28 અરે, તેણે તો અમને અહીં બેબિલોનમાં સંદેશ મોકલ્યો છે કે, ‘તમે ત્યાં લાંબો સમય રહેશો, તેથી ઘરો બાંધો અને તેમાં વસવાટ કરો. વાડીઓ રોપો અને તેમનાં ફળ આરોગો!’
28 કેમ કે તેણે બાબિલમાં અમારા ઉપર [સંદેશો] મોકલીને કહેવડાવ્યું છે કે, આ બંદીવાસ લાંબી મુદતનો થશે: તમે ઘરો બાંધીને તેઓમાં વસો; અને વાડીઓ રોપીને તેઓનાં ફળ ખાઓ.’”
28 કારણ કે બાબિલમાં અહીં તેણે અમારા પર લખ્યું છે કે, અમારો બંદીવાસ લાંબા સમય સુધી ચાલશે. એણે અમને ઘર બનાવી અહીં રહેવાનું કહ્યું અને વાડીઓ રોપીને તેના ફળોનો આનંદ માણવા કહ્યુ.’”
યકોન્યા રાજા, રાજમાતા, રાજમહેલના અધિકારીઓ, યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, કુશળ કારીગરો અને લુહારો યરુશાલેમમાંથી દેશનિકાલ કરાયા તે પછી યર્મિયાએ દેશનિકાલ કરાયેલા લોકોને એક પત્ર પાઠવ્યો. ત્યાં બાકી રહેલા વડીલો, યજ્ઞકારો, સંદેશવાહકો અને જે બીજા લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બેબિલોન લઈ ગયો તે સર્વને ઉદ્દેશીને યર્મિયાએ એ પત્ર પાઠવ્યો હતો.