Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 29:17 - પવિત્ર બાઇબલ C.L.

17 સેનાધિપતિ પ્રભુ કહે છે કે, “હું એ લોકો પર યુદ્ધ, દુકાળ અને રોગચાળો મોકલીશ અને હું તેમને ખાઈ ન શકાય તેવા સડેલા અને નકામાં અંજીર જેવા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓ પર તરવાર, દુકાળ તથા મરકી મોકલીશ, ને હું તેઓને ખવાય નહિ એટલે સુધી બગડી ગયેલાં તથા સડી ગયેલાં અંજીરોના જેવા કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘જુઓ, હું તેઓ પર તલવાર, દુકાળ અને મરકી મોકલીશ. હું તેઓને ખાઈ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “એ લોકોને હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાનો ભોગ બનાવીશ; હું એમને ખાઇ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 29:17
14 Iomraidhean Croise  

પણ જો કોઈ પ્રજા અથવા દેશ તેની સત્તાને આધીન નહિ થાય અને બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા નહિ દે તો હું તે રાજાને બેબિલોનના રાજાના તાબામાં સોંપી ન દઉં ત્યાં સુધી તેને યુદ્ધ, ભૂખમરા અને રોગચાળાથી સતાવીશ.


હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો પીછો કરીશ. તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે અને જે જે દેશોમાં હું તેમને હાંકી કાઢીશ ત્યાં તેઓ લોકો માટે શાપ, આઘાત, મશ્કરી અને નામોશીને પાત્ર થઈ પડશે.


પ્રભુએ કહ્યું, “જો બેબિલોનના લશ્કરે યરુશાલેમ નગરને જીતી લેવા માટે મોરચા ઊભા કર્યા છે; ખાલદીઓએ તે પર રહીને હલ્લો ચલાવ્યો છે અને યુદ્ધ, દુકાળ અને રોગચાળાને લીધે નગર તેમના હાથમાં પડયું છે. તારો સંદેશ સાચો પડયો છે અને તે તું તારી નજરે જુએ છે.”


નબૂખાદનેસ્સાર આવીને ઇજિપ્ત દેશનો પરાજય કરશે, ત્યારે રોગચાળાથી મરવાની સજા પામેલા રોગચાળાથી માર્યા જશે; કેદ પકડાવાની સજા પામેલા દેશનિકાલ થશે અને યુદ્ધમાં મરવાની સજા પામેલાં યુદ્ધમાં માર્યા જશે.


એ જ વર્ષના ચોથા મહિનાના નવમે દિવસે ભૂખમરો હતો અને લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો.


મોટા મોટા ધરતીકંપો થશે, ઠેકઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે; આકાશમાં ભયંકર દૃશ્યો અને મોટી નિશાનીઓ દેખાશે.


એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધાવણાં બાળકોવાળી માતાઓની કેવી કપરી દશા થશે! આ દેશ પર ઘોર યાતના અને આ લોક પર ઈશ્વરનો કોપ આવી પડશે.


મેં જોયું તો ફિક્કા રંગનો એક ઘોડો હતો. તેના સવારનું નામ “મૃત્યુ” હતું અને હાડેસ તેની પાછળ પાછળ ચાલ્યું જતું હતું. પૃથ્વી પરના લોકોના ચોથા ભાગને લડાઈ, દુકાળ, રોગચાળો અને જંગલી પ્રાણીઓ દ્વારા મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan