Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 29:7 - પવિત્ર બાઇબલ C.L.

7 બેબિલોનનાં જે નગરોમાં તમે દેશનિકાલ કરાયા છો ત્યાં તેમના કલ્યાણ માટે ખંતથી પ્રયત્ન કરો અને તેમને માટે મને પ્રભુને પ્રાર્થના કરો, કારણ, તેમના કલ્યાણમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો, ને તેને માટે યહોવાને વિનંતી કરો; કેમ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમને દેશનિકાલ કર્યા છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમારો દેશનિકાલ કર્યો છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 29:7
12 Iomraidhean Croise  

એ માટે કે તેઓ આકાશના ઈશ્વરને માન્ય થાય એવાં અર્પણો ચડાવે અને મારે માટે તથા મારા પુત્રો રાજકુંવરો માટે આશિષની પ્રાર્થના કરે.


આકાશના ઈશ્વરના મંદિર માટે તે જે માગે તે ખંતથી આપવું, જેથી મારા રાજ્ય પર કે મારા વંશજો પર તેમનો કોપ ઊતરે નહિ.


યરુશાલેમની આબાદી માટે પ્રાર્થના કરો; “હે યરુશાલેમ, તારા પર પ્રેમ કરનાર સમૃદ્ધ બનો.”


પછી એ અધિકારીઓએ રાજા પાસે જઈને કહ્યું, “આ માણસને ખતમ કરો. આવા સંદેશા આપીને તે આપણા સૈનિકોને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત કરી દે છે. કારણ, આ માણસ લોકોનું કલ્યાણ નહિ, પણ તેમનું નુક્સાન ઇચ્છે છે.”


તેથી તું એમને કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કે મેં તેમને દૂરદૂરની પ્રજાઓમાં મોકલી દીધા છે અને તેમને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, છતાં, જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું હાલ પૂરતું તેમને માટે મંદિર બન્યો છું.”


એ સાંભળીને દાનિયેલ જે બેલ્ટશાસ્સાર પણ કહેવાય છે, પોતાના મનના વિચારોથી એવો ગભરાઈ ગયો કે કેટલીક વાર સુધી તો તે કંઈ બોલી શકયો નહિ. રાજાએ તેને કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, સ્વપ્ન કે તેનો સંદેશ જણાવતાં ગભરાઈશ નહિ.” બેલ્ટશાસ્સારે જવાબ આપ્યો, “હે રાજા, સ્વપ્ન તથા તેનો અર્થ તમને નહિ, પણ તમારા દુશ્મનોને લાગુ પડો!


તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.”


દરેકે રાજ્યના અધિકારીઓને આધીન રહેવું. કારણ, ઈશ્વરની પરવાનગી વગર અપાયો હોય એવો કોઈ અધિકાર નથી. અધિકારીઓ ઈશ્વર તરફથી નિમાયેલા હોય છે.


તમારે માત્ર સજાની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિને ખાતર પણ અધિકારીઓને આધીન રહેવું.


Lean sinn:

Sanasan


Sanasan