Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 30:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તમારા ઘા માટે કેમ બૂમ પાડો છો? તમારા જખમનો કોઈ ઈલાજ નથી. કારણ, તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપોને લીધે મેં તમને એ સજા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તારા ઘાને લીધે તું કેમ બૂમ પાડે છે? તારું દુ:ખ મટાડવાનો કંઈ ઇલાજ નથી. તારાં પાપો ઘણાં થવાને લીધે તારા અપરાધો વધી ગયા છે, તેથી મેં તને આ બધું કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તારા ઘાને લીધે તું કેમ બૂમો પાડે છે? તારા ઘાનો કોઈ ઇલાજ નથી. તારા અપરાધો ઘણા થવાને લીધે તારા અપરાધો વધી ગયા જેને લીધે આ શિક્ષા કરવાની મને ફરજ પડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તારા ઘા વિષે રોક્કળ કરવાથી શું? તે ઘા રૂજાય એવો નથી, તારા અપરાધો ખૂબ જ નિંદાત્મક છે જેને લીધે તારા દુ:ખનો અંત આવશે નહિ! તારા પાપો ઘણા મોટા છે માટે તને વધુ શિક્ષા કરવાની મને ફરજ પડી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 30:15
45 Iomraidhean Croise  

“આ બધું બન્યા પછી અને અમારા અપરાધ અને પાપની સજા ભોગવ્યા પછી હે અમારા ઈશ્વર, અમે જાણીએ છીએ કે અમને થવી જોઈએ એના કરતાં ઘણી થોડી શિક્ષા તમે અમને કરી છે અને આટલા લોક બચાવ્યા છે.


ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી.


હું સાચો છું, છતાં મને જૂઠો ગણવામાં આવે છે; હું અપરાધી નથી, છતાં તેમના બાણથી મરણતોલ ઘવાયો છું.’


કેટલાક તેમના મૂર્ખતાભર્યા અપરાધોને લીધે કમજોર બન્યા હતા, અને તેમના દુરાચારને લીધે રીબાતા હતા.


પગના તળિયાથી માથા સુધી એકેય અંગ તંદુરસ્ત નથી. આખા શરીરે ઘા, સોળ અને પાકેલા જખમ છે. ઘા દાબીને સાફ કરવામાં આવ્યા નથી કે તેમને પાટા બાંધવામાં આવ્યા નથી કે તેમને તેલ લગાડીને નરમ કરવામાં આવ્યા નથી.


તેણે તેને ખોદીને તેમાંથી પથ્થરો વીણી કાઢયા અને તેમાં ઉત્તમોત્તમ દ્રાક્ષવેલા રોપ્યા. તેમાં તેણે ચોકીનો બુરજ બાંધ્યો અને દ્રાક્ષ પીલવાને માટે કુંડ ખોદયો. પછી તે મીઠી દ્રાક્ષની રાહ જોવા લાગ્યો, પણ ખાટી દ્રાક્ષ ઊપજી!


કારણ, યહૂદિયાનાં જેટલાં નગરો તેટલા તેમના દેવો છે. યરુશાલેમમાં જેટલી શેરીઓ છે તેટલી વેદીઓ તેમણે શરમજનક બઆલ દેવ આગળ ધૂપ બાળવા માટે બાંધી છે.


શા માટે મારી વેદનાનો અંત આવતો નથી? શા માટે મારા ઘા અસાય બન્યા છે અને રુઝાતા નથી? અરેરે, તમે મારે માટે ઉનાળામાં સૂકાઈ જવાથી છેતરતા ઝરણા સમાન કેમ બન્યા છો?”


તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


વળી, પ્રભુ પોતાના લોકને આ પ્રમાણે કહે છે: “તમારો ઘા રૂઝાય તેવો નથી, અને તારો જખમ જીવલેણ છે,


તમારા બધાં મિત્રરાજ્યો તમને ભૂલી ગયાં છે, તેઓ તમારી ખબર પણ પૂછતાં નથી. તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપને લીધે મેં તમને એ સજા કરી છે. મેં તમારા પર નિર્દય શત્રુની જેમ પ્રહાર કર્યો અને તમને આકરી સજા કરી છે.


તો પણ તમારો ભક્ષ કરનારા પોતે જ ભક્ષ થઈ પડશે, અને તમારા બધા શત્રુઓ દેશનિકાલ પામશે. તમારા પર જુલમ કરનારા જુલમનો ભોગ બનશે, અને તમને લૂંટી લેનારા લૂંટાઈ જશે.


પણ છેવટે હું તમને આરોગ્ય પાછું આપીશ અને તમારા ઘા રુઝવીશ; ભલેને પછી તેઓ તમને ‘તજી દેવાયેલા’ અને ‘સિયોનની કોને દરકાર છે’ એમ કહે! હું પ્રભુ આ બોલું છું.”


હે ઇજિપ્તના લોકો, ગિલ્યાદ જઈને વિકળાના વૃક્ષનો લેપ લઈ આવો; તમે ઘણી ઘણી ઔષધિઓનો ઉપચાર કરશો, પણ તમારો ઘા રૂઝાવાનો નથી.


કારણ, નાનામોટા સૌ અધમ લાભના લાલચુ બન્યા છે. અરે, સંદેશવાહકો તથા યજ્ઞકારો પણ ઠગબાજી કરે છે!


તેના દુશ્મનો તેના શાસકો બન્યા છે; તેના શત્રુઓ નિરાંત ભોગવી રહ્યા છે. તેના અપરાધોને લીધે પ્રભુએ તેને દુ:ખ દીધું છે. તેનાં સંતાનોને બંદી તરીકે લઈ જવાયાં છે.


હે યરુશાલેમ, પ્રિય યરુશાલેમ, હું શું કહું? હું કેવી રીતે તને દિલાસો આપું? કોઈને ક્યારેય આવું દુ:ખ પડયું નહિ હોય. સમુદ્ર સમી તારી આપત્તિનો કોઈ આરો કે ઉપાય નથી.


આપણને આપણા પાપને લીધે શિક્ષા થઈ હોય તો આપણે શા માટે ફરિયાદ કરવી જોઈએ?


પણ તેના સંદેશવાહકો અને યજ્ઞકારોએ નિર્દોષને મારી નાખવાનું પાપ કર્યું હોવાથી એવું બન્યું છે!


સમરૂનને પડેલા ઘા અસાય છે. યહૂદિયા પર પણ એવું જ દુ:ખ પડશે; મારા લોકની વસાહત સુધી, અને છેક યરુશાલેમના દરવાજાઓ સુધી વિનાશ આવી પહોંચ્યો છે.”


હું પ્રભુનો કોપ સહન કરીશ. કારણ, મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. પણ અંતે તો તે મારો પક્ષ લેશે અને મને ન્યાય અપાવશે. તે મને પ્રકાશમાં લાવશે અને હું તેમને હાથે મારો ઉદ્ધાર થયેલો જોઈશ.


તને પડેલા ઘાનો કોઈ ઇલાજ નથી અને તારા ઘા રૂઝાય તેવા નથી. તારા વિનાશના સમાચાર સાંભળનાર સૌ કોઈ હર્ષથી તાળીઓ પાડે છે. શું કોઈ તારી અનહદ ક્રૂરતાથી બચ્યું હતું?


Lean sinn:

Sanasan


Sanasan