Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 3:25 - પવિત્ર બાઇબલ C.L.

25 અમારી શરમ અમારી પથારી છે અને અમારી લાજ અમારું ઓઢવાનું વસ્ત્ર છે; કારણ, અમે અને અમારા પૂર્વજોએ યુવાનીથી માંડીને અત્યાર સુધી અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યાં છે અને તેમની આજ્ઞાઓને આધીન થયા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અમે અમારી લાજમાં પડી રહીએ, ને અમારું અપમાન અમને ઢાંકે, કેમ કે અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી આજ સુધી અમારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમારા ઈશ્વર યહોવાનું કહ્યું અમે માન્યું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 અમે લજ્જિત થયા છીએ. અમારું અપમાન અમને ઢાંકે, અમે અમારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી તે આજ સુધી, અમારા ઈશ્વર યહોવાહનું કહ્યું માન્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 અમે લજ્જિત થયા છીએ અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ, કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમે તેમને આધીન થયા નથી, અને અમે તેના હુકમોને માન્યાં નથી.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 3:25
38 Iomraidhean Croise  

અમારા પૂર્વજોની જેમ અમે પણ પાપો કર્યાં છે, અમે દુરાચાર કર્યો છે અને દુષ્ટતા આચરી છે.


અમારા પૂર્વજો ઇજિપ્ત દેશમાં હતા, ત્યારે તેઓ તમારાં અજાયબ કાર્યો સમજ્યા નહિ; તમારા અપાર પ્રેમને તેમણે યાદ રાખ્યો નહિ. પરંતુ સૂફ સમુદ્ર પાસે તેમણે સર્વોચ્ચ ઈશ્વર સામે વિદ્રોહ કર્યો.


મારા પર આરોપ મૂકનારા કલંકથી ઢંકાઈ જાઓ; પોતાની શરમના આવરણથી તેઓ ઢંકાઈ જાઓ.


શિસ્તની ઉપેક્ષા કરનાર કંગાલ અને અપમાનિત થશે, પણ ઠપકો સ્વીકારીને શીખનાર સન્માન પામશે.


મેં મારા ગુરુઓની વાણી પ્રત્યે લક્ષ આપ્યું નહિ, અને મારા શિક્ષકોની વાત પ્રત્યે ધ્યાન આપ્યું નહિ.


બલ્કે તે સંબંધી તેં સાંભળ્યું નથી કે તું જાણતો પણ નથી. ભૂતકાળમાં ક્યારેય એની વાત તારે કાને પડી નથી. મને ખબર છે કે તું તો કપટી અને જન્મથી બંડખોર છે.


પણ હાલ જેઓ અગ્નિ પેટાવે છે અને સળગતી મશાલો ધરાવે છે તેવા તમે તમારા પેટાવેલ અગ્નિના અને સળગતી મશાલોના પ્રકાશમાં ચાલો. પ્રભુને હાથે તમારા આવા હાલ થશે: તમે વેદનામાં રિબાયા કરશો.


કારણ, યહૂદિયાનાં જેટલાં નગરો તેટલા તેમના દેવો છે. યરુશાલેમમાં જેટલી શેરીઓ છે તેટલી વેદીઓ તેમણે શરમજનક બઆલ દેવ આગળ ધૂપ બાળવા માટે બાંધી છે.


મારા લોકે ઘઉં વાવ્યા, પણ કાંટાં લણ્યા છે! તેમણે કઠોર પરિશ્રમ કર્યો, પણ કશું પાકયું નથી! મારા ઉગ્ર કોપને લીધે ફસલ નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ હતાશ બન્યા છે.”


હે પ્રભુ, અમે અમારા અપરાધ કબૂલ કરીએ છીએ, અને અમારા પૂર્વજોનો સમગ્ર દોષ સ્વીકારીએ છીએ. અરે, અમે બધાએ તમારી જ વિરુદ્ધ પાપ કર્યું છે.


લોકો મને પ્રભુને વિનંતી કરે છે: ‘જો કે અમારાં પાપ અમને દોષિત ઠરાવે છે, તોપણ તમારી નામનાને ખાતર અમને મદદ કરો! અમે વારંવાર તમારો ત્યાગ કર્યો છે અને તમારી જ વિરુદ્ધ અમે પાપ કર્યાં છે.


હે ઇઝરાયલ, મેં જાતે જ તારી આ દશા કરી છે. હું તને માર્ગમાં દોરતો હતો ત્યારે તેં મને, તારા ઈશ્વર પ્રભુને તજી દીધો.


તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


“જા અને યરુશાલેમના લોકો સાંભળે તેમ પોકારીને કહે, પ્રભુ કહે છે: યુવાનીના સમયની તારી નિષ્ઠા અને કન્યા તરીકેનો તારો પ્રેમ મને યાદ છે. વેરાન અને પડતર પ્રદેશમાં તું મને અનુસરતી હતી. ઓ ઇઝરાયલ, તું મને સમર્પિત હતી;


પ્રભુ કહે છે, “જેમ ચોર પકડાઈ જાય ત્યારે તે ભોંઠો પડે છે, તેમ ઇઝરાયલના બધા લોકો, તેમના રાજવીઓ, અધિકારીઓ, તેમના યજ્ઞકારો અને તેમના સંદેશવાહકો શરમિંદા થશે.


માત્ર કષ્ટ અને વેદના ભોગવવા તથા લજ્જિત થઈને મારા દિવસો પસાર કરવા માટે જ હું ગર્ભસ્થાનમાંથી બહાર કેમ આવ્યો?


તમારી આબાદીના સમયે હું તમને સંબોધતો, પણ તમે કહ્યું, “અમે સાંભળવાના નથી!” આખી જિંદગીપર્યંત તમે એમ જ વર્ત્યા છો, અને મારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી.


માત્ર કબુલ કર કે તું દોષિત છે અને તારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ તેં પાપ કર્યું છે તથા દરેક લીલા વૃક્ષ નીચે પારકા દેવો સાથે તેં વ્યભિચાર કર્યો છે અને મારી વાણી સાંભળી નથી.”


અમે તમારો ત્યાગ કર્યો હતો, પણ હવે અમે પસ્તાવો કરીને તમારી પાસે પાછા આવ્યા છીએ. અમને સમજણ આવ્યા પછી ખૂબ શરમ લાગી, અમારી યુવાન વયનાઅપરાધોને લીધે હવે અમને શરમ લાગે છે અને લજ્જા આવે છે.’


પ્રભુ પોતાના લોકોને કહે છે, “હે મારાં સંતાનો, શોક પ્રદર્શિત કરવા તાટ પહેરીને રાખમાં આળોટો; જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે વિલાપ કરે, તેમ હૈયાફાટ રુદન કરો; કારણ, તમારો વિનાશક ઓચિંતો ત્રાટકશે.


શું એમ કરીને તેઓ મને ચીડવવા માંગે છે? ના, હું પ્રભુ કહું છું કે તેઓ તો પોતાને જ ચીડવે છે; કારણ, તેઓ જ ભોંઠા પડવાના છે.”


લોકોએ કહ્યું, “આપણે શા માટે બેસી રહ્યા છીએ? ચાલો, આપણે એકત્ર થઈને કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મોત વહોરી લઈએ. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ આપણો નાશ નિશ્ર્વિત કર્યો છે. આપણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે તેથી તેમણે આપણને ઝેર પીવા આપ્યું છે.


લોકોએ કહ્યું, “તેઓ ઉતાવળથી આવે અને અમારે માટે શોકગીત ગાય, જેથી અમારી આંખો ચોધાર આંસુએ રડે, અને અમારાં પોપચાંમાંથી આંસુ ઊભરાય.”


ગૌરવ લઈ શકીએ એવું કંઈ અમારી પાસે નથી; અમે પાપ કર્યું છે. અરે, અમારી કેવી દુર્દશા થઈ છે!


અમારા પૂર્વજોએ પાપ કર્યું, પણ તેમના પાપને લીધે અમે દુ:ખ સહન કરીએ છીએ.


“હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલીઓ પાસે મોકલું છું. તે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. તેઓ તેમના પૂર્વજોની જેમ આજદિન સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે.


ઇઝરાયલના વંશજો, યાદ રાખો, કે આ હું તમારે લીધે કરતો નથી. તમે તો તમારા આચરણથી લજ્જિત અને ફજેત થાઓ! હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


તેઓ યજ્ઞકારો તરીકે મારી હજૂરમાં આવીને મારી સેવા કરી શકશે નહિ, તેઓ મારી કોઈ પવિત્ર વસ્તુઓ પાસે આવી શકશે નહિ કે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકશે નહિ. તેમણે આચરેલાં ધિક્કારપાત્ર કૃત્યોની આ સજા છે.


તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે ને તેમનામાં આતંક છવાઈ જશે. સૌના ચહેરા પર શરમ અને માથે મુંડન હશે.


મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.


પ્રભુ કહે છે, “જ્યારે મેં ઇઝરાયલને પ્રથમ શોધી કાઢયો ત્યારે તે જંગલી દ્રાક્ષ જેવો હતો. અને જ્યારે મેં તમારા પૂર્વજોને પ્રથમ જોયા ત્યારે મેં તેમને ઋતુનાં પ્રથમ પાકા અંજીર જેવા જોયા. પણ તેઓ પેઓરના પર્વત પાસે આવ્યા ત્યારે તેમણે બઆલની પૂજા શરૂ કરી અને થોડા જ સમયમાં તેઓ તેમના આરાધ્ય દેવતાઓના જેવા ધૃણાપાત્ર બની ગયા.


પ્રભુ કહે છે, “હું માનવજાત ઉપર એવો પ્રકોપ ઠાલવીશ કે પ્રત્યેક માણસ આંધળાની જેમ ફંફોસી ફંફોસીને ચાલશે; કારણ, તેમણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તેમનું રક્ત જમીન પર પાણીની પેઠે વહાવીશ અને તેમનાં શબ પણ ત્યાં સડશે.


જે બાબતો કરવાની અત્યારે તમને શરમ આવે છે તે કરવાથી, તમને તે વખતે શો લાભ મળ્યો હતો? તે બાબતોનું પરિણામ તો મરણ છે.


તમારે આ દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો કરાર કરવો નહિ. તમારે તેમની વેદીઓ તોડી નાખવી.’ પણ તમે મારા કહ્યા પ્રમાણે કર્યું નથી. તમે શા માટે એવું કર્યું?


Lean sinn:

Sanasan


Sanasan