Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 29:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પણ દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજા અને આ નગરમાં વસતા બધા લોકો એટલે કે તમારી સાથે દેશનિકાલ નહિ કરાયેલા તમારા જાતભાઈઓ વિષે પ્રભુનો સંદેશ સાંભળો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પરંતુ જે રાજા દાવિદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે, તથા જે લોકો આ નગરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી, તે સર્વ વિષે યહોવા કહે છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે તથા જે આ શહેરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી તે સર્વ વિષે યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 દાઉદની ગાદી પર બેસનાર રાજાને વિષે અને આ શહેરમાં વસતાં સૌ લોકો વિષે, તમારા જે દેશબંધુઓ તમારી સાથે દેશવટે નહોતા આવ્યા તેમને વિષે સૈન્યોનો દેવ યહોવાએ આ પ્રમાણે કહેલું છે:

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 29:16
11 Iomraidhean Croise  

સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષની ઉંમરનો હતો, અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું:


પહેલી ટોપલીમાં પહેલા ફાલનાં પાકેલાં સારાં અંજીર હતાં; પણ બીજી ટોપલીમાં અતિશય ખરાબ એટલે ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં અંજીર હતાં.


પરંતુ પ્રભુ કહે છે કે, “યહૂદિયાના રાજા સિદકિયા, તેના અધિકારીઓ અને યરુશાલેમના બાકી રહી ગયેલા લોકો જેઓ આ દેશમાં રહ્યા છે કે ઇજિપ્તમાં જઈને વસ્યા છે તે બધાને હું પેલા ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં ખરાબ અંજીરની જેમ તજી દઈશ.


યહૂદિયાના રાજા સિદકિયાએ શાફાનના પુત્ર એલઆસા અને હિલકિયાના પુત્ર ગમાર્યાને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે મોકલ્યા ત્યારે તેમની મારફતે યર્મિયાએ પત્ર મોકલ્યો. પત્રની વિગત આ પ્રમાણે છે:


આથી હું તેમના પર મારો ક્રોધાગ્નિ વરસાવનાર છું અને તેમનાં આચરણના ફળરૂપે મારા ક્રોધરૂપી અગ્નિથી તેમને ભસ્મ કરનાર છું. હું પ્રભુ પરમેશ્વર બોલ્યો છું.”


Lean sinn:

Sanasan


Sanasan