Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પછી દેશમાં તમે સંખ્યામાં વૃદ્ધિ પામશો અને આબાદ થશો ત્યારે લોકો પ્રભુની કરારપેટી વિષે વાત કરશે નહિ. તેઓ તે વિષે વિચારશે નહિ કે તેને યાદ પણ કરશે નહિ; તેમને તેની ખોટ સાલશે નહિ કે નવી બનાવશે પણ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 વળી યહોવા કહે છે કે, જ્યારે દેશમાં તમારી સંખ્યા વધશે ને તમે આબાદ થશો, ત્યારે તે સમયે યહોવાના કરારકોશ વિષે તેઓ ફરી બોલશે નહો; અને તે મનમાં આવશે નહિ; અને તેનું સ્મરણ તેઓ કરશે નહિ; અને તે જોવા જશે નહિ; અને [ફરી એવું કંઈ] કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વળી યહોવાહ કહે છે કે, ત્યારે દેશમાં તમારી સંખ્યા વધશે અને તમે આબાદ થશો. ત્યારે તે સમયે ‘યહોવાહના કરારકોશ’ વિષે તેઓ ફરી બોલશે નહિ. અને તે તેઓના મનમાં આવશે નહિ, તેનું સ્મરણ તેઓ કરશે નહિ, તથા તે જોવા જશે નહિ. અને ફરી એવું કંઈ કરશે નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જો તમારો દેશ ફરી એક વખત લોકોથી ભરપૂર થશે. “તો ભૂતકાળમાં યહોવાનો કરારકોશ તમારી પાસે હતો તે સમયના ‘સારા દિવસોની’ તમે ઇચ્છા નહિ કરો. તમે કયારેય એવું નહિં વિચારો કે આ દિવસો ભૂતકાળના દિવસો જેટલા સારાં નથી. કરારકોશ ફરીથી બનાવાશે નહિ;

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 3:16
24 Iomraidhean Croise  

તમારામાં જે સૌથી નાનું કુટુંબ તે હજારનું ગૌત્ર બની જશે અને વિસાત વિનાનું ગૌત્ર સમર્થ પ્રજા બની જશે. હું પ્રભુ નિયત સમયે એ બધું સત્વરે કરીશ.”


તેઓ પ્રાચીન ખંડિયેરોને અને ભંગાર ઇમારતોને ફરીથી બાંધશે, પેઢીઓથી પાયમાલ અને ઉજ્જડ રહેલાં નગરોનું નવનિર્માણ કરશે.


“કારણ એ છે કે હું નવાં આકાશ અને નવી પૃથ્વી બનાવીશ. વીતી ગયેલા બનાવોનું સ્મરણ રહેશે નહિ કે મનમાં યે આવશે નહિ.


એ સમયે યરુશાલેમ ‘પ્રભુ યાહવેનું રાજ્યાસન’ કહેવાશે અને સર્વ દેશના લોકો મારે નામે ભક્તિ કરવા યરુશાલેમમાં એકત્ર થશે, ત્યારે તેઓ તેમનાં હઠીલાં અને ભ્રષ્ટ અંત:કરણો પ્રમાણે વર્તશે નહિ.


તેમાં વસનારા લોકો ઈશ્વરની સ્તુતિ કરશે અને હર્ષનો જય જયકાર કરશે. હું તેમની સંખ્યામાં વૃદ્ધિ કરીશ અને તેમાં ઘટાડો કરીશ નહિ, હું તેમને ગૌરવવાન કરીશ અને તેઓ અપમાનિત થશે નહિ.


પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે ઇઝરાયલ અને યહૂદિયાના પ્રદેશોને હું જનજનાવરથી ભરચક કરી દઈશ.


જુઓ, હું એ લોકોને ઉત્તરના પ્રદેશમાંથી પાછા લાવીશ અને પૃથ્વીને છેડેથી હું તેમને એકત્ર કરીશ. તેમની સાથે અંધજનો, પંગુજનો, સગર્ભા સ્ત્રીઓ અને પ્રસૂતા, સૌ એકઠાં થશે, તેઓ વિરાટ જનસમુદાયમાં પાછા આવશે.


‘આ પ્રભુનું મંદિર છે, આ પ્રભુનું મંદિર છે, આ પ્રભુનું મંદિર છે’: એવા ભ્રામક શબ્દો પર ભરોસો મૂકશો નહિ.


તે બળ્યા વગરનું આખું હતું ત્યારે જ કશા કામનું નહોતુ, તો પછી અગ્નિમાં બળી ગયા પછી તે શા કામમાં આવે?”


હું તેમની સાથે તેમને કાયમની સલામતીની બાંયધરી આપતો શાંતિનો કરાર કરીશ. હું તેમનું સંસ્થાપન કરીશ, તેમના વંશવેલાની વૃધિ કરીશ અને તેમની મધ્યે સદાને માટે મારા મંદિરને સ્થાપીશ.


હું આજ્ઞા આપીશ અને ચાળણીમાં ચળાતા અનાજની જેમ હું ઇઝરાયલી પ્રજાને સઘળી પ્રજાઓ મધ્યે ચાળીશ અને જે નકામા છે તેમને દૂર કરીશ.


તે સમયે તમે, મારા લોકોએ મારી વિરુદ્ધ કરેલા બંડને લીધે તમારે શરમાવું નહિ પડે. હું ઘમંડી અને ઉદ્ધત માણસોને દૂર કરીશ અને તમે મારા પવિત્ર પર્વત પર ક્યારેય મારી વિરુદ્ધ બંડ કરશો નહિ.


યોશિયા યખોન્યા અને તેના ભાઈઓનો પિતા હતો; આ સમયે ઇઝરાયલ પ્રજાને ગુલામ તરીકે બેબિલોનમાં લઈ જવામાં આવી હતી.


’અબ્રાહામ અમારો પૂર્વજ છે,’ એમ કહીને બહાનું ન કાઢશો. હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહામને માટે સંતાનો ઉત્પન્‍ન કરી શકે તેમ છે!


Lean sinn:

Sanasan


Sanasan