Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 29:23 - પવિત્ર બાઇબલ C.L.

23 એમની એવી દશા થશે કારણ કે તેમણે ઇઝરાયલમાં નિર્લજ્જ કાર્યો કર્યા છે. તેમણે પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મેં તેમને ફરમાવ્યો નહોતો એવો જૂઠો સંદેશ તેમણે મારે નામે પ્રગટ કર્યો છે. પણ હું એ બરાબર જાણું છું અને હું તેનો નજરસાક્ષી છું. હું પ્રભુ પોતે આ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે તેઓએ ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે, ને પોતાના પડોશીઓની સ્ત્રીઓની સાથે વ્યભિચાર કર્યો છે, અને મેં ફરમાવેલાં નહિ એવાં ખોટાં વચન તેઓ મારે નામે બોલ્યા છે. હું [એ વાતનો] જ્ઞાતા છું, ને હું સાક્ષી છું, ” એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે તેઓએ ઇઝરાયલમાં મોટી મૂર્ખામી કરી છે. તેઓએ પોતાના પડોશીઓની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારા નામે જૂઠાણું પ્રગટ કર્યું હું એ વાતો જાણું છું; અને સાક્ષી છું.” એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 કારણ કે આ માણસોએ મારા લોકો મધ્યે ભયંકર કૃત્યો કર્યા છે. તેઓએ પોતાના પડોશીઓની પત્નીઓ સાથે વ્યભિચાર કર્યો છે, અને મારા નામે જૂંઠાણું પ્રગટ કર્યું જે મેં તેમને કહેવા માટે હુકમ કર્યો નહોતો. હું જાણું છું કેમ કે તેઓનાં સર્વ કૃત્યો મેં જોયાં છે.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 29:23
28 Iomraidhean Croise  

લાબાને કહ્યું, “જો તું મારી પુત્રીઓ પ્રત્યે ખરાબ વર્તન રાખીશ અથવા તું બીજી પત્નીઓ કરીશ તો મને કંઈ તેની ખબર પડવાની નથી, પણ યાદ રાખજે ઈશ્વર આપણા પર નજર રાખે છે.


એવામાં યાકોબના પુત્રો એ વાત સાંભળીને ખેતરેથી ઘેર આવ્યા; તેમને આઘાત લાગ્યો હતો અને ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. કારણ, શખેમે યાકોબની પુત્રી પર બળાત્કારનું અઘટિત કામ કરીને ઇઝરાયલના કુટુંબને મોટું કલંક લગાડયું હતું.


તેણે કહ્યું, “ના, મારા ભાઈ, મારા પર બળાત્કાર ન કરીશ. ઇઝરાયલમાં આવું ન થવું જોઈએ.


કારણ, મનુષ્યના આચરણ પર ઈશ્વરની નજર છે, અને તેના સર્વ માર્ગો પર તે ચાંપતી નજર રાખે છે.


કારણ, મેં તારા લોકોનાં શરમજનક કાર્યો જોયાં છે; એટલે કે, તેમનાં વ્યભિચારી કામો, વાસનાભર્યા ખોંખારા તથા ટેકરીઓ પર અને ખેતરોમાં તેમનાં દુષ્કૃત્યો મેં જોયાં છે. તારા લોકોની કેવી દુર્દશા! તેઓ શુદ્ધ થવા ચાહતા નથી. ક્યાં સુધી તારી આવી દશા રહેશે?”


કેમકે તેમનાં બધાં કાર્યો પર મારી નજર છે અને તેઓ મારાથી છુપાયેલાં નથી કે તેમનો દોષ મારી નજર બહાર નથી.


પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે.


સેનાધિપતિ પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે: “આ સંદેશવાહકો જે સંદેશ પ્રગટ કરે તે સાંભળશો નહિ. તેઓ તમને વ્યર્થ વાતો કહી ભરમાવે છે. તેઓ મેં મારા મુખે જણાવેલ સંદેશો નહિ પણ પોતાના મનમાં કલ્પેલું સંદર્શન જ પ્રગટ કરે છે.


‘મેં આ સંદેશવાહકોને મોકલ્યા નથી, છતાં તેઓ દોડયા છે. મેં તેમને કોઈ સંદેશ આપ્યો નથી, છતાં તેઓ મારે નામે ઉપદેશ કરે છે.’


પોતાનાં ખોટાં સ્વપ્નો પ્રગટ કરનાર તથા જૂઠાણાં અને બડાઇ હાંકી મારા લોકને ગેરમાર્ગે દોરનાર સંદેશવાહકોની વિરુદ્ધ પણ હું છું. મેં તેમને કદીયે મોકલ્યા નથી કે તેમને નીમ્યા નથી. તેઓ આ લોકોને કોઈ રીતે લાભદાયી નથી. હું પ્રભુ પોતે આ કહું છું.”


કોલાયાનો પુત્ર આહાબ અને માસૈયાનો પુત્ર સિદકિયા જેઓ મારે નામે તમને જૂઠો સંદેશ પ્રગટ કરે છે તેમને વિષે હું ઇઝરાયલનો ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહું છું; કે સાચે જ હું તમને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના કબજામાં સોંપી દઈશ. તે તેમને તમારી નજર સામે જ મારી નાખશે.


ખાઈને ષ્ટપુષ્ટ બનેલા કામાતુર અશ્વોની જેમ દરેક પોતાના પડોશીની પત્નીની સામે ખોંખારા ખાય છે.


મારે નામે ઓળખાતું આ મંદિર શું તમારી દષ્ટિમાં લૂંટારાઓનું ધામ છે? પણ યાદ રાખો કે મેં એ બધું જાતે જોયું છે. હું પ્રભુ પોતે એ બોલું છું.


તેં મારી વિરુદ્ધ ફાવે તેવી બડાઇઓ હાંકી છે અને તે મેં સાંભળી છે.


સંદેશવાહકો બેજવાબદાર અને કપટી છે. યજ્ઞકારોએ પવિત્ર વસ્તુઓને ભ્રષ્ટ કરી છે અને પોતાના હિતમાં તેઓએ નિયમશાસ્ત્રનો મારી મચરડીને ભંગ કર્યો છે.


તમે પૂછો છો કે શા માટે તે હવે અર્પણો સ્વીકારતા નથી? કારણ, તમારી યુવાવસ્થામાં તમે જે સ્ત્રીને પરણ્યા તેને તમે આપેલા વચનનો ભંગ કર્યો છે. તે તમારી સાથીદાર હતી અને તેના પ્રત્યેનું તમારું વચન તમે તોડયું છે; જો કે ઈશ્વરની સમક્ષ તો તમે તેને વફાદાર રહેવાનું વચન આપ્યું હતું.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


ઈશ્વરથી છુપાવી શકાય એવી કોઈ જ બાબત નથી. તેમની સમક્ષ સૃષ્ટિની દરેક વસ્તુ ખુલ્લી તથા ઉઘાડી છે અને તેમની સમક્ષ આપણે બધાએ આપણો હિસાબ આપવો પડશે.


અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


લાઓદીકિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે આમીન, વિશ્વાસુ અને સત્યનિષ્ઠ સાક્ષી તથા ઈશ્વરના સર્વ સર્જનનું ઉદ્ભવસ્થાન છે તે આમ કહે છે:


તેમણે જવાબ આપ્યો, “ભલે, એમાં અમારી સંમતિ છે. પ્રભુ પોતે એ માટે આપણા સાક્ષી છે.”


Lean sinn:

Sanasan


Sanasan