હતા.


તેણે મને કહ્યું, “તું જે જુએ તે પુસ્તકમાં લખ અને એ પુસ્તક એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાદેલ્ફિયા અને લાઓદીકિયા; એ સાતે ય સ્થાનિક મંડળીઓને મોકલી આપ.”


તો હવે તું જે જુએ, એટલે જે બને છે અને હવે પછી જે જે બનવાનું છે તે લખી નાખ.


Lean sinn:

Sanasan


Sanasan